શોધખોળ કરો

માત્ર ₹6.99 લાખમાં 360-ડિગ્રી કેમેરાવાળી 5 બેસ્ટ કાર, મોંઘી SUV ના ફીચર્સ પણ ફિક્કા લાગે

Cheapest cars with 360 degree camera: હવે 360-ડિગ્રી કેમેરા માટે 15 થી 20 લાખ ખર્ચવાની જરૂર નથી; ટાટા અને સિટ્રોન જેવી કંપનીઓ પોતાની બજેટ કાર્સમાં આપી રહી છે આ શાનદાર પ્રીમિયમ ફીચર.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પ્રીમિયમ 360-ડિગ્રી કેમેરા હવે બજેટ કારમાં ઉપલબ્ધ બન્યા છે.
  • ટાટા ટિયાગો 6.99 લાખની શરૂઆતથી આ ફીચર આપે છે.
  • ટાટા પંચ, ટિગોર, અલ્ટ્રોઝ; સિટ્રોન C3 માં પણ ફીચર.
  • આ ફીચર્સ સાંકડી જગ્યાએ પાર્કિંગમાં ખુબ મદદરૂપ થાય છે.

Cheapest cars with 360 degree camera: થોડા સમય પહેલાં 360-ડિગ્રી કેમેરા જેવું શાનદાર અને એડવાન્સ્ડ ફીચર માત્ર મોંઘી SUV કે પ્રીમિયમ કારમાં જ જોવા મળતું હતું. પરંતુ હવે સમય સાવ બદલાઈ ગયો છે. ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં હવે ગ્રાહકોને ₹10 લાખથી ઓછી કિંમતની બજેટ કારમાં પણ આ પ્રીમિયમ ફીચર મળી રહ્યું છે. સાંકડી શેરીઓ, ટ્રાફિકવાળા રસ્તાઓ અને અઘરા પાર્કિંગમાં આ 360-ડિગ્રી કેમેરો ખૂબ જ કામ લાગે છે. સારા સમાચાર એ છે કે નવી કાર ખરીદવા માંગતા ગ્રાહકોએ હવે સેફ્ટી અને સુવિધા માટે મોટી રકમ ખર્ચવાની કોઈ જ જરૂર નથી. ટાટા (Tata) અને સિટ્રોન (Citroen) જેવી કંપનીઓ માત્ર ₹6.99 લાખની શરૂઆતી કિંમતે આધુનિક કાર્સ બજારમાં ઉતારી ચૂકી છે. ચાલો જાણીએ એવી 5 શાનદાર કાર વિશે જે બજેટ ફ્રેન્ડલી હોવાની સાથે બેસ્ટ સેફ્ટી ફીચર્સ આપે છે.

ટાટા ટિયાગો અને પંચ: સાચા અર્થમાં વેલ્યુ-ફોર-મની

જો આપણે સૌથી સસ્તી કારની વાત કરીએ તો, ટાટા ટિયાગો (Tata Tiago) આ લિસ્ટમાં સૌથી મોખરે છે. 2026 ના નવા અપડેટ પછી ટિયાગોમાં 360-ડિગ્રી કેમેરા સામેલ કરવામાં આવ્યો છે. માત્ર ₹6.99 લાખની શરૂઆતી કિંમત સાથે આ ફીચર આપતી તે સૌથી સસ્તી કાર બની ગઈ છે. આ ઉપરાંત ટાટા પંચ (Tata Punch) પણ ગ્રાહકોમાં ભારે ડિમાન્ડમાં છે. પંચના એડવેન્ચર વેરિઅન્ટથી ગ્રાહકોને 360-ડિગ્રી કેમેરાનો લાભ મળવા લાગે છે. શહેરમાં ડ્રાઇવિંગ કરતી વખતે કે પાર્કિંગ કરતી વખતે આ કેમેરા કારની આસપાસનું સ્પષ્ટ ચિત્ર ડ્રાઇવરને બતાવે છે, જેનાથી નાના પરિવારો અને નવા ડ્રાઇવરોને ઘણો ફાયદો થાય છે. વધુમાં, આ બંને કાર પેટ્રોલ અને CNG એમ બંને વિકલ્પોમાં ઉપલબ્ધ હોવાથી ગ્રાહકોને તેમની જરૂરિયાત મુજબ પસંદગી કરવાની છૂટ રહે છે.

ટિગોર, અલ્ટ્રોઝ અને C3 પણ નથી કોઈથી કમ

જો તમને હેચબેકને બદલે સેડાન કે પ્રીમિયમ હેચબેક કાર લેવી વધુ પસંદ હોય, તો ટાટા ટિગોર (Tata Tigor) અને ટાટા અલ્ટ્રોઝ (Tata Altroz) પણ જોરદાર ઓપ્શન છે. ટિગોરના ટોપ વેરિઅન્ટમાં તમને 360-ડિગ્રી કેમેરાની સુવિધા મળી જશે, જ્યારે અલ્ટ્રોઝમાં આ ફીચર તેના ક્રિએટિવ વેરિઅન્ટથી શરૂ થાય છે. અલ્ટ્રોઝના કેમેરાની ક્વોલિટી અને સ્પષ્ટતા ખરેખર ખૂબ જ વખાણવાલાયક છે.

આ પણ વાંચોઃ પેટ્રોલના ટેન્શનને કહો બાય-બાય! 1 કિલો CNGમાં 34 કિમી સુધી માઇલેજ આપતી આ ટોપ 5 કાર

આ ઉપરાંત, ફ્રેન્ચ કાર નિર્માતા કંપની સિટ્રોનની C3 (Citroen C3) પણ આ શાનદાર લિસ્ટમાં જોડાય છે. કંપની તેના X શાઇન (X Shine) વેરિઅન્ટ સાથે 360-ડિગ્રી કેમેરા પેક ઓફર કરે છે. આ બધી કાર્સની સૌથી મોટી ખાસિયત એ જ છે કે તે લેટેસ્ટ ટેકનોલોજી, શ્રેષ્ઠ સેફ્ટી અને પ્રીમિયમ ફીચર્સનું પરફેક્ટ કોમ્બિનેશન પૂરું પાડે છે. એટલે હવે 360-ડિગ્રી કેમેરાની મજા લેવા અને સલામત ડ્રાઇવિંગ માટે તમારે 15 કે 20 લાખ રૂપિયા ખર્ચવાનું કોઈ જ ટેન્શન નથી!

આ પણ વાંચોઃ 10 લાખથી ઓછા બજેટમાં સૌથી વધુ માઈલેજ આપતી આ કારો બચાવશે તમારા પેટ્રોલ-ડીઝલનો મોટો ખર્ચ

Frequently Asked Questions

હાલમાં 360-ડિગ્રી કેમેરાવાળી કાર કેટલી સસ્તી મળી શકે છે?

હવે ₹10 લાખથી ઓછી કિંમતની બજેટ કારમાં પણ 360-ડિગ્રી કેમેરા ઉપલબ્ધ છે. ટાટા અને સિટ્રોન જેવી કંપનીઓ ₹6.99 લાખથી શરૂ થતી કિંમતે આ ફીચર આપે છે.

360-ડિગ્રી કેમેરા ફીચર સાથેની સૌથી સસ્તી કાર કઈ છે?

ટાટા ટિયાગો 2026ના નવા અપડેટ પછી 360-ડિગ્રી કેમેરા સાથે આવે છે. તે ₹6.99 લાખની શરૂઆતી કિંમત સાથે આ ફીચર આપતી સૌથી સસ્તી કાર છે.

360-ડિગ્રી કેમેરા કાર ડ્રાઇવિંગમાં કેવી રીતે મદદરૂપ થાય છે?

આ કેમેરો સાંકડી શેરીઓ, ટ્રાફિકવાળા રસ્તાઓ અને અઘરા પાર્કિંગમાં ખૂબ જ કામ લાગે છે. તે કારની આસપાસનું સ્પષ્ટ ચિત્ર બતાવી ડ્રાઇવરને મદદ કરે છે.

ટાટા ટિયાગો અને પંચ સિવાય કઈ અન્ય બજેટ કારમાં આ સુવિધા મળે છે?

ટાટા ટિગોર (ટોપ વેરિઅન્ટ), ટાટા અલ્ટ્રોઝ (ક્રિએટિવ વેરિઅન્ટથી) અને સિટ્રોન C3 (X શાઇન વેરિઅન્ટ) પણ 360-ડિગ્રી કેમેરા ફીચર આપે છે.

ટોપ સ્ટોરી

Petrol vs Hybrid Car Cost: 10 લાખમાં પેટ્રોલ કાર અથવા 15 લાખમાં હાઈબ્રિડ, 5 વર્ષમાં કોનો ખર્ચ ઓછો?
Petrol vs Hybrid Car Cost: 10 લાખમાં પેટ્રોલ કાર અથવા 15 લાખમાં હાઈબ્રિડ, 5 વર્ષમાં કોનો ખર્ચ ઓછો?
કાર પર વારંવાર ધૂળ જામી જવાથી છો પરેશાન? આ ટ્રિક્સથી સરળતાથી ચમકી જશે ગાડી
કાર પર વારંવાર ધૂળ જામી જવાથી છો પરેશાન? આ ટ્રિક્સથી સરળતાથી ચમકી જશે ગાડી
JSW Motors Pioneers 500 Edition: પૈસા હોવા છતાં પણ તમે નહીં ખરીદી શકો JSWની આ SUV, જાણો કેમ ?
JSW Motors Pioneers 500 Edition: પૈસા હોવા છતાં પણ તમે નહીં ખરીદી શકો JSWની આ SUV, જાણો કેમ ?
Insurance: કાર અને બાઇક ઇન્શ્યૉરન્સ માટે સરકાર બદલી રહી છે કેટલાક નવા નિયમ, નહીં મળે પેટ્રૉલ
Insurance: કાર અને બાઇક ઇન્શ્યૉરન્સ માટે સરકાર બદલી રહી છે કેટલાક નવા નિયમ, નહીં મળે પેટ્રૉલ

વિડિઓઝ

DyCM Harsh Sanghavi: ભજન-કીર્તનમાં ઝૂમ્યા હર્ષ સંઘવી, આદિવાસી ગામમાં ઢોલ-મંજીરા સાથે ગાયા ભજનો
Hun To Bolish : હું તો બોલીશ : અસલી દેવી દેવતા કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ખનીજચોરો કેમ બેફામ ?
Ahmedabad Demolition News : અમદાવાદના સારંગપુરમાં વિરોધ વચ્ચે ડિમોલીશન
Bhavnagar Crime: ભાવનગર પથુભાના મોત કેસમાં કરણી સેના મેદાનમાં, ગુજરાતમાં આંદોલનની ચીમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સીમાંકન બિલ મુદ્દે BJPએ DMK-NCPને કેવી રીતે મનાવ્યા? જાણો પડદા પાછળની ઇનસાઇડ સ્ટોરી
સીમાંકન બિલ મુદ્દે BJPએ DMK-NCPને કેવી રીતે મનાવ્યા? જાણો પડદા પાછળની ઇનસાઇડ સ્ટોરી
8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ
8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ
દર રવિવારે મહિલાઓ માટે 'ડિજિટલ ઉપવાસ'! પરિવારને સમય આપવા પાટીદાર સમાજની અનોખી પહેલ
દર રવિવારે મહિલાઓ માટે 'ડિજિટલ ઉપવાસ'! પરિવારને સમય આપવા પાટીદાર સમાજની અનોખી પહેલ
સુરતમાં કરાટે ટ્રેનરનો વીડિયો વાયરલ થતાં વિવાદ! સગીરા પર અશ્લીલ કોમેન્ટ્સ, ટ્રેનરની અટકાયત
સુરતમાં કરાટે ટ્રેનરનો વીડિયો વાયરલ થતાં વિવાદ! સગીરા પર અશ્લીલ કોમેન્ટ્સ, ટ્રેનરની અટકાયત
વડોદરા GMERSમાં રેગિંગની ફરિયાદ, 5 વિદ્યાર્થીઓ 6 મહિના માટે હોસ્ટેલમાંથી કરાયા સસ્પેન્ડ
વડોદરા GMERSમાં રેગિંગની ફરિયાદ, 5 વિદ્યાર્થીઓ 6 મહિના માટે હોસ્ટેલમાંથી કરાયા સસ્પેન્ડ
જામનગર પોલીસનું ફાયરિંગ! રિવોલ્વર ઝૂંટવી ભાગવા જતાં આરોપીને પગમાં મારી ગોળી
જામનગર પોલીસનું ફાયરિંગ! રિવોલ્વર ઝૂંટવી ભાગવા જતાં આરોપીને પગમાં મારી ગોળી
ઝારખંડઃ રામગઢમાં રાંચી-પટના હાઈવે પર મોટો અકસ્માત, 4 બાળકો સહિત 13 લોકોના મોત
ઝારખંડઃ રામગઢમાં રાંચી-પટના હાઈવે પર મોટો અકસ્માત, 4 બાળકો સહિત 13 લોકોના મોત
ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ, ચીનને હરાવીને રેકોર્ડ ચોથી વખત જીતી એશિયન ચેમ્પિયન ટ્રોફી
ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ, ચીનને હરાવીને રેકોર્ડ ચોથી વખત જીતી એશિયન ચેમ્પિયન ટ્રોફી
Embed widget