શોધખોળ કરો

Clean Cloudy Car Headlights: વરસાદમાં હેડલાઇટ્સ થઈ ગઈ છે ઝાંખી, અપનાવી જુઓ આ ટિપ્સ

Clean Cloudy Car Headlights: શું વરસાદ અને ધુમ્મસમાં તમારી કારની હેડલાઇટ્સ ઝાંખી થઈ ગઈ છે? જાણો 3 સરળ અને અસરકારક ઘરેલુ રીતો, જેનાથી તમારી હેડલાઇટ્સ કાચની જેમ ચમકી ઊઠશે.

Clean Cloudy Car Headlights: વરસાદની ઋતુ ભલે ગરમીથી રાહત આપે છે, પરંતુ તે આપણા વાહનો માટે અનેક મુશ્કેલીઓ લઈને આવે છે. જેના કારણે વરસાદની સિઝનમાં આપણે આપણા વાહનની વધુ કાળજી રાખવી પડે છે. જ્યારે વરસાદમાં કાર ચલાવવી પણ જોખમી બની જાય છે. ખાસ કરીને જો રસ્તા પર ભારે વરસાદ પડી રહ્યો હોય તો કારની હેડલાઇટ્સ સ્વચ્છ હોવી ખૂબ જ જરૂરી છે.

ઘણી વખત એવું જોવા મળે છે કે હેડલાઇટના બલ્બ તો બરાબર કામ કરતા હોય છે, પરંતુ તેના બહારના કવર પર ધૂળ, ભેજ અને પાણીનાં ટીપાં જમા થવાથી પીળાશ અથવા ધૂંધળું પડ બને છે. આ ધૂંધળાપણાને કારણે હેડલાઇટ્સનો પ્રકાશ રસ્તા સુધી યોગ્ય રીતે પહોંચી શકતો નથી.

જો તમારી કારની હેડલાઇટ્સ પણ આ વરસાદમાં પોતાની ચમક ગુમાવી ચૂકી હોય તો તેના માટે તમારે મિકેનિક પાસે જઈને હજારો રૂપિયા ખર્ચવાની જરૂર નથી. તમે ઘરમાં રહેલી કેટલીક સામાન્ય વસ્તુઓની મદદથી જ હેડલાઇટ્સને નવી જેવી ચમકાવી શકો છો. તો ચાલો જાણીએ એવી કઈ સરળ અને અસરકારક ઘરેલુ રીતો છે, જે થોડી જ મિનિટોમાં તમારી કારની વિઝિબિલિટી સુધારી શકે છે.

સૌથી પહેલા અપનાવો આ રીત

વરસાદનું પાણી જ્યારે હેડલાઇટ્સના પ્લાસ્ટિક લેન્સ પર સુકાઈ જાય છે ત્યારે તે સફેદ અને હઠીલા ડાઘ છોડી જાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે હળવા ડિશ સોપને હૂંફાળા પાણીમાં મિક્સ કરીને હેડલાઇટ્સ ધોઈ શકો છો.

આ ઉપરાંત સરખા પ્રમાણમાં સફેદ સરકો અને પાણી મિક્સ કરીને એક દ્રાવણ તૈયાર કરો. ત્યારબાદ આ મિશ્રણને સીધું હેડલાઇટ પર નાખવાને બદલે સોફ્ટ માઇક્રોફાઇબર કપડા પર લગાવો અને હળવા હાથે હેડલાઇટને સાફ કરો.

સરકામાં રહેલું એસિડ પાણીના હઠીલા ડાઘને દૂર કરવામાં મદદ કરે છે અને લેન્સને ફરીથી સ્વચ્છ બનાવે છે.

બેકિંગ સોડા પેસ્ટ પણ છે અસરકારક

સમય જતાં તડકા અને વરસાદની અસરથી હેડલાઇટ્સના પ્લાસ્ટિક પર હળવી પીળાશ આવી જાય છે. આ પીળાશને કારણે પ્રકાશ બહાર આવવામાં અડચણ થાય છે.

આ પીળાશને સાફ કરવા માટે બેકિંગ સોડા ઉપયોગી થઈ શકે છે. થોડો બેકિંગ સોડા લઈને તેમાં પાણી મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો.

હવે આ પેસ્ટને હેડલાઇટ પર લગાવો અને કોઈ નરમ કપડાથી ગોળ-ગોળ ફેરવીને હળવા હાથે ઘસો. બેકિંગ સોડામાં રહેલા હળવા ઘર્ષક ગુણ લેન્સની ઉપર જમા થયેલી ગંદકી અને ઓક્સિડેશનની પરત દૂર કરવામાં મદદ કરી શકે છે.

સફાઈ કર્યા બાદ તેને સ્વચ્છ પાણીથી ધોઈને તરત જ સુકવી લો.

માઇક્રોફાઇબર કપડાનો યોગ્ય ઉપયોગ કરો

રસ્તા પર વાહન ચલાવતી વખતે અન્ય વાહનોના ધુમાડા અને ગ્રીસને કારણે હેડલાઇટ્સ પર એક તૈલીય પરત જમા થઈ શકે છે. આ તૈલીય પરત વરસાદના પાણીને ચોંટાડી રાખે છે, જેના કારણે રાત્રે સામેથી આવતી ગાડીઓની લાઇટ વધુ ફેલાયેલી દેખાઈ શકે છે.

આ પરત સાફ કરવા માટે રબિંગ આલ્કોહોલનો ઉપયોગ કરી શકાય છે. આલ્કોહોલને કપડા પર લગાવીને હેડલાઇટને સાફ કરવાથી ઓઇલ અને ગ્રીસ દૂર કરવામાં મદદ મળે છે.

ધ્યાન રાખો કે સફાઈ કર્યા બાદ હેડલાઇટને જાતે સુકાવા માટે ન છોડો. હંમેશા સૂકા અને સ્વચ્છ માઇક્રોફાઇબર કપડાથી પાણીનાં ટીપાં સારી રીતે લૂછી લો, જેથી નવા ડાઘ ન બને.

Advertisement

ટોપ સ્ટોરી

Ola નહીં, હવે લોકોની પહેલી પસંદ બની આ EV બ્રાન્ડ; વેચાણમાં 91% નો ઉછાળો
Ola નહીં, હવે લોકોની પહેલી પસંદ બની આ EV બ્રાન્ડ; વેચાણમાં 91% નો ઉછાળો
આ ઓટો કંપની 100,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂકશે, ભારતમાં તમારા વાહન પર શું અસર થશે?
આ ઓટો કંપની 100,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂકશે, ભારતમાં તમારા વાહન પર શું અસર થશે?
Maruti Baleno ફેસલિફ્ટ આજે થશે લોન્ચ; i20 અને Altrozનું ટેન્શન કેમ વધશે?
Maruti Baleno ફેસલિફ્ટ આજે થશે લોન્ચ; i20 અને Altrozનું ટેન્શન કેમ વધશે?
Maruti અર્ટિગાને ટક્કર આપવા માર્કેટમાં આવી 60 લિટરની ટાંકી ધરાવતી ફેક્ટરી ફિટેડ CNG કાર
Maruti અર્ટિગાને ટક્કર આપવા માર્કેટમાં આવી 60 લિટરની ટાંકી ધરાવતી ફેક્ટરી ફિટેડ CNG કાર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મરણ પથારી પર આયોજન
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનું ઓપરેશન ક્યારે ?
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને મોટા સમાચાર! સોમવારે મળશે મહત્વની બેઠક
Abp Asmita Impact: 'ભૂતિયા વિદ્યાર્થીઓ' વાળી શાળાઓ સામે હવે થશે કાર્યવાહી! શિક્ષણમંત્રીની મોટી ખાતરી
Ahmedabad Bomb Threat : કોર્ટને બોમ્બની ધમકી મળતા અફરાતફરી! પોલીસ અને બોમ્બ સ્ક્વોડની તપાસ શરૂ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી: માત્ર 55 રનમાં ઓલઆઉટ કરી 52 બોલમાં મેચ જીતી!
ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી: માત્ર 55 રનમાં ઓલઆઉટ કરી 52 બોલમાં મેચ જીતી!
દિલ્હીમાં વરસાદનું રેડ એલર્ટ: 11 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ!
દિલ્હીમાં વરસાદનું રેડ એલર્ટ: 11 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ!
હરમનપ્રીત કૌરે રચ્યો મોટો વર્લ્ડ રેકોર્ડ: ક્રિકેટ ઇતિહાસમાં આવું કરનાર વિશ્વની પ્રથમ કેપ્ટન
હરમનપ્રીત કૌરે રચ્યો મોટો વર્લ્ડ રેકોર્ડ: ક્રિકેટ ઇતિહાસમાં આવું કરનાર વિશ્વની પ્રથમ કેપ્ટન
ડોમિનિકન રિપબ્લિકની જોહેરી ડોમિંગ્યુએઝ બની મિસ વર્લ્ડ 2026, ભારતની નિકિતા પોરવાલ બહાર
ડોમિનિકન રિપબ્લિકની જોહેરી ડોમિંગ્યુએઝ બની મિસ વર્લ્ડ 2026, ભારતની નિકિતા પોરવાલ બહાર
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાહત: નર્મદાનું પાણી વધુ આટલા દિવસ આપવા સરકારી આદેશ
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાહત: નર્મદાનું પાણી વધુ આટલા દિવસ આપવા સરકારી આદેશ
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી: આગામી 7 દિવસ કેવો રહેશે માહોલ?
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી: આગામી 7 દિવસ કેવો રહેશે માહોલ?
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વધુ એક શંકાસ્પદ મોત: કેફી પીણું પીધા બાદ યુવાનનું નિધન
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વધુ એક શંકાસ્પદ મોત: કેફી પીણું પીધા બાદ યુવાનનું નિધન
અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ
અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ
Embed widget