શોધખોળ કરો

જૂની પેટ્રોલ-ડીઝલ કારને જ બનાવો ઇલેક્ટ્રિક! જાણો EV રેટ્રોફિટિંગનો ખર્ચ અને નિયમો

Convert petrol car to electric: તમારી મનપસંદ જૂની કારને ભંગારમાં આપવાને બદલે માત્ર 3 થી 6 લાખ રૂપિયાના ખર્ચે ઇલેક્ટ્રિક વાહનમાં કન્વર્ટ કરો, જાણો તેની સમગ્ર કાનૂની પ્રક્રિયા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પ્રદૂષણ ઘટાડવા જૂની પેટ્રોલ/ડીઝલ કાર EVમાં બદલો.
  • રેટ્રોફિટિંગમાં જૂનું એન્જિન કાઢી ઇલેક્ટ્રિક સિસ્ટમ મુકાય.
  • રૂપાંતરણ ખર્ચ રેન્જ મુજબ ૩ થી ૧૦ લાખ રૂપિયા.
  • RTO મંજૂરી લઈ લીલી નંબર પ્લેટ મેળવી શકાય.

Convert petrol car to electric: દેશમાં વધતા જતા પ્રદૂષણને નાથવા માટે સરકાર સતત કડક પગલાં લઈ રહી છે અને ધીમે ધીમે પેટ્રોલ-ડીઝલના વાહનો પર પ્રતિબંધ મૂકવાની દિશામાં આગળ વધી રહી છે. ઘણા રાજ્યોમાં તો 10 વર્ષથી જૂના વાહનો પર પ્રતિબંધ પણ લાગુ કરી દેવાયો છે. આવી સ્થિતિમાં, લોકોએ નાછૂટકે પોતાની મનપસંદ જૂની કારને સ્ક્રેપમાં (ભંગારમાં) આપવી પડે છે અથવા તો નવી મોંઘી ઇલેક્ટ્રિક કાર ખરીદવા મોટો ખર્ચ કરવો પડે છે. પરંતુ હવે તમારે આવું કરવાની કોઈ જ જરૂર નથી. તમે ધારો તો તમારી જૂની પેટ્રોલ કે ડીઝલ કારને જ ઇલેક્ટ્રિક વાહન (EV) માં રૂપાંતરિત કરી શકો છો. ચાલો જાણીએ આ નવી ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે અને તેનો ખર્ચ કેટલો આવે છે.

કાર રેટ્રોફિટિંગ (Retrofitting) શું છે?

જૂની કારને ઇલેક્ટ્રિકમાં બદલવાની આ પ્રક્રિયાને ઓટોમોબાઈલની ભાષામાં 'રેટ્રોફિટિંગ' કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં કારમાંથી જૂનું ICE (પેટ્રોલ-ડીઝલ એન્જિન), ફ્યુઅલ ટાંકી અને ગિયરબોક્સને સંપૂર્ણપણે બહાર કાઢી લેવામાં આવે છે. ત્યારબાદ તેની જગ્યાએ ઇલેક્ટ્રિક મોટર, કંટ્રોલર અને લિથિયમ-આયન બેટરી પેક ઇન્સ્ટોલ કરવામાં આવે છે.

આ કામગીરી માટે ARAI (Automotive Research Association of India) દ્વારા માન્યતા પ્રાપ્ત કંપનીઓ ખાસ ડિઝાઇન કરેલી EV કન્વર્ઝન કીટનો ઉપયોગ કરે છે. આ ટેકનોલોજીની સૌથી મોટી ખાસિયત એ છે કે તે કારના મૂળ માળખાને નુકસાન પહોંચાડ્યા વિના તેને એકદમ નવી ઇલેક્ટ્રિક કારની જેમ દોડવા માટે તૈયાર કરી દે છે.

કારને EV બનાવવામાં કેટલો ખર્ચ થશે?

તમારી જૂની કારને EV માં રૂપાંતરિત કરવાનો ખર્ચ મુખ્યત્વે તેમાં વપરાતી બેટરીની સાઈઝ અને મોટરના પ્રકાર પર આધાર રાખે છે.

નાની કાર માટે: જો તમારી પાસે નાની હેચબેક કાર છે અને તમે તેને ટૂંકી રેન્જ (ઓછા કિલોમીટર) માટે કન્વર્ટ કરાવી રહ્યા છો, તો તેનો અંદાજિત ખર્ચ 3,00,000 થી 6,00,000 રૂપિયાની વચ્ચે આવી શકે છે.

લાંબી રેન્જ માટે: જો તમે 200 થી 300 કિલોમીટરની લાંબી રેન્જ આપતું મોટું બેટરી પેક લગાવવા માંગો છો, તો આ ખર્ચ 10 લાખ રૂપિયા સુધી પણ પહોંચી શકે છે.

જોકે, નિષ્ણાતોનું માનવું છે કે જૂની કાર પાછળ 10 લાખ રૂપિયા ખર્ચવા એ આર્થિક રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે, કારણ કે આજના સમયમાં આટલી કિંમતમાં બજારમાંથી તદ્દન નવી ઇલેક્ટ્રિક કાર સરળતાથી ખરીદી શકાય છે.

આ પણ વાંચોઃ એક ચાર્જમાં 400 KM! હ્યુન્ડાઇ-કિયાની નવી ઇલેક્ટ્રિક કાર બજારમાં મચાવશે ધૂમ

RTO મંજૂરી અને કાનૂની પ્રક્રિયા શું છે?

કારને મિકેનિકલ રીતે કન્વર્ટ કરવાની સાથે સાથે કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવી પણ એટલી જ જરૂરી છે. તમારી જૂની કારને સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનમાં રૂપાંતરિત કરતા પહેલા તમારે RTO (પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી) પાસેથી મંજૂરી લેવી પડે છે.

સૌ પ્રથમ તમારે જૂની કારનું જૂનું રજીસ્ટ્રેશન (RC) રદ કરાવવું પડે છે. ત્યારબાદ, સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત એજન્સી પાસેથી જ EV કીટ ઇન્સ્ટોલ કરાવવી હિતાવહ છે. રૂપાંતરણનું કામ પૂરું થયા પછી RTO અધિકારીઓ વાહનનું નિરીક્ષણ કરે છે અને બધું યોગ્ય જણાતા તેને ઇલેક્ટ્રિક વાહન તરીકે રજીસ્ટર કરીને નવી RC બુક અને લીલા રંગની નંબર પ્લેટ ફાળવે છે. આ પ્રક્રિયા બાદ તમારી કાર કાયદેસર રીતે ઇલેક્ટ્રિક વાહન બની જાય છે અને તેને સ્ક્રેપ થવાનું કોઈ જોખમ રહેતું નથી.

આ પણ વાંચોઃ પેટ્રોલના ઊંચા ભાવ વચ્ચે આ છે સૌથી વધુ માઈલેજ આપતી પેટ્રોલ કાર્સ, લિસ્ટમાં SUV પણ સામેલ

Frequently Asked Questions

કાર રેટ્રોફિટિંગ શું છે?

કાર રેટ્રોફિટિંગ એ જૂના પેટ્રોલ/ડીઝલ વાહનને ઇલેક્ટ્રિક વાહનમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા છે. તેમાં જૂના એન્જિનને કાઢીને ઇલેક્ટ્રિક મોટર, કંટ્રોલર અને લિથિયમ-આયન બેટરી ઇન્સ્ટોલ કરવામાં આવે છે.

જૂની કારને EV માં રૂપાંતરિત કરવાનો ખર્ચ કેટલો થાય છે?

ખર્ચ બેટરીની સાઈઝ અને મોટરના પ્રકાર પર આધાર રાખે છે. નાની કાર માટે અંદાજિત ₹3 થી 6 લાખ, જ્યારે લાંબી રેન્જ માટે ₹10 લાખ સુધીનો ખર્ચ આવી શકે છે.

EV રૂપાંતરણ માટે કઈ કાનૂની પ્રક્રિયા કરવી પડે છે?

સૌ પ્રથમ RTO પાસેથી મંજૂરી લેવી પડે છે અને જૂનું રજીસ્ટ્રેશન રદ કરવું પડે છે. રૂપાંતરણ બાદ RTO અધિકારીઓ નિરીક્ષણ કરી નવી EV તરીકે નોંધણી કરીને લીલી નંબર પ્લેટ ફાળવે છે.

જૂની પેટ્રોલ/ડીઝલ કારને EV માં રૂપાંતરિત કરવાથી શું ફાયદો થાય છે?

જૂની કારો પરના પ્રતિબંધોથી બચી શકાય છે અને તેને સ્ક્રેપ થતી અટકાવી શકાય છે. નવી મોંઘી ઇલેક્ટ્રિક કાર ખરીદવાનો ખર્ચ પણ ટાળી શકાય છે.

Advertisement

ટોપ સ્ટોરી

પેટ્રોલનું ટેન્શન ખતમ: માત્ર ₹25/લિટરના ખર્ચે દોડશે કાર! નીતિન ગડકરીનો મોટો ખુલાસો
પેટ્રોલનું ટેન્શન ખતમ: માત્ર ₹25/લિટરના ખર્ચે દોડશે કાર! નીતિન ગડકરીનો મોટો ખુલાસો
ડિઝાયરને ટક્કર આપવા આવી Tata Aris: ₹5.29 લાખ શરૂઆતી કિંમત, જાણો પ્રીમિયમ ફિચર્સ
ડિઝાયરને ટક્કર આપવા આવી Tata Aris: ₹5.29 લાખ શરૂઆતી કિંમત, જાણો પ્રીમિયમ ફિચર્સ
નવી SUV લેવી છે? ₹10 લાખમાં મળશે 5-સ્ટાર સેફ્ટી અને દમદાર માઇલેજ, જુઓ ટોપ 5 કાર્સ
નવી SUV લેવી છે? ₹10 લાખમાં મળશે 5-સ્ટાર સેફ્ટી અને દમદાર માઇલેજ, જુઓ ટોપ 5 કાર્સ
Ather એ દમદાર ફીચર્સ સાથે લોન્ચ કર્યું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર, કિંમત 80 હજારથી પણ ઓછી
Ather એ દમદાર ફીચર્સ સાથે લોન્ચ કર્યું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર, કિંમત 80 હજારથી પણ ઓછી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ
વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ
ઉજ્જૈનમાં શાહી મસ્જિદના ભાગને હટાવવાને લઈ હોબાળો, પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં; આખા શહેરમાં એલર્ટ
ઉજ્જૈનમાં શાહી મસ્જિદના ભાગને હટાવવાને લઈ હોબાળો, પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં; આખા શહેરમાં એલર્ટ
દિવાળી પહેલા ગ્રાહકોને લાગશે ઝટકો! 1 ઓક્ટોબરથી મોંઘા થઈ જશે AC, ફ્રિજ, TV અને વોશિંગ મશીન
દિવાળી પહેલા ગ્રાહકોને લાગશે ઝટકો! 1 ઓક્ટોબરથી મોંઘા થઈ જશે AC, ફ્રિજ, TV અને વોશિંગ મશીન
Embed widget