શોધખોળ કરો

5 વર્ષમાં કયું સ્કૂટર સસ્તું પડશે, ઇલેક્ટ્રિક કે પેટ્રોલ? જાણો ખરીદી અને સર્વિસિંગનો હિસાબ

Electric vs petrol scooter: બંને સ્કૂટરની ઓન-રોડ કિંમત, 5 વર્ષનો રનિંગ અને મેન્ટેનન્સ ખર્ચ તેમજ બેટરી લાઇફની ગણતરી સમજો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઇલેક્ટ્રિક સ્કૂટરની શરૂઆતની કિંમત પેટ્રોલ કરતાં ₹45,000 વધુ હોય છે.
  • પાંચ વર્ષમાં ઇલેક્ટ્રિક સ્કૂટર ઇંધણ ખર્ચમાં ₹1 લાખથી વધુ બચાવે.
  • તેનો સર્વિસિંગ ખર્ચ પણ પેટ્રોલ સ્કૂટર કરતાં ઘણો ઓછો આવે છે.
  • લાંબા ગાળે ઇલેક્ટ્રિક સ્કૂટર ₹1.2 લાખથી વધુની બચત કરાવે છે.

Electric vs petrol scooter: ભારતીય ટુ-વ્હીલર માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી ઇલેક્ટ્રિક સ્કૂટર્સની લોકપ્રિયતામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આજે જ્યારે કોઈ સામાન્ય ગ્રાહક નવું સ્કૂટર ખરીદવા નીકળે છે, ત્યારે તેના મનમાં સૌથી મોટો સવાલ એ જ ઊભો થાય છે કે પેટ્રોલ સ્કૂટર લેવું વધુ ફાયદાકારક રહેશે કે પછી ઇલેક્ટ્રિક સ્કૂટર તરફ વળવું?

સામાન્ય રીતે લોકો શરૂઆતની શોરૂમ કિંમત જોઈને નિર્ણય લેતા હોય છે, જેના કારણે મૂંઝવણ સર્જાય છે. જો તમે પણ નવું વાહન લેવાનું વિચારી રહ્યા છો, તો ચાલો ખરીદીથી માંડીને 5 વર્ષના વપરાશ, દૈનિક રનિંગ અને સર્વિસિંગ ખર્ચના આધારે સમજીએ કે તમારા માટે કયો વિકલ્પ સૌથી વધુ આર્થિક સાબિત થશે.

ઓન-રોડ કિંમતનો તફાવત

જ્યારે તમે નવું વાહન ખરીદો છો ત્યારે સૌથી પહેલો ખર્ચ તેની ઓન-રોડ કિંમતનો હોય છે. બજારમાં કોઈપણ પ્રતિષ્ઠિત કંપનીનું સારું પેટ્રોલ સ્કૂટર આશરે ₹90,000 થી ₹100,000 ની કિંમતમાં સરળતાથી મળી જાય છે.

તેની સરખામણીમાં સારી બેટરી રેન્જ ધરાવતું પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા માટે તમારે આશરે ₹120,000 થી ₹145,000 સુધીનો ખર્ચ કરવો પડે છે. આનો સીધો અર્થ એ થયો કે શરૂઆતમાં તમારે ઇલેક્ટ્રિક સ્કૂટર માટે પેટ્રોલ કરતાં ₹30,000 થી ₹45,000 વધુ ચૂકવવા પડે છે.

દૈનિક ડ્રાઇવિંગ અને ઇંધણનો ખર્ચ

જો તમારો દૈનિક પ્રવાસ સરેરાશ 30 થી 40 કિલોમીટર જેટલો હોય, તો પેટ્રોલ સ્કૂટરમાં 5 વર્ષ દરમિયાન આશરે ₹125,000 થી પણ વધુ રકમ માત્ર પેટ્રોલમાં ખર્ચાઈ જાય છે.

બીજી તરફ, જો તમે ઇલેક્ટ્રિક સ્કૂટરને ઘરે નિયમિત ચાર્જ કરો છો, તો 5 વર્ષમાં કુલ વીજળી ખર્ચ માંડ ₹15,000 થી ₹20,000 જેટલો જ આવે છે. એટલે કે, તમે 5 વર્ષના સમયગાળામાં માત્ર ઇંધણ પેટે જ ₹100,000 થી વધુ રકમની સીધી અને જંગી બચત કરી શકો છો.

સર્વિસિંગ અને જાળવણી ખર્ચ

સ્કૂટર ગમે તે હોય, લાંબા આયુષ્ય માટે તેની યોગ્ય જાળવણી અનિવાર્ય છે. પેટ્રોલ સ્કૂટરમાં દર થોડા મહિને એન્જિન ઓઇલ બદલવું, એર ફિલ્ટર સાફ કરવું, સ્પાર્ક પ્લગ બદલવા અને ટ્યુનિંગ કરાવવું પડે છે. આ બધો નિયમિત ખર્ચ મળીને 5 વર્ષમાં અંદાજે ₹30,000 સુધી પહોંચી જાય છે.

ઇલેક્ટ્રિક સ્કૂટરમાં એન્જિન હોતું નથી, જેથી ઓઇલ ચેન્જ કે એન્જિન સર્વિસિંગની કોઈ ઝંઝટ રહેતી નથી. તેમાં માત્ર બ્રેક પેડ અને ટાયર જેવા સામાન્ય પાર્ટ્સનો જ ખર્ચ થાય છે. આથી 5 વર્ષમાં ઇલેક્ટ્રિક સ્કૂટરનો કુલ મેન્ટેનન્સ ખર્ચ માંડ ₹8,000 થી ₹12,000 જેટલો જ રહે છે.

બેટરી લાઇફ અને વોરંટી

મોટાભાગની જાણીતી કંપનીઓ ઇલેક્ટ્રિક સ્કૂટરની બેટરી પર 3 થી 5 વર્ષની સત્તાવાર વોરંટી આપે છે. જો બેટરીને નિયમિત અને યોગ્ય રીતે ચાર્જ કરવામાં આવે, તો તે 5 વર્ષ કે તેથી વધુ સમય આસાનીથી ચાલે છે. પાંચ વર્ષ પછી જો ક્યારેય બેટરી બદલવાની જરૂર પડે, તો તેનો અંદાજિત ખર્ચ ₹30,000 થી ₹40,000 જેટલો થઈ શકે છે.

બધા પાસાંઓનો સરવાળો માંડીએ તો શરૂઆતમાં ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા માટે ₹35,000 થી ₹40,000 વધુ ચૂકવવા પડે છે, પરંતુ 5 વર્ષમાં તે ઇંધણ અને સર્વિસિંગ મળીને ₹120,000 થી વધુની ચોખ્ખી બચત કરાવી આપે છે. જો તમારું દૈનિક રનિંગ સારું હોય, તો ઇલેક્ટ્રિક સ્કૂટર પૈસાનું પૂરેપૂરું વળતર આપે છે અને લાંબા ગાળે પેટ્રોલ સ્કૂટર કરતાં ઘણું સસ્તું પડે છે.

Frequently Asked Questions

પેટ્રોલ અને ઇલેક્ટ્રિક સ્કૂટરની શરૂઆતની કિંમતમાં શું તફાવત છે?

પેટ્રોલ સ્કૂટર આશરે ₹90,000-₹100,000માં મળે છે. સારી રેન્જવાળા ઇલેક્ટ્રિક સ્કૂટર માટે ₹120,000-₹145,000 ખર્ચ થાય છે, જે પેટ્રોલ કરતાં ₹30,000-₹45,000 વધુ છે.

5 વર્ષના દૈનિક વપરાશમાં પેટ્રોલ અને ઇલેક્ટ્રિક સ્કૂટરનો ઇંધણ ખર્ચ કેટલો આવે છે?

30-40 કિ.મી. દૈનિક પ્રવાસ માટે 5 વર્ષમાં પેટ્રોલ સ્કૂટરમાં ₹125,000 થી વધુ ખર્ચ થાય છે. ઇલેક્ટ્રિક સ્કૂટરમાં વીજળીનો ખર્ચ માત્ર ₹15,000 થી ₹20,000 થાય છે.

ઇલેક્ટ્રિક અને પેટ્રોલ સ્કૂટરનો 5 વર્ષનો જાળવણી ખર્ચ કેટલો હોય છે?

પેટ્રોલ સ્કૂટરમાં 5 વર્ષનો સર્વિસિંગ ખર્ચ આશરે ₹30,000 થાય છે. ઇલેક્ટ્રિક સ્કૂટરમાં એન્જિન ન હોવાથી મેન્ટેનન્સ ખર્ચ માત્ર ₹8,000 થી ₹12,000 જેટલો રહે છે.

લાંબા ગાળે ઇલેક્ટ્રિક સ્કૂટર પેટ્રોલ સ્કૂટર કરતાં કેટલું ફાયદાકારક છે?

શરૂઆતમાં ₹35,000-₹40,000 વધુ ખર્ચવા પડે છે, પરંતુ 5 વર્ષમાં ઇંધણ અને સર્વિસિંગ ખર્ચમાં ₹120,000 થી વધુની બચત થાય છે. આમ, લાંબા ગાળે તે વધુ સસ્તું પડે છે.

Advertisement

ટોપ સ્ટોરી

Compact SUV Growth: SUV ખરીદવાનો વધ્યો ક્રેઝ, CNG અને EVની પણ વધી ડિમાન્ડ
Compact SUV Growth: SUV ખરીદવાનો વધ્યો ક્રેઝ, CNG અને EVની પણ વધી ડિમાન્ડ
Nissan free CNG kit offer: પેટ્રોલના ખર્ચામાંથી મુક્તિ, નવી કાર પર મફત મળશે સરકારી માન્ય CNG કીટ!
Nissan free CNG kit offer: પેટ્રોલના ખર્ચામાંથી મુક્તિ, નવી કાર પર મફત મળશે સરકારી માન્ય CNG કીટ!
Pagani Huayra 70 Anima: અસલી હીરાઓથી સજ્જ છે Pagani ની આ સુપરકાર, કિંમત સાંભળીને હોશ ઊડી જશે
Pagani Huayra 70 Anima: અસલી હીરાઓથી સજ્જ છે Pagani ની આ સુપરકાર, કિંમત સાંભળીને હોશ ઊડી જશે
Maruti Suzuki Exports: 120 દેશોમાં Marutiનો જલવો, 10 મહિનામાં વેચી દીધી 4.2 લાખ કારો
Maruti Suzuki Exports: 120 દેશોમાં Marutiનો જલવો, 10 મહિનામાં વેચી દીધી 4.2 લાખ કારો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Uttarkashi Car Accident: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, ચાર ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
Uttarkashi Car Accident: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, ચાર ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
Stock Market: દિવાળી પહેલા શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1400 પોઈન્ટ ઉછળ્યો
Stock Market: દિવાળી પહેલા શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1400 પોઈન્ટ ઉછળ્યો
Adani CNG Price Hike: અદાણી CNGના ભાવની સદી, દિવાળી પહેલા પ્રતિ કિલો 2.30 રૂ.નો ભાવવધારો ઝીંકાયો
Adani CNG Price Hike: અદાણી CNGના ભાવની સદી, દિવાળી પહેલા પ્રતિ કિલો 2.30 રૂ.નો ભાવવધારો ઝીંકાયો
Gandhinagar: બોર્ડ પરીક્ષા 2027 પહેલાં જ ફી વધી! ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ હવે કેટલી ફી ભરવી પડશે?
Gandhinagar: બોર્ડ પરીક્ષા 2027 પહેલાં જ ફી વધી! ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ હવે કેટલી ફી ભરવી પડશે?
દિવાળીમાં ખાનગી બસોની બેફામ લૂંટ, MLA કુમાર કાનાણીએ વ્યક્ત કર્યો રોષ
દિવાળીમાં ખાનગી બસોની બેફામ લૂંટ, MLA કુમાર કાનાણીએ વ્યક્ત કર્યો રોષ
Birthday Special: 38 વર્ષનો થયો મહાન ક્રિકેટર વિરાટ કોહલી, જુઓ તેના 38 રેકોર્ડ્સ?
Birthday Special: 38 વર્ષનો થયો મહાન ક્રિકેટર વિરાટ કોહલી, જુઓ તેના 38 રેકોર્ડ્સ?
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
Embed widget