શોધખોળ કરો

આ 3 સરકારી પોર્ટલ પરથી માત્ર 3 લાખ રૂપિયામાં ખરીદો 12 લાખની શાનદાર કાર!

નવી કાર લેવાનું સપનું પૂરું કરો! MSTC, IBAPI અને eAuction India પરથી બજેટમાં ખરીદો જપ્ત કરાયેલી અને સરકારી કાર.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સરકારી પોર્ટલો દ્વારા 3-4 લાખમાં લક્ઝરી કાર ખરીદી શકાય છે.
  • MSTC પર સરકારી વાહનો 2-3 લાખમાં હરાજી દ્વારા મળે છે.
  • IBAPI પર બેંકો દ્વારા જપ્ત કાર સસ્તામાં ઉપલબ્ધ છે.
  • eAuction India પર મંત્રાલયોના વાહનો સીધા હરાજી થાય છે.

Government e auction car portal: નવી અને શાનદાર કાર ખરીદવાનું સપનું તો ઘણા લોકોનું હોય છે, પરંતુ બજેટની મર્યાદાઓના કારણે વારંવાર આ પ્લાન કેન્સલ કરવો પડતો હોય છે. જો તમારી સાથે પણ આવું જ થતું હોય, તો આ સમાચાર ખાસ તમારા માટે જ છે! આપણા દેશમાં સરકાર હસ્તક એવા 3 સત્તાવાર ડિજિટલ પ્લેટફોર્મ (MSTC, IBAPI અને eAuction India) છે, જ્યાંથી તમે 12 લાખ રૂપિયા સુધીની કિંમતની લક્ઝરી કાર માત્ર 3 થી 4 લાખ રૂપિયામાં ખરીદી શકો છો. બેંક લોન ન ચૂકવી શકનારા ડિફોલ્ટર્સ પાસેથી જપ્ત કરાયેલા વાહનો અને સરકારી વિભાગોની જૂની કારની અહીં ઈ-હરાજી થાય છે. તો ચાલો વિગતે જાણીએ કે આ પોર્ટલ કયા છે અને તમે કેવી રીતે સાવ સસ્તામાં શાનદાર કાર ઘરે લાવી શકો છો.

1. MSTC પોર્ટલ: સરકારી વાહનોની હરાજી

MSTC એ ભારત સરકારનું એક ખૂબ જ અગ્રણી અને ભરોસાપાત્ર ઈ-કોમર્સ પોર્ટલ છે. આ વેબસાઈટ પર લશ્કર (આર્મી), પોલીસ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSU) અને વિવિધ સરકારી વિભાગોના જૂના વાહનો વેચવામાં આવે છે. જ્યારે પણ આ સરકારી વિભાગોમાં વાહનોનો નવો કાફલો આવે છે, ત્યારે જૂના અને ચાલુ કન્ડિશનના વાહનોને સાવ નજીવી રિઝર્વ પ્રાઈઝ સાથે હરાજી માટે મૂકવામાં આવે છે. તમે ઘરે બેઠા આ પોર્ટલ પર યુઝર તરીકે તમારું રજિસ્ટ્રેશન કરાવીને ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકો છો. અહીં 12 લાખ રૂપિયા સુધીની કિંમતની મોટી SUV કે સેડાન કાર માત્ર 2 થી 3 લાખ રૂપિયામાં તમારી બની શકે છે.

2. IBAPI પોર્ટલ: બેંકોએ જપ્ત કરેલી લગભગ નવી કાર સસ્તામાં ખરીદો

ઓછા બજેટમાં કાર ખરીદવા માટે બીજો એક બેસ્ટ ઓપ્શન છે IBAPI (ઇન્ડિયન બેંક્સ ઓક્શન પ્રોપર્ટીઝ ઇન્ફર્મેશન) પોર્ટલ. તમને જણાવી દઈએ કે, જ્યારે કોઈ વ્યક્તિ કાર લોન લે છે અને સમયસર તેના હપ્તા (EMI) નથી ચૂકવી શકતો, ત્યારે બેંક તે વાહન જપ્ત કરી લે છે. બેંકનો મુખ્ય ઉદ્દેશ્ય પોતાની લોનના બાકી નીકળતા નાણાં વસૂલ કરવાનો જ હોય છે. આથી, બેંકો આવા જપ્ત કરેલા વાહનોની IBAPI પોર્ટલ દ્વારા ઓનલાઈન હરાજી કરે છે. અહીં 10 થી 15 લાખ રૂપિયાની કિંમતની, સાવ ઓછી ચાલેલી અને લગભગ નવી કહી શકાય તેવી કાર માત્ર 3 થી 4 લાખ રૂપિયાની શરૂઆતી બોલી (બિડિંગ) સાથે વેચવા મુકાય છે.

આ પણ વાંચોઃ માત્ર 2 લાખ ડાઉન પેમેન્ટ ભરીને ઘરે લાવો નવી Hyundai Creta, જાણો દર મહિને કેટલી આવશે EMI?

3. eAuction India: એજન્ટ વિના સીધા જ હરાજીમાં લો ભાગ

ત્રીજું સૌથી લોકપ્રિય પ્લેટફોર્મ ભારત સરકારનું સત્તાવાર હરાજી પોર્ટલ 'eAuction India' છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના અલગ-અલગ મંત્રાલયો દ્વારા જપ્ત કરાયેલા તેમજ સરપ્લસ (વધારાના) વાહનોની અહીં ઈ-હરાજીનું આયોજન કરવામાં આવે છે. આ પોર્ટલ પર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા એકદમ સરળ અને સંપૂર્ણપણે પારદર્શક છે. અહીં સૌથી મોટો ફાયદો એ છે કે, ઓનલાઈન બોલી લગાવતા પહેલા તમે વાહનના યાર્ડની રૂબરૂ મુલાકાત લઈને કારની વર્તમાન સ્થિતિ પણ જાતે ચેક કરી શકો છો. જો તમે યોગ્ય સમયે સાચી રીતે બોલી લગાવો, તો કોઈપણ વચેટિયા (એજન્ટ) કે થર્ડ-પાર્ટી કમિશન ચૂકવ્યા વિના સાવ સામાન્ય બજેટમાં એક શાનદાર કારના માલિક બની શકો છો. આજે જ આ ત્રણેય પોર્ટલના નામ નોંધી લો અને તમારી મનપસંદ કારની શોધ શરૂ કરી દો.

આ પણ વાંચોઃ નવી કાર ખરીદવી છે? આ રહી ભારતની 5 સૌથી સસ્તી અને શાનદાર હેચબેક કાર, જુઓ સંપૂર્ણ લિસ્ટ

Frequently Asked Questions

સસ્તા ભાવે કાર ખરીદવા માટે સરકાર દ્વારા કયા સત્તાવાર ડિજિટલ પ્લેટફોર્મ ઉપલબ્ધ છે?

સરકાર હસ્તક MSTC, IBAPI અને eAuction India એમ 3 સત્તાવાર ડિજિટલ પ્લેટફોર્મ છે. આ પોર્ટલ પરથી તમે સસ્તામાં શાનદાર કાર ખરીદી શકો છો.

MSTC પોર્ટલ પર કયા પ્રકારના વાહનોની હરાજી થાય છે?

MSTC પર લશ્કર, પોલીસ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને વિવિધ સરકારી વિભાગોના જૂના અને ચાલુ કન્ડિશનના વાહનોની હરાજી થાય છે. નવા વાહનો આવતા જૂના વાહનો સસ્તા ભાવે વેચાય છે.

IBAPI પોર્ટલ પર ઉપલબ્ધ કાર આટલી સસ્તી શા માટે હોય છે?

IBAPI પોર્ટલ પર બેંક ડિફોલ્ટર્સ પાસેથી જપ્ત કરાયેલા વાહનોની હરાજી થાય છે. બેંકો પોતાની લોન વસૂલ કરવા સસ્તા ભાવે આ વાહનો વેચે છે, જે ઘણીવાર લગભગ નવા જેવા હોય છે.

eAuction India પોર્ટલનો મુખ્ય ફાયદો શું છે?

eAuction India પર તમે બોલી લગાવતા પહેલા વાહનના યાર્ડની રૂબરૂ મુલાકાત લઈ તેની સ્થિતિ ચકાસી શકો છો. અહીં વચેટિયા વિના સીધી હરાજીમાં ભાગ લઈ શકાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હીરોની પહેલી શાનદાર EV બાઇક તૈયાર! જાણો ઓલા અને બજાજને કેવી રીતે આપશે ટક્કર
હીરોની પહેલી શાનદાર EV બાઇક તૈયાર! જાણો ઓલા અને બજાજને કેવી રીતે આપશે ટક્કર
દર મહિને ₹13,000 ની EMI પર Tata Nexon ખરીદશો તો કેટલા વર્ષે પૂરી થશે લોન?
દર મહિને ₹13,000 ની EMI પર Tata Nexon ખરીદશો તો કેટલા વર્ષે પૂરી થશે લોન?
માત્ર ₹60,000 થી શરૂ થાય છે આ શાનદાર ઇલેક્ટ્રિક સ્કૂટર્સ, મળશે 150 km સુધીની રેન્જ
માત્ર ₹60,000 થી શરૂ થાય છે આ શાનદાર ઇલેક્ટ્રિક સ્કૂટર્સ, મળશે 150 km સુધીની રેન્જ
15 ઓગસ્ટે મહિન્દ્રા આપશે મોટી સરપ્રાઈઝ! આવી રહી છે નવી 'Vision S' SUV, જાણો ખાસિયતો
15 ઓગસ્ટે મહિન્દ્રા આપશે મોટી સરપ્રાઈઝ! આવી રહી છે નવી 'Vision S' SUV, જાણો ખાસિયતો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
Embed widget