શોધખોળ કરો

Electric scooter: સૌથી વધુ રેન્જ વાળું ઇલેક્ટ્રિક સ્કૂટર કયું, કેટલી છે કિંમત?

Electric scooter: મોંઘા પેટ્રોલથી મળશે મુક્તિ. જાણો દેશની સૌથી લાંબી રેન્જ આપતી ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત અને ફીચર્સ, જે સિંગલ ચાર્જમાં 265 થી 300 km થી પણ વધુ ચાલે છે, જુઓ લિસ્ટ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • Simple One ઇલેક્ટ્રિક સ્કૂટર સૌથી વધુ રેન્જ આપે છે.
  • તેની 265 કિલોમીટર રેન્જ, કિંમત રૂ 1.95 લાખ છે.
  • ડ્યુઅલ બેટરી, 5 kWh પાવર, 105 km/h ટોપ સ્પીડ.
  • Ola અને TVS iQube પણ લાંબી રેન્જમાં ઉપલબ્ધ.

Electric scooter: પેટ્રોલના વધતા ભાવ વચ્ચે ઇલેક્ટ્રિક સ્કૂટર હવે સામાન્ય લોકોની પહેલી પસંદ બની રહ્યા છે. પરંતુ જ્યારે પણ કોઈ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું વિચારે છે, ત્યારે સૌથી પહેલો સવાલ એ જ થાય છે કે સિંગલ ચાર્જમાં તે કેટલું દૂર ચાલશે. એટલે કે રેન્જ ગ્રાહકો માટે સૌથી મોટો ફેક્ટર બની ચૂક્યો છે. માર્કેટમાં આ સમયે ઘણી કંપનીઓ લાંબી રેન્જ આપતા સ્કૂટર રજૂ કરી રહી છે. ચાલો જાણીએ કે હાલમાં સૌથી વધુ રેન્જ આપતું ઇલેક્ટ્રિક સ્કૂટર કયું છે અને તેની કિંમત કેટલી છે.

આ છે ભારતની સૌથી વધુ રેન્જ આપતી ઇલેક્ટ્રિક સ્કૂટર

ભારતીય માર્કેટમાં આ સમયે સૌથી લાંબી રેન્જ આપવાનો દાવો Simple Energy કંપનીની Simple One ઇલેક્ટ્રિક સ્કૂટરના નામે છે. કંપનીનો દાવો છે કે આ સ્કૂટર એક વાર ફૂલ ચાર્જ થવા પર 265 km સુધીનું અંતર કાપી શકે છે. આટલી લાંબી રેન્જ હોવાને કારણે તે એવા લોકો માટે સૌથી બેસ્ટ ઓપ્શન બની જાય છે, જેમને રોજ લાંબા અંતરની સફર કરવી પડે છે. જોકે,  ટ્રાફિક અને રોડ સ્થિતિ મુજબ પણ તે આસાનીથી લગભગ 190 થી 200 km નું અંતર કાપી લે છે.

આ પણ વાંચો...Hyundai suv: Venue કરતા મોટી, Creta થી સસ્તી, Hyundai લોન્ચ કરશે નવી બજેટ SUV

કેટલી છે તેની કિંમત?

લાંબી રેન્જ અને પ્રીમિયમ ફીચર્સ હોવાના કારણે તેની કિંમત સામાન્ય બજેટ સ્કૂટર્સ કરતાં થોડી વધારે છે. ભારતીય માર્કેટમાં Simple One ઇલેક્ટ્રિક સ્કૂટરની એક્સ-શોરૂમ કિંમત લગભગ 1.95 લાખ રૂપિયા છે. અલગ-અલગ રાજ્યોમાં મળતી સબસીડી અને RTO ચાર્જ મુજબ તેની ઓન-રોડ કિંમતમાં થોડો ફેરફાર થઈ શકે છે.

આ સ્કૂટરમાં શું છે ખાસ?

સિમ્પલ વન સ્કૂટરની સૌથી મોટી તાકાત તેની બેટરી ટેકનોલોજી છે. તેમાં કંપનીએ બે બેટરીઓનો ઉપયોગ કર્યો છે, એક ફિક્સ્ડ જે સ્કૂટરની અંદર જ રહે છે અને બીજી રિમૂવેબલ જેને તમે બહાર કાઢીને ઘર કે ઓફિસમાં ચાર્જ કરી શકો છો.

તેમાં કુલ 5 kWh ની ક્ષમતા વાળો મોટો બેટરી પેક મળે છે. સાથે જ તે માત્ર 2.77 સેકન્ડમાં 0 થી 40 km/h ની સ્પીડ પકડી શકે છે. તેની ટોપ સ્પીડ 105 km/h છે. તેમાં 7-inch નો ડિજિટલ ટચસ્ક્રીન ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યો છે, જેમાં નેવિગેશન, બ્લૂટૂથ કનેક્ટિવિટી અને કોલ એલર્ટ જેવા ફીચર્સ મળે છે.

રેસમાં આ બે સ્કૂટર્સ પણ પાછળ નથી

  1. Ola S1 Z / S1 Pro: તાજેતરના ડેટા મુજબ Ola S1 Z અને S1 Pro મોડેલ વેરિયન્ટ મુજબ એક વાર ચાર્જ કરવા પર 176 km થી લઈને 301 km સુધીની સર્ટિફાઈડ રેન્જ આપવાનો દાવો કરે છે. તેમની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત વેરિયન્ટ મુજબ લગભગ 80,000 રૂપિયાથી 1.25 લાખ રૂપિયા વચ્ચે છે.
  2. TVS iQube ST: ટીવીએસનું આ ભરોસાપાત્ર સ્કૂટર પણ લાંબી રેન્જ ઇચ્છતા લોકોની પસંદ છે. તેના ટોપ વેરિયન્ટ iQube ST માં 212 km ની રેન્જ મળે છે. તેની એક્સ-શોરૂમ કિંમત આશરે 1.75 લાખ રૂપિયા છે.

Frequently Asked Questions

ભારતનું સૌથી વધુ રેન્જ આપતું ઇલેક્ટ્રિક સ્કૂટર કયું છે?

ભારતીય માર્કેટમાં Simple Energy કંપનીનું Simple One ઇલેક્ટ્રિક સ્કૂટર સૌથી લાંબી રેન્જ આપવાનો દાવો કરે છે. તે એક ફૂલ ચાર્જમાં 265 km સુધી ચાલી શકે છે.

Simple One ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત કેટલી છે?

Simple One ઇલેક્ટ્રિક સ્કૂટરની એક્સ-શોરૂમ કિંમત લગભગ 1.95 લાખ રૂપિયા છે. રાજ્યોની સબસીડી અને RTO ચાર્જ મુજબ ઓન-રોડ કિંમતમાં ફેરફાર થઈ શકે છે.

Simple One સ્કૂટરમાં કઈ ખાસિયતો છે?

Simple One માં બે બેટરી (એક ફિક્સ્ડ અને એક રિમૂવેબલ) અને 5 kWh બેટરી પેક મળે છે. તે 2.77 સેકન્ડમાં 0 થી 40 km/h ની સ્પીડ પકડે છે અને ટોપ સ્પીડ 105 km/h છે.

Simple One ઇલેક્ટ્રિક સ્કૂટરની વાસ્તવિક રેન્જ કેટલી છે?

Simple One કંપની 265 km ની રેન્જનો દાવો કરે છે. જોકે, ટ્રાફિક અને રોડ સ્થિતિ મુજબ તે આસાનીથી લગભગ 190 થી 200 km નું અંતર કાપી શકે છે.

Ola S1 Pro અને TVS iQube ST ઇલેક્ટ્રિક સ્કૂટરની રેન્જ કેટલી છે?

Ola S1 Pro 176 km થી 301 km સુધીની સર્ટિફાઈડ રેન્જ આપે છે. TVS iQube ST ના ટોપ વેરિયન્ટમાં 212 km ની રેન્જ મળે છે.

Advertisement

ટોપ સ્ટોરી

Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
Car Battery Dying Tips: કારની બેટરી વારંવાર થઇ જાય છે ડાઉન ? આ ટિપ્સ આવશે કામ
Car Battery Dying Tips: કારની બેટરી વારંવાર થઇ જાય છે ડાઉન ? આ ટિપ્સ આવશે કામ
Royal Enfield Himalayan 750: રૉયલ એનફિલ્ડ વધારશે એડવેન્ચરનો રોમાંચ, આ દિવસે લૉન્ચ થશે Himalayan 750
Royal Enfield Himalayan 750: રૉયલ એનફિલ્ડ વધારશે એડવેન્ચરનો રોમાંચ, આ દિવસે લૉન્ચ થશે Himalayan 750
AI Boom Automotive Chip Shortage: AIના કારણે મોંઘી થશે કારો, ચિપની કમીએ વધાર્યું ટેન્શન
AI Boom Automotive Chip Shortage: AIના કારણે મોંઘી થશે કારો, ચિપની કમીએ વધાર્યું ટેન્શન
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત
Dahod Police: દાહોદના કરંબા ગામે ધીંગાણું મામલે પોલીસ એક્શન મોડમાં! 30 લોકોની અટકાયત
Stone-Pelting on Vande Bharat: અમરેલીમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો! ટ્રેનનો આગળનો કાચ તૂટ્યો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SG હાઈવે પર ટ્રાફિકમાંથી મળશે મુક્તિ, અમિત શાહ કરશે ઇસ્કોનથી સાણંદ ચોકડી સુધીના ફ્લાયઓવરનું લોકાર્પણ
SG હાઈવે પર ટ્રાફિકમાંથી મળશે મુક્તિ, અમિત શાહ કરશે ઇસ્કોનથી સાણંદ ચોકડી સુધીના ફ્લાયઓવરનું લોકાર્પણ
દિલ્હી-NCR બન્યું 'ગેસ ચેમ્બર'! દિવાળી બાદ અનેક વિસ્તારોમાં AQI ગંભીર શ્રેણીમાં
દિલ્હી-NCR બન્યું 'ગેસ ચેમ્બર'! દિવાળી બાદ અનેક વિસ્તારોમાં AQI ગંભીર શ્રેણીમાં
Diwali: દેશભરમાં દિવાળીની ધૂમ, જાણો દિલ્હીથી લઈ યુપી સુધી કેટલી ઘટી દુર્ઘટના, કેટલા થયા મોત ?
Diwali: દેશભરમાં દિવાળીની ધૂમ, જાણો દિલ્હીથી લઈ યુપી સુધી કેટલી ઘટી દુર્ઘટના, કેટલા થયા મોત ?
US મિડટર્મ ઈલેક્શનમાં મળેલી હાર પર ટ્રમ્પનું મોટું નિવેદન, 'મોટો આંચકો લાગ્યો છે પરંતુ...'
US મિડટર્મ ઈલેક્શનમાં મળેલી હાર પર ટ્રમ્પનું મોટું નિવેદન, 'મોટો આંચકો લાગ્યો છે પરંતુ...'
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત
દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું
દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ

Embed widget