શોધખોળ કરો

Auto Expo 2025: ઓટો એક્સપોમાં જોવા મળ્યો Toyota Urban Cruiser EVનો ફર્સ્ટ લૂક, જાણો ફીચર્સ

ભારત મોબિલિટી શો 2025માં પ્રદર્શિત થનારી ટોયોટા અર્બન ક્રુઝર EV આ વર્ષના અંત સુધીમાં ભારતીય બજારમાં આવી શકે છે

Bharat Mobility Global Expo 2025: ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પોના પહેલા દિવસે એટલે કે આજે (17 જાન્યુઆરી), ટોયોટાએ તેની મોસ્ટ અવેટેડ ટોયોટા અર્બન ક્રુઝર EVનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે. ટોયોટાની આ EV ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે. ટોયોટાની આ EV એ જ પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે જેના પર મારુતિ E વિટારા ડિઝાઇન કરવામાં આવી છે.

Toyota Urban Cruiser EVના ફીચર્સ

ભારતમા મારૂતિ વિટારા ઇલેક્ટ્રિકના લોન્ચિંગ પછી ટોયોટા આ મોડેલને ભારતીય બજારમાં લોન્ચ કરી શકે છે. મારુતિ સુઝુકી ઇ-વિટારા પર આધારિત આ SUV મોટાભાગે ઓરિજન SUV જેવી જ છે. જોકે, કારમાં નવી ડિઝાઇન કરેલી LED ડેટાઇમ રનિંગ લાઇટ્સ, હેડલેમ્પ્સ, એલોય વ્હીલ્સ અને મોડિફાઇડ રીઅર પ્રોફાઇલ આપવામાં આવી છે. આ સાથે તમને કારમાં કનેક્ટેડ એપ, ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઇલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક, સનરૂફ અને JBL સાઉન્ડ સિસ્ટમ મળશે.

સેફ્ટી ફિચર્સ તરીકે અર્બન ક્રુઝર ઇલેક્ટ્રિકમાં 360-ડિગ્રી કેમેરા અને ADAS સુવિધા આપવામાં આવી છે. તેના ADAS સ્યુટમાં એડેપ્ટિવ ક્રુઝ કંટ્રોલ, લેન ડિપાર્ચર એલર્ટ અને લેન-કીપ આસિસ્ટનો સમાવેશ થાય છે.

Toyota Urban Cruiser EVની પાવરટ્રેન

ટોયોટા અર્બન ક્રુઝર ઇવી મારૂતિ સુઝુકી ઇ-વિટારાની જેમ બે પાવરટ્રેન કોન્ફિગરેશન સાથે રજૂ કરાઇ છે. આ SUV 49kWh અને 61kWh ક્ષમતાવાળા લિથિયમ-આયર્ન ફોસ્ફેટ સેલના બેટરી પેક વિકલ્પો સાથે ઉપલબ્ધ હશે. નાની બેટરી સાથે ફ્રન્ટ એક્સલ-માઉન્ટેડ ઇલેક્ટ્રિક મોટર 144hp પાવર અને 189Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે, જ્યારે મોટી બેટરીવાળા વેરિઅન્ટની મોટર 174hp પાવર અને 189Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે.

બજારમાં કઈ કાર સાથે સ્પર્ધા કરશે?

ભારત મોબિલિટી શો 2025માં પ્રદર્શિત થનારી ટોયોટા અર્બન ક્રુઝર EV આ વર્ષના અંત સુધીમાં ભારતીય બજારમાં આવી શકે છે. ભારતીય બજારમાં આ EV ટાટા કર્વ, હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક અને મહિન્દ્રા BE 6 ને સખત સ્પર્ધા આપી શકે છે.                                                       

Mahindra: મહિન્દ્રાની આ કારે માર્કેટમાં આવતાની સાથે જ રચ્યો ઇતિહાસ,દેશની સૌથી સુરક્ષિત કારનો મેળવ્યો ટેગ

ટોપ સ્ટોરી

5-સ્ટાર સેફ્ટી અને 24 kmpl માઇલેજ! ટાટાની આ SUV ખરીદવા પડાપડી, જાણો કિંમત અને ફીચર્સ
5-સ્ટાર સેફ્ટી અને 24 kmpl માઇલેજ! ટાટાની આ SUV ખરીદવા પડાપડી, જાણો કિંમત અને ફીચર્સ
આ દિવાળીએ ઘરે લાવો 25 kmpl માઇલેજ આપતી સૌથી સસ્તી ઓટોમેટિક કાર, કિંમત 4.77 લાખથી શરૂ
આ દિવાળીએ ઘરે લાવો 25 kmpl માઇલેજ આપતી સૌથી સસ્તી ઓટોમેટિક કાર, કિંમત 4.77 લાખથી શરૂ
દશેરા પર નવી બાઇક લેવી છે? ₹1 લાખથી ઓછી કિંમતના આ રહ્યા 5 શ્રેષ્ઠ વિકલ્પો
દશેરા પર નવી બાઇક લેવી છે? ₹1 લાખથી ઓછી કિંમતના આ રહ્યા 5 શ્રેષ્ઠ વિકલ્પો
તહેવારમાં Hyundai ની કાર થઈ સસ્તી, બચશે હજારો રુપિયા 
તહેવારમાં Hyundai ની કાર થઈ સસ્તી, બચશે હજારો રુપિયા 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
Embed widget