શોધખોળ કરો

Budget 2021: વાહનો થઈ શકે છે સસ્તા, બજેટમાં આ જાહેરાત બાદ કિંમતમાં ઘટાડો થવાની શક્યતા

Union Budget 2021: તમામ પ્રકારના વાહનો જેમાં કાર, ટુવ્હીલર, બસ, ટ્રક, ટ્રેક્ટર ખરીદનારા લોકો માટે બજેટથી સારા સમાચાર આવ્યા છે.

Union Budget 2021: તમામ પ્રકારના વાહનો જેમાં કાર, ટુવ્હીલર, બસ, ટ્રક, ટ્રેક્ટર ખરીદનારા લોકો માટે બજેટથી સારા સમાચાર આવ્યા છે. આવનારા દિવસોમાં વાહનોની કિંમત 1-3 ટકા સુધી ઘટી શકે છે. તેનું કારણ છે સ્ટીલ ઉત્પાદનોમાં આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. બજેટમાં સ્ટીલ ઉત્પાદનો પરની આયાત ડ્યુટી 12.5 ટકાથી ઘટાડીને 7.5 ટકા કરવામાં આવી છે. તમામ પ્રકારના વાહનો બનાવવામાં સ્ટીલ સૌથી મુખ્ય ઉત્પાદક છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2021-22ના સામાન્ય બજેટમાં જૂની કારને સ્ક્રેપ કરવાની જાહેરાત કરી છે, એનાથી પ્રદૂષણ કંટ્રોલ થશે. ઓઈલ આયાત બિલમાં પણ ઘટાડો થશે. ઓટોમેટેડ ફિટનેસ સેન્ટર બનાવવામાં આવશે. ખાનગી માલિકીની કારને 20 વર્ષ પછી આ સેન્ટરમાં જવાનું રહેશે. નાણામંત્રીએ કહ્યું હતું કે પર્સનલ વ્હિકલને 20 વર્ષ પછી અને કોમર્શિયલ વાહનોને 15 વર્ષ પછી ઓટોમેટેડ ફિટનેસ સેન્ટરમાં મોકલવાં પડશે. કેંદ્રની મોદી સરકાર આગામી મહિનાથી ઓટો સેક્ટર માટે સ્ક્રેપ પોલિસી લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ ઓટો સેક્ટરને રાહત આપવાનો છે. આ પોલિસી અંતર્ગત તમારી જૂની કાર સ્ક્રેપ સેન્ટરને વેચવી પડશે, જે બાદ એક પ્રમાણપત્ર મળશે. એને જોઈને નવી કાર ખરીદનારાઓનું કાર રજિસ્ટ્રેશન નિ:શુલ્ક કરવામાં આવશે. માનવામાં આવે છે કે નિર્ણયથી લગભગ 2.80 કરોડ વાહન સ્ક્રેપ પોલિસી અંતર્ગત આવશે, સાથે જ એનાથી દેશમાં મોટે પાયે ભંગાર કેન્દ્ર બની જશે. એનાથી મોટી સંખ્યામાં નવા રોજગારની તક ઊભી થવાની આશા છે, સાથે જ ઓટોમોબાઈલ સેક્ટરને રિસાઇકલમાં સસ્તામાં સ્ટીલ, એલ્યુમિનિયમ, પ્લાસ્ટિક જેવા પાર્ટ્સ મળી શકશે. ગત વર્ષે સપ્ટેમ્બર 2020માં ઓટોમેટિવ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ વાર્ષિક સત્રમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને જણાવ્યું હતું કે સ્ક્રેપ પોલિસી અંતિમ તબક્કામાં છે. ત્યારે આ અંગેની જાહેરાત સામાન્ય બજેટમાં કરવામાં આવી છે.

ટોપ સ્ટોરી

કેટલો સમય હવામાં ઉડી શકે છે મસ્કની ફ્લાઇંગ કાર, ભારતમાં કેવી રીતે ચાલશે?
કેટલો સમય હવામાં ઉડી શકે છે મસ્કની ફ્લાઇંગ કાર, ભારતમાં કેવી રીતે ચાલશે?
15 લાખથી વધુ લોકોની પસંદ! 21.8 કિમી માઇલેજ આપતી આ SUVએ રચ્યો નવો ઇતિહાસ
15 લાખથી વધુ લોકોની પસંદ! 21.8 કિમી માઇલેજ આપતી આ SUVએ રચ્યો નવો ઇતિહાસ
₹10 લાખથી સસ્તી બેસ્ટ CNG કાર: 34 કિમી સુધીની માઇલેજ! જુઓ ટોપ મોડલ્સનું લિસ્ટ
₹10 લાખથી સસ્તી બેસ્ટ CNG કાર: 34 કિમી સુધીની માઇલેજ! જુઓ ટોપ મોડલ્સનું લિસ્ટ
સિંગલ ચાર્જમાં 1100 kmની મુસાફરી, આ SUVની છે બમ્પર ડિમાન્ડ
સિંગલ ચાર્જમાં 1100 kmની મુસાફરી, આ SUVની છે બમ્પર ડિમાન્ડ

વિડિઓઝ

Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Embed widget