શોધખોળ કરો

માર્કેટમાં આવી રહી છે આ ગજબની બાઇક, 7 રૂપિયામાં 100 કિલોમીટર દોડશે, નહીં પડે લાયસન્સની જરૂર

આ Atum 1.0 બાઈક એટલી સસ્તી છે કે માત્ર 7 થી 8 રૂપિયામાં 100 કિલોમીટર સુધી દોડી શકે છે.

હૈદરાબાદ: હૈદરાબાદની એક ઈલેક્ટ્રિક વ્હીકલ કંપની Atumobileએ ખૂબજ સસ્તી ઈલેક્ટ્રિક બાઈક લોન્ચ કરી છે. આ બાઈકનું નામ Atum 1.0 છે. આ બાઈક ઈન્ટરનેશલ સેન્ટર ફોર ઑટોમોટિવ ટેક્નોલોજી (ICAT) અપ્રૂવ્ડ લો સ્પીડ ઇલેક્ટ્રિક બાઈક છે. આ બાઈક એટલી સસ્તી છે કે માત્ર 7 થી 8 રૂપિયામાં 100 કિલોમીટર સુધી દોડી શકે છે. આ બાઈક માટે નહીં જરૂર પડે લાયસન્સની Atum 1.0 બાઈકને ચલાવવા માટે કોઈ ડ્રાઈવિંગ લાયસન્સ કે રજિસ્ટ્રેશનની જરૂર નહી પડે. તેને ખાસ ભારતીય ગ્રાહકો માટે ડિઝાઈન કરવામાં આવી છે. આ ઈલેક્ટ્રિક બાઈકમાં પોર્ટેબલ લિથિયમ-ઓયન બેટરી આપવામાં આવી છે, જે ચારથી પાંચ કલાકમાં ફુલ ચાર્જ થાય છે. કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, આ બાઈક સિંગલ ચાર્જ પછી 100 કિલોમીટરની રેન્જ સુધી દોડી શકે છે. આ બાઈકમાં બે વર્ષની બેટરી વોરંટી આપવામાં આવી છે. તેમાં અનેક કલર ઓપ્શન પણ આપવામાં આવ્યા છે. Atum 1.0 ઈલેક્ટ્રિક બાઈકમાં 6 કિલોગ્રામની લાઈટવેટ પોર્ટેબલ બેટરી પેક પણ આપવામાં આવી છે. તેમાં ગમે ત્યાં નોર્મલ થ્રી-પિન સોકેટનો ઉપયોગ કરીને ચાર્જ કરી શકાય છે. બાઈકની કિંમતની વાત કરીએ તો તેની કિંમત 50 હજાર રૂપિયા રાખવામાં આવી છે. 7 રૂપિયામાં દોડશે 100 કિમી કંપનીના દાવા અનુસાર સિંગલ ચાર્જ કર્યા બાદ એક યૂનિટ વીજળી ગ્રહણ કરે છે. એટલે કે, બાઈક 7-10 રૂપિયામાં 100 કિલોમીટર સુધી દોડી શકે છે. કંપની અનુસાર ટ્રેડિશનલ ICE બાઈકમાં 100 કિલોમીટરનો ખર્ચ લગભગ 80 થી 100 રૂપિયા પ્રતિ દિન છે. ઈલેક્ટ્રિક બાઈકમાં 20X4 ફેટ-બાઈક ટાયર આપવામાં આવ્યા છે. બાઈક લો સીટ હાઈટ, LED હેડલાઈટ, ઈન્ડીકેટર્સ, ટેલલાઈટ અને ફુલ ડિજિટલ ડિસ્પ્લેથી સજ્જ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

28 km સુધીની માઇલેજ! બજેટમાં આવતી આ 5 બેસ્ટ CNG SUV વિશે જાણો
28 km સુધીની માઇલેજ! બજેટમાં આવતી આ 5 બેસ્ટ CNG SUV વિશે જાણો
5 લાખથી ઓછી કિંમતની આ 5 ધમાકેદાર કાર, માઈલેજમાં આપશે ભલભલી ગાડીઓને ટક્કર!
5 લાખથી ઓછી કિંમતની આ 5 ધમાકેદાર કાર, માઈલેજમાં આપશે ભલભલી ગાડીઓને ટક્કર!
માત્ર 1 લાખ રૂપિયા આપીને ઘરે લાવો નવી Innova Hycross, જાણો EMI અને ફાઇનાન્સનું પૂરું ગણિત
માત્ર 1 લાખ રૂપિયા આપીને ઘરે લાવો નવી Innova Hycross, જાણો EMI અને ફાઇનાન્સનું પૂરું ગણિત
Brezza vs Kiger, ઓછા બજેટમાં કઈ SUV ખરીદવી છે સૌથી બેસ્ટ?
Brezza vs Kiger, ઓછા બજેટમાં કઈ SUV ખરીદવી છે સૌથી બેસ્ટ?

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત
Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
Labh Drishti Rajyog 2026: બુધ-શુક્ર બનાવશે ખાસ સંયોગ! 13 ઓગસ્ટથી 4 રાશિઓના અચ્છે દિન
Labh Drishti Rajyog 2026: બુધ-શુક્ર બનાવશે ખાસ સંયોગ! 13 ઓગસ્ટથી 4 રાશિઓના અચ્છે દિન
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
Embed widget