શોધખોળ કરો

ઓછી કિંમતમાં દેશનું પહેલું AI સ્કૂટર લોન્ચ, જાણો રેન્જ અને ફીચર્સ

E3 Trion Electric Scooter Launch: બેંગલોર બેસ્ડ ઈવી સ્ટાર્ટઅપ E3 ઇલેક્ટ્રિક.AI એ ભારતનું પહેલું AI-પાવર્ડ E3 Trion ઇલેક્ટ્રિક સ્કૂટર 99,999 રૂપિયાની શરૂઆતી કિંમતમાં લોન્ચ કર્યું છે. જાણો ફીચર્સ અને રેન્જ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પ્યોર ઈવીએ AI-આધારિત Trion ઇલેક્ટ્રિક સ્કૂટર ₹99,999 થી લોન્ચ.
  • ત્રણ વેરિઅન્ટ: C1x 165km રેન્જ, C2 82kmph ટોપ-સ્પીડ ધરાવે છે.
  • AI હેલ્થ સ્કેન, સ્માર્ટ ટ્રિપ પ્લાનર સહિત 100+ ફીચર્સ શામેલ છે.
  • માર્સ રોવર ડિઝાઇન, 52L સ્ટોરેજ અને 8 વર્ષની વોરંટી મળે છે.

E3 Trion Electric Scooter Launch: ભારતમાં વધતા પેટ્રોલના ભાવના કારણે હવે લોકોનો ઝુકાવ ઇલેક્ટ્રિક સ્કૂટર્સ તરફ વધુ જોવા મળી રહ્યો છે. જેના કારણે હવે આપણને રસ્તાઓ પર વધુ ઇલેક્ટ્રિક સ્કૂટર્સ જોવા મળી રહ્યા છે. વળી, આવનારા સમયમાં EV સ્કૂટર્સની ડિમાન્ડ વધતી જ દેખાઈ રહી છે. જણાવાનું કે, હવે ઇલેક્ટ્રિક સ્કૂટર્સ ધાંસુ ફીચર્સ સાથે આવી રહ્યા છે. પરંતુ આ વખતે ઓટો ઇન્ડસ્ટ્રીમાં એક મોટો ટેકનિકલ બદલાવ જોવા મળ્યો છે.

 

જણાવી દઈએ કે, બેંગલોર સ્થિત પ્યોર ઈવી સ્ટાર્ટઅપ E3 Electric.AI એ દેશનું પહેલું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર આધારિત સ્માર્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર E3 Trion સત્તાવાર રીતે ભારતીય બજારમાં લોન્ચ કરી દીધું છે. ભારતનું પહેલું ઈન્ટેલિજન્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર કહેવાઈ રહેલા આ ટુ-વ્હીલરને 99,999 રૂપિયાની અત્યંત ઓછી શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત પર ઉતારવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે આ સ્કૂટરને માત્ર એક એપ-કનેક્ટેડ વાહન તરીકે નહીં પરંતુ AI ને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો...Cars Buying Tips: બજેટમાં 7-સીટર ગાડી જોઈએ છે ? આ કારો જુઓ, કિંમત 6 લાખથી પણ ઓછી

શું રહેવાની છે કિંમત?

તમને જણાવી દઈએ કે, E3 Trion ઇલેક્ટ્રિક સ્કૂટરને કંપનીએ કુલ ત્રણ વેરિઅન્ટ્સમાં લોન્ચ કર્યું છે. જેમાં C1, C1x અને C2 મોડેલ આપણને જોવા મળશે. ચાલો ત્રણેય મોડેલની કિંમતને સમજીએ.

  • Trion C1: આ કંપનીનું બેઝ મોડેલ હશે અને તેમાં તમને 2.3 kWh ની રિમૂવેબલ લિથિયમ આયર્ન ફોસ્ફેટ બેટરી આપવામાં આવી છે. આને તમે ઘર કે ઓફિસમાં ગમે ત્યાં લઈ જઈને સરળતાથી ચાર્જ કરી શકો છો. આની એક્સ-શોરૂમ કિંમત 99,999 રૂપિયા રાખવામાં આવી છે.
  • Trion C1x: આ મોડેલ કંપનીનું મિડ વેરિઅન્ટ છે. આ 3 kWh ની ફિક્સ્ડ બેટરી સાથે આવે છે. જે સિંગલ ચાર્જ પર 165 કિલોમીટર સુધીની ઉત્કૃષ્ટ રેન્જ આપે છે. જણાવવાનું કે, આની કિંમત 1.09 લાખ રૂપિયા રાખવામાં આવી છે.
  • Trion C2: જ્યારે આ મોડેલ આ લાઇનઅપનું પર્ફોર્મન્સ-ઓરિએન્ટેડ મોડેલ છે. તેમાં પણ 3 kWh ની ફિક્સ્ડ બેટરી મળે છે પરંતુ તે વધુ પાવરફુલ 3.5 kW મોટરથી સજ્જ છે. આની ટોપ સ્પીડ 82 કીમી/કલાક છે અને આની એક્સ-શોરૂમ કિંમત 1.19 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

AI અને સ્માર્ટ કનેક્ટિવિટી ફીચર્સ

તમને જણાવી દઈએ કે, આ ઇલેક્ટ્રિક સ્કૂટરનું સૌથી મોટું આકર્ષણ એનું E3 કમાન્ડ સેન્ટર સોફ્ટવેર ઈકોસિસ્ટમ છે. જે ક્લાઉડ કનેક્ટિવિટી દ્વારા રિયલ-ટાઇમમાં કામ કરે છે. તેમાં 100 થી પણ વધુ AI-બેસ્ડ અને કનેક્ટેડ ફીચર્સ આપવામાં આવ્યા છે. ચાલો જાણીએ તમામ ફીચર્સ વિશે:

  • AI હેલ્થ સ્કેન: આ ફીચર માત્ર 10 સેકન્ડની અંદર આખા સ્કૂટરની હેલ્થ તપાસ કરી લે છે અને કોઈ પણ ખામી કે સંભવિત સમસ્યાની એડવાન્સ રિપોર્ટ આપી દે છે.
  • સ્માર્ટ ટ્રિપ પ્લાનર: વળી, મુસાફરી દરમિયાન ચાર્જિંગ સ્ટેશન શોધવા, બેટરીની સ્થિતિ અને રૂટ એનાલિસિસમાં AI મદદ કરે છે. સાથે જ સર્વિસની જરૂર પડતા પહેલાં પ્રેડિક્ટિવ એલર્ટ્સ મોકલે છે.
  • સુરક્ષા અને ડેશકેમ સપોર્ટ: તમને જણાવી દઈએ કે આ સ્કૂટરમાં ઈન-બિલ્ટ ડેશકેમ સપોર્ટ, ઈમરજન્સી SOS આસિસ્ટન્સ, જીઓ-ફેન્સિંગ અને લાઈવ ટર્ન-બાય-ટર્ન નેવિગેશન આપવામાં આવ્યું છે.
  • 5-ઈંચ ડિસ્પ્લે: જ્યારે ડ્રાઈવરની જાણકારી માટે તેમાં 5-ઈંચની ડિજિટલ LCD સ્ક્રીન આપવામાં આવી છે જે સ્માર્ટફોન સાથે સરળતાથી કનેક્ટ થઈ જાય છે.

ડિઝાઇન, સ્ટોરેજ અને વોરંટી

તમને એ જણાવી દઈએ કે, E3 Trion ને TRIAXISFRAME મોડ્યુલર આર્કિટેક્ચર પર બનાવવામાં આવ્યું છે. આની ઓવરઓલ ડિઝાઇન માર્સ રોવરથી પ્રેરિત છે. જેમાં આગળની તરફ ડ્યુઅલ પ્રોજેક્ટર LED હેડલેમ્પ્સ અને રિયરમાં પ્રીમિયમ ટેલલાઇટ્સ જોવા મળે છે. ખરાબ અને ઊબડ-ખાબડ રસ્તાઓ પર ઉત્તમ રાઇડ ક્વોલિટી માટે તેમાં 14-ઈંચના મોટા એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે.

વળી, આ સિવાય તેમાં અંડર-સીટ, ગ્લોવ બોક્સ અને ફ્લોરબોર્ડ મિલાવીને કુલ 52 લીટરની મોટી બૂટ સ્પેસ મળે છે. ગ્રાહકોનો ભરોસો જીતવા અને મેન્ટેનન્સની ચિંતા દૂર કરવા માટે કંપની આ સ્કૂટર અને એની બેટરી પર 8 વર્ષ કે 1 લાખ કિલોમીટર સુધીની લાંબી વોરંટી ઓફર કરી રહી છે. જણાવવાનું કે, આ સ્કૂટર 6 રંગોમાં લોન્ચ થયું છે જેમાં સોલર રેડ, મિસ્ટી ગ્રીન, ગ્રેફાઇટ ગ્રે, નોવા બ્લુ, ટીલ બ્લુ અને લૂના વ્હાઇટમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે.

Frequently Asked Questions

E3 Trion ઇલેક્ટ્રિક સ્કૂટર શું છે અને તેની મુખ્ય વિશેષતા શું છે?

E3 Trion એ બેંગલોર સ્થિત પ્યોર ઈવી સ્ટાર્ટઅપ દ્વારા લોન્ચ કરાયેલું ભારતનું પ્રથમ AI-આધારિત સ્માર્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર છે. તેની શરૂઆતની કિંમત ₹99,999 છે.

E3 Trion ઇલેક્ટ્રિક સ્કૂટર કયા વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ છે અને તેની કિંમતો શું છે?

E3 Trion ત્રણ વેરિઅન્ટ્સમાં આવે છે: C1 (₹99,999), C1x (₹1.09 લાખ), અને C2 (₹1.19 લાખ). દરેક વેરિઅન્ટ બેટરી અને પર્ફોર્મન્સમાં અલગ છે.

E3 Trion માં કયા AI અને સ્માર્ટ કનેક્ટિવિટી ફીચર્સ આપવામાં આવ્યા છે?

તેમાં AI હેલ્થ સ્કેન, સ્માર્ટ ટ્રિપ પ્લાનર, ઇન-બિલ્ટ ડેશકેમ સપોર્ટ, ઇમરજન્સી SOS આસિસ્ટન્સ અને જીઓ-ફેન્સિંગ જેવા 100 થી વધુ ફીચર્સ છે.

E3 Trion સ્કૂટર અને તેની બેટરી પર કેટલી વોરંટી મળે છે અને સ્ટોરેજ કેટલું છે?

કંપની સ્કૂટર અને બેટરી પર 8 વર્ષ કે 1 લાખ કિલોમીટર સુધીની વોરંટી આપે છે. તેમાં કુલ 52 લીટરની મોટી બૂટ સ્પેસ પણ ઉપલબ્ધ છે.

ટોપ સ્ટોરી

Royal Enfield Himalayan 750: રૉયલ એનફિલ્ડ વધારશે એડવેન્ચરનો રોમાંચ, આ દિવસે લૉન્ચ થશે Himalayan 750
Royal Enfield Himalayan 750: રૉયલ એનફિલ્ડ વધારશે એડવેન્ચરનો રોમાંચ, આ દિવસે લૉન્ચ થશે Himalayan 750
AI Boom Automotive Chip Shortage: AIના કારણે મોંઘી થશે કારો, ચિપની કમીએ વધાર્યું ટેન્શન
AI Boom Automotive Chip Shortage: AIના કારણે મોંઘી થશે કારો, ચિપની કમીએ વધાર્યું ટેન્શન
Tata Cars Hacking: ટાટાની કારોમાં હેકિંગનો ખતરો, સરકારી એજન્સીએ જાહેર કર્યું એલર્ટ
Tata Cars Hacking: ટાટાની કારોમાં હેકિંગનો ખતરો, સરકારી એજન્સીએ જાહેર કર્યું એલર્ટ
Compact SUV Growth: SUV ખરીદવાનો વધ્યો ક્રેઝ, CNG અને EVની પણ વધી ડિમાન્ડ
Compact SUV Growth: SUV ખરીદવાનો વધ્યો ક્રેઝ, CNG અને EVની પણ વધી ડિમાન્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુજ્જુભાઈના ગામમાં ખજૂરની મીઠાશ
Junagadh Civil Hospital: જૂનાગઢ સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વીડિયો વાયરલ! દિવ્યાંગ મહિલાને રસ્તા પર ઢસડાવું પડ્યું
Ayodhya Deepotsav 2026: અયોધ્યામાં દિવ્ય દીપોત્સવનો પ્રારંભ! 30 લાખ દીવાઓથી ઝળહળ્યો સરયુ ઘાટ
Meet Mandakini Dadi: 100 વર્ષની ઉંમરે પણ યુવાનો જેવો જુસ્સો! અમદાવાદનાં મંદાકિની બાની પ્રેરણાદાયી કહાની
PM Modi: જવાનો સાથે દિવાળી મનાવશે પ્રધાનમંત્રી મોદી, દેશવાસીઓને આપ્યો ખાસ સંદેશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Air Pollution: દિવાળીએ અમદાવાદમાં પ્રદૂષણનો વિસ્ફોટ, ચાર વિસ્તારોમાં AQI 200ને પાર, હવા બની ઝેરી
Air Pollution: દિવાળીએ અમદાવાદમાં પ્રદૂષણનો વિસ્ફોટ, ચાર વિસ્તારોમાં AQI 200ને પાર, હવા બની ઝેરી
ઇઝરાયેલમાં સત્તા પરિવર્તનના સંકેત!, નેતન્યાહૂને મોટો ઝટકો! આઇઝેનકોટને મળ્યું સરકાર બનાવવાનું આમંત્રણ
ઇઝરાયેલમાં સત્તા પરિવર્તનના સંકેત!, નેતન્યાહૂને મોટો ઝટકો! આઇઝેનકોટને મળ્યું સરકાર બનાવવાનું આમંત્રણ
Diwali 2026: જાણો લક્ષ્મી પૂજાના શુભ મુહૂર્ત, તિથિ અને પૂજાની સંપૂર્ણ વિધિ
Diwali 2026: જાણો લક્ષ્મી પૂજાના શુભ મુહૂર્ત, તિથિ અને પૂજાની સંપૂર્ણ વિધિ
દેશમાં દિવાળીની ધૂમ! PM મોદી સહિત અનેક નેતાઓએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ
દેશમાં દિવાળીની ધૂમ! PM મોદી સહિત અનેક નેતાઓએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ
અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી; રામનગરી 30 લાખ માટીના દીવાઓથી ઝળહળી ઊઠી
અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી; રામનગરી 30 લાખ માટીના દીવાઓથી ઝળહળી ઊઠી
PM મોદીએ આપી દિવાળીની શુભકામના, શેર કર્યો વીડિયો મેસેજ, કહ્યું- 'રોશનીથી ઝગમગી રહ્યો છે દેશ'
PM મોદીએ આપી દિવાળીની શુભકામના, શેર કર્યો વીડિયો મેસેજ, કહ્યું- 'રોશનીથી ઝગમગી રહ્યો છે દેશ'
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક
દિવાળીના દિવસે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ટાઈમિંગથી LIVE સ્ટ્રીમિંગ સુધીની તમામ માહિતી
દિવાળીના દિવસે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ટાઈમિંગથી LIVE સ્ટ્રીમિંગ સુધીની તમામ માહિતી
Embed widget