આ લેખમાં 5 લાખ રૂપિયાથી ઓછી કિંમતની, ઉત્તમ માઈલેજ આપતી કારો વિશે માહિતી છે. તેમાં અલ્ટો K10, સેલેરિયો, S-પ્રેસો, વેગનઆર અને ક્વિડ જેવી કારોનો સમાવેશ થાય છે.
5 લાખથી ઓછી કિંમતની આ 5 ધમાકેદાર કાર, માઈલેજમાં આપશે ભલભલી ગાડીઓને ટક્કર!
જો તમારું બજેટ ઓછું છે અને તમે ઉત્તમ માઈલેજ આપતી કાર શોધી રહ્યા છો, તો મારુતિ અને રેનોની આ સસ્તી કાર પાવરફુલ પરફોર્મન્સ સાથે પેટ્રોલ બચાવવામાં પણ છે બેસ્ટ.

- પાંચ લાખથી ઓછી બજેટમાં ઉચ્ચ માઈલેજ કારો ઉપલબ્ધ છે.
- અલ્ટો K10, સેલેરિયો, S-Presso, વેગનઆર, ક્વિડ શ્રેષ્ઠ વિકલ્પો.
- આ કારો 21-26 કિમી/લિટર માઈલેજ, ઓછો મેન્ટેનન્સ આપે છે.
- CNG વિકલ્પો વધુ માઈલેજ, જરૂરિયાત મુજબ પસંદ કરો.
Best mileage cars under 5 lakh: ભારતમાં જ્યારે પણ કોઈ મધ્યમ વર્ગીય પરિવાર નવી કાર ખરીદવાનું વિચાર છે, ત્યારે તેમના મનમાં સૌથી પહેલો અને મહત્વનો પ્રશ્ન એ જ આવે છે કે, "આ કાર કેટલું માઈલેજ આપશે?" પેટ્રોલના વધતા ભાવ વચ્ચે રોજબરોજની મુસાફરીમાં માઈલેજ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. જો તમારું બજેટ 5 લાખ રૂપિયાથી ઓછું છે અને તમે એક સારી, સસ્તી અને શાનદાર માઈલેજ આપતી કાર ખરીદવાનું સપનું જોઈ રહ્યા છો, તો ભારતીય બજારમાં તમારા માટે કેટલાક શ્રેષ્ઠ વિકલ્પો હાજર છે. ચાલો આજે આપણે એવી 5 બજેટ કાર વિશે વિગતવાર જાણીએ જે ઓછી કિંમતમાં પણ કમાલનું પરફોર્મન્સ અને માઈલેજ આપે છે.
1. મારુતિ સુઝુકી અલ્ટો K10 (Maruti Suzuki Alto K10)
મારુતિની અલ્ટો હંમેશાથી બજેટ કાર સેગમેન્ટમાં ભારતીયોની પહેલી પસંદ રહી છે. નવું 'Alto K10' મોડેલ માત્ર દેખાવમાં જ સ્માર્ટ નથી, પરંતુ તેનું માઈલેજ પણ તમને ખુશ કરી દેશે. ભીડભાડવાળા શહેરના ટ્રાફિકમાં ડ્રાઇવિંગ કરવાનું હોય કે પછી હાઇવે પર લાંબી મુસાફરી કરવાની હોય, આ કાર તમને આરામથી 24 થી 25 કિમી/લિટર નું શાનદાર માઈલેજ આપે છે. બજેટમાં રહીને કારનું સપનું પૂરું કરવા માટે આ એક મજબૂત અને ભરોસાપાત્ર વિકલ્પ છે.
2. મારુતિ સુઝુકી સેલેરિયો (Maruti Suzuki Celerio)
જો તમારું પૂરું ધ્યાન ફક્ત પેટ્રોલ બચાવવા પર જ હોય, તો સેલેરિયોને ભૂલવી મુશ્કેલ છે. આ કાર દેશની સૌથી વધુ માઇલેજ આપતી પેટ્રોલ કારમાંની એક ગણાય છે. તેનું 'VVT' એન્જિન એટલું રિફાઈન્ડ અને સ્મૂથ છે કે તે 25 થી 26 કિમી/લિટર ની માઇલેજ બહુ આસાનીથી આપી દે છે. આટલા સારા માઈલેજ સાથે, આ કારની કેબિન પણ ઘણી સ્પેસિયસ (મોટી) અને આરામદાયક છે.
આ પણ વાંચોઃ માત્ર 1 લાખ રૂપિયા આપીને ઘરે લાવો નવી Innova Hycross, જાણો EMI અને ફાઇનાન્સનું પૂરું ગણિત
3. મારુતિ સુઝુકી એસ-પ્રેસો (Maruti Suzuki S-Presso)
જે લોકોને થોડો અનોખો લુક જોઈએ છે અને ઊંચી સીટિંગ પોઝિશન (હાઈટ) પસંદ છે, તેમના માટે 'S-Presso' એક શાનદાર ગાડી છે. મારુતિએ તેને એક મીની SUV જેવી ડિઝાઇન આપી છે, જેના લીધે ખાડા-ખૈયાવાળા કે ઉબડખાબડ રસ્તાઓ પર પણ ડ્રાઇવિંગ કરવું એકદમ સરળ બની જાય છે. 5 લાખ રૂપિયાથી ઓછી કિંમતની આ કાર માઇલેજની દ્રષ્ટિએ અલ્ટોથી સહેજ પણ ઓછી નથી. આ કાર પણ તમને 24 થી 25 કિમી/લિટર ની જોરદાર માઇલેજ આપે છે.
4. મારુતિ સુઝુકી વેગનઆર (Maruti Suzuki WagonR)
ભારતની 'ટોલ-બોય હેચબેક' તરીકે ઓળખાતી વેગનઆર, વર્ષોથી ભારતીય પરિવારોની સૌથી લાડકી કાર રહી છે. તેના બેઝ મોડેલની કિંમત લગભગ 5 લાખ રૂપિયાની આસપાસ છે. આ કારમાં પગ રાખવા માટે (લેગરૂમ) અને માથા માટે (હેડરૂમ) પુષ્કળ જગ્યા છે, જે લાંબી કૌટુંબિક મુસાફરીને ખૂબ જ આરામદાયક બનાવે છે. માઇલેજની વાત કરીએ તો, આ કાર પેટ્રોલ પર સરેરાશ 23 થી 24 કિમી/લિટર ની ઉત્તમ એવરેજ આપે છે.
આ પણ વાંચોઃ ₹15,000 ની EMI પર Brezza ખરીદવી છે? જાણો કેટલું કરવું પડશે ડાઉન પેમેન્ટ!
5. રેનો ક્વિડ (Renault Kwid)
જો તમે મારુતિની રૂટિન કારો કરતા થોડી વધુ સ્પોર્ટી કાર શોધી રહ્યા છો, તો 'રેનો ક્વિડ' એકવાર ચોક્કસ જોવી જોઈએ. તેનો મસ્ક્યુલર SUV જેવો લુક અને આક્રમક ફ્રન્ટ ગ્રિલ યુવાનોને સૌથી વધુ આકર્ષે છે. આ કારના બેઝ વેરિયન્ટ્સ 5 લાખથી ઓછી કિંમતે બજારમાં ઉપલબ્ધ છે અને તેમાં ઘણા સારા ફીચર્સ પણ મળે છે. આ કાર માઇલેજની બાબતમાં પણ તમને જરાય નિરાશ નહીં કરે, તે સરળતાથી 21 થી 22 કિમી/લિટર ની સરેરાશ આપે છે.
આ બાબતો પણ ધ્યાનમાં રાખો:
CNG નો વિકલ્પ છે બેસ્ટ
જો તમારે રોજનું ઘણું લાંબુ ડ્રાઇવિંગ રહેતું હોય અને તમે માસિક પેટ્રોલના મોટા બિલથી બચવા માંગતા હો, તો આ બધી જ બજેટ કારના CNG વેરિયન્ટ્સ શ્રેષ્ઠ પસંદગી છે. જોકે CNG મોડેલની કિંમત પેટ્રોલ કરતા થોડીક વધારે હોય છે, પરંતુ તેમાં મળતું 30 થી 34 કિમી/કિલોગ્રામ નું અદભુત માઇલેજ તે કિંમતને પૂરેપૂરી વસૂલ કરી આપે છે.
ઓછો મેન્ટેનન્સ ખર્ચ અને સારી રિસેલ વેલ્યુ
આ નાની અને સસ્તી કારનો સૌથી મોટો ફાયદો માત્ર તેમની ઓછી કિંમત કે માઇલેજ નથી, પરંતુ તેમને જાળવવાનો (મેન્ટેનન્સ) ખર્ચ પણ સાવ નહિવત છે. તેની સર્વિસિંગ બહુ સસ્તી છે અને સ્પેરપાર્ટ્સ પણ બજારમાં સરળતાથી મળી જાય છે. એટલું જ નહીં, જો તમે 4-5 વર્ષ ચલાવીને આ કાર વેચવાનું વિચારો છો, તો તે તમને બજારમાં સારી 'રીસેલ વેલ્યુ' (Resale Value) પણ આપે છે.
તમારી જરૂરિયાત મુજબ યોગ્ય કાર પસંદ કરો
જો તમે 5 લાખ રૂપિયાથી ઓછી કિંમતની કાર લેવાનું ફાઇનલ કરી રહ્યા છો, તો સૌથી પહેલા તમારી પોતાની જરૂરિયાતો સમજો.
જો તમને અને તમારા પરિવારને વધુ જગ્યા (સ્પેસ) ની જરૂર હોય, તો વેગનઆર શ્રેષ્ઠ છે.
જો તમારું લક્ષ્ય માત્ર પેટ્રોલ બચાવીને વધુમાં વધુ માઇલેજ મેળવવાનું જ હોય, તો સેલેરિયો બેસ્ટ છે.
જો તમને આકર્ષક અને સ્પોર્ટી લુક જોઈતો હોય, તો ક્વિડ એક બહુ સારો વિકલ્પ છે.
તેથી, શોરૂમ પર જઈને ટેસ્ટ ડ્રાઇવ લો અને તમારી દૈનિક જરૂરિયાતો માટે જે કાર સૌથી યોગ્ય લાગે તે જ ઘરે લાવો.
Frequently Asked Questions
5 લાખથી ઓછી કિંમતની કઈ કાર વિશે આ લેખમાં માહિતી આપવામાં આવી છે?
લેખમાં દર્શાવેલ કારો પૈકી સૌથી વધુ માઈલેજ કઈ કાર આપે છે?
મારુતિ સુઝુકી સેલેરિયો દેશની સૌથી વધુ માઈલેજ આપતી પેટ્રોલ કારમાંની એક છે. તે 25 થી 26 કિમી/લિટર સુધીનું ઉત્તમ માઈલેજ બહુ આસાનીથી આપે છે.
આ બજેટ કારોના CNG વેરિયન્ટ્સ પસંદ કરવાના શું ફાયદા છે?
CNG વેરિયન્ટ્સ 30 થી 34 કિમી/કિલોગ્રામનું અદભુત માઈલેજ આપે છે. આનાથી માસિક પેટ્રોલ ખર્ચમાં બચત થાય છે, ભલે તેની શરૂઆતની કિંમત થોડી વધુ હોય.
આ નાની અને સસ્તી કારના અન્ય શું ફાયદા છે?
આ કારોનો મેન્ટેનન્સ ખર્ચ સાવ નહિવત છે અને તેના સ્પેરપાર્ટ્સ બજારમાં સરળતાથી મળી રહે છે. 4-5 વર્ષ ચલાવીને વેચો તો પણ સારી રીસેલ વેલ્યુ મળે છે.






















