શોધખોળ કરો

10.69 લાખ શરુઆતની કિંમત, મર્સિડીઝ જેવા ફીચર્સ! ઓછા બજેટવાળા માટે બેસ્ટ SUV!

ઓટો માર્કેટ હાલમાં સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. ખાસ કરીને SUV સેગમેન્ટમાં તમને બજેટ ભાવે શક્તિશાળી ફીચર્સવાળી કાર મળી શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સ્કોડા કુશાક પાછળની સીટમાં મસાજ જેવી વૈભવી સુવિધા આપે છે.
  • આ વર્ષે ફેસલિફ્ટમાં ઉમેરાયેલ મસાજ સીટ આ સેગમેન્ટમાં અનોખી છે.
  • મસાજ ફીચર ટોપ વેરિઅન્ટ્સમાં, કિંમત ₹19.99 લાખથી શરૂ થાય છે.
  • તેમાં બે એન્જિન વિકલ્પો, અદ્યતન ઇન્ફોટેઇનમેન્ટ સુવિધાઓ ઉપલબ્ધ છે.

ઓટો માર્કેટ હાલમાં સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. ખાસ કરીને SUV સેગમેન્ટમાં તમને બજેટ ભાવે શક્તિશાળી ફીચર્સવાળી કાર મળી શકે છે. આવી જ એક SUV બજેટ ભાવે મર્સિડીઝ જેવી લક્ઝરી ફીચર્સ ઓફર કરે છે. જો તમે બજેટમાં એક લક્ઝરી કારનો અનુભવ કરવા માંગતા હોય તો તમે આ SUV પર વિચાર કરી શકો છો. અમે skoda kushaq વિશે વાત કરી રહ્યા છીએ. 

skoda kushaq આ શ્રેણીમાં એક શાનદાર SUV છે. આ વર્ષની શરૂઆતમાં સ્કોડા કુશાકને ફેસલિફ્ટ મોડલ મળ્યું છે.  જેમાં ઘણી પ્રભાવશાળી સુવિધાઓ ઉમેરવામાં આવી. બે સૌથી નોંધપાત્ર સુવિધાઓ પેનોરેમિક સનરૂફ અને રીઅર સીટ માટે મસાજ ફંક્શન છે. જ્યારે પેનોરેમિક સનરૂફ આજકાલ સામાન્ય છે ત્યારે મસાજ સીટનો ઉમેરો આ સેગમેન્ટમાં એક મહત્વપૂર્ણ છે.

રીઅર સીટ મસાજવાળી
 
આ રીઅર સીટ મસાજ વિકલ્પ અગાઉ ફક્ત મોંઘી લક્ઝરી કારમાં જ ઉપલબ્ધ હતો. તેથી બજેટ અને સસ્તી SUVમાં તેનો સમાવેશ દરેક માટે એક મોટું આશ્ચર્ય હતું. સ્કોડાની સહયોગી  બ્રાન્ડ  Volkswagen  એ તાજેતરમાં Skoda Kushaq જેવી જ  Taigun  પણ અપડેટ કરી છે. જો કે, આ મધ્યમ કદની SUV રીઅર-મસાજ સીટ વિકલ્પ ઓફર કરતી નથી. આનાથી કુશાક તેના સમગ્ર સેગમેન્ટમાં આ સુવિધા આપતી એકમાત્ર SUV બની જાય છે.

કંપની પોતાની Skoda Kushaq ના ટોપ-ઓફ-ધ-લાઇન વેરિઅન્ટ્સ Prestige અને Monte Carlo  માં રીઅર-સીટ મસાજ ફંક્શન ઓફર કરી રહી છે. આ વેરિઅન્ટ્સની એક્સ-શોરૂમ કિંમત ₹19.99 લાખથી ₹21.83 લાખ સુધીની છે. જોકે, Skoda Kushaq  નું બેઝ વેરિઅન્ટ ₹10.69 લાખથી શરૂ થાય છે.

Skoda Kushaq  ના ફીચર્સ 

ફીચર્સની વાત કરીએ તો સ્કોડા કુશાક બે એન્જિન વિકલ્પો સાથે આવે છે: 1.0-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન અને 1.5-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન. શ્રેષ્ઠ પ્રદર્શન ઇચ્છતા લોકો 1.5-લિટર ટર્બો એન્જિન પસંદ કરી શકે છે. જોકે, 1.0-લિટર એન્જિન બજેટમાં SUV ખરીદવા માંગતા લોકો માટે પસંદ કરી શકાય છે.

ટ્રાન્સમિશન વિકલ્પોમાં 8-સ્પીડ ટોર્ક કન્વર્ટર (8-સ્પીડ TC) અને 1.0-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સનો સમાવેશ થાય છે. 1.5-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન ફક્ત 7-સ્પીડ ડીસીટી ઓટોમેટિક ગિયરબોક્સ સાથે ઉપલબ્ધ છે.

ફીચર્સની દ્રષ્ટિએ Skoda Kushaq  માં ગ્રાહકોને 10.25 -ઇંચ ડિજિટલ ડ્રાઇવર્સ ડિસ્પ્લે, 10.1 -ઇંચની મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ડ્યુઅલ-કલર એમ્બિયન્ટ લાઇટિંગ પ્રદાન કરે છે. તે પેનોરેમિક સનરૂફ, વેન્ટિલેટેડ અને પાવર-એડજસ્ટેબલ ફ્રન્ટ સીટ્સ અને ફ્રન્ટ પાર્કિંગ સેન્સર જેવી સુવિધાઓ પણ પ્રદાન કરે છે. તે ઓટોમેટિક AC, વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો, 6 -સ્પીકર સાઉન્ડ સિસ્ટમ અને વાયરલેસ ચાર્જિંગ જેવા શાનદાર ફીચર્સ પણ મળે છે. 

Advertisement

ટોપ સ્ટોરી

Updated Mahindra Thar Roxx: થાર રૉક્સનો નવો અવતાર આવ્યો સામે, જોતા જ ખરીદવાનું થઇ જશે મન
Updated Mahindra Thar Roxx: થાર રૉક્સનો નવો અવતાર આવ્યો સામે, જોતા જ ખરીદવાનું થઇ જશે મન
Jaguar EV India: ક્યાં સુધી માર્કેટમાં આવશે જગુઆરની EV, શું ખતમ થવાનો છે ઇન્તજાર ?
Jaguar EV India: ક્યાં સુધી માર્કેટમાં આવશે જગુઆરની EV, શું ખતમ થવાનો છે ઇન્તજાર ?
Electric Vehicle Sales: પેટ્રૉલ-ડીઝલ છોડી EVs પર તૂટી પડ્યા ગ્રાહકો, Festive Salesમાં 69%નો ઉછાળો
Electric Vehicle Sales: પેટ્રૉલ-ડીઝલ છોડી EVs પર તૂટી પડ્યા ગ્રાહકો, Festive Salesમાં 69%નો ઉછાળો
BYD DM-i Plug in Hybrid: EV પણ, Petrol પણ, BYDની નવી Hybrid Technologyનો કમાલ
BYD DM-i Plug in Hybrid: EV પણ, Petrol પણ, BYDની નવી Hybrid Technologyનો કમાલ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'નસીબ અપના અપના'
Hun To Bolish : હું તો બોલીશ : ઉકેલાયો વર્ષો જૂનો વિવાદ
Saurashtra Politics: 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
Hira Solanki: પબુભા માણેકની ઈચ્છા પર હીરા સોલંકીનું મોટું નિવેદન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ
Jammu-Kashmir: ભારતીય સેનાએ લીધો કુલગામ હુમલાનો બદલો, લતીફ ભટ્ટ સહિત લશ્કરના બે આતંકી કર્યા ઠાર
Jammu-Kashmir: ભારતીય સેનાએ લીધો કુલગામ હુમલાનો બદલો, લતીફ ભટ્ટ સહિત લશ્કરના બે આતંકી કર્યા ઠાર
Inflation: હોલસેલ મોંઘવારી દર 12.29 ટકાને પાર, ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઉછાળો
Inflation: હોલસેલ મોંઘવારી દર 12.29 ટકાને પાર, ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઉછાળો
IPL 2027: આવતીકાલે કેટલા વાગે IPL ટીમો જાહેર કરશે રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ ? જાણો BCCIનો નિયમ

Embed widget