Creta નું શક્તિશાળી એન્જિન, લેવલ-2 ADAS, બુકિંગ 11 હજારથી શરુ, જાણો આ કાર વિશે
ભારતમાં તેનું લોન્ચિંગ 26 ઓક્ટોબરે થવાનું છે. ગ્રાહકો હાલમાં તેને ₹11,000 ની ટોકન રકમ સાથે બુક કરી શકે છે.

- Hyundai Bayon, વેન્યુ-ક્રેટા વચ્ચે, 26 ઑક્ટોબરે લોન્ચ થશે.
- ડ્યુઅલ 12.3-ઇંચ સ્ક્રીન, 6 એરબેગ્સ, ADAS મુખ્ય ફીચર્સ છે.
- 1.5-લિટર એન્જિન સાથે, ₹11,000 માં બુકિંગ શરૂ થયું.
- કિંમત ₹10-17.5 લાખ અપેક્ષિત; તહેવારોમાં ડિલિવરી.
Hyundai India તેની નવી SUV Hyundai Bayon લોન્ચ કરવા માટે તૈયાર છે. આ કંપનીની બીજી કોમ્પેક્ટ SUV હશે જે વેન્યુ અને ક્રેટા વચ્ચે સ્થિત છે. ભારતમાં તેનું લોન્ચિંગ 26 ઓક્ટોબરે થવાનું છે. ગ્રાહકો હાલમાં તેને ₹11,000 ની ટોકન રકમ સાથે બુક કરી શકે છે. કંપનીએ એમ પણ જણાવ્યું છે કે ડિલિવરી તહેવારોની મોસમ દરમિયાન શરૂ થશે એટલે કે ગ્રાહકોને દિવાળી પહેલા નવી SUV ઘરે લાવવાની તક મળી શકે છે. જો કે, ડિલિવરીનો સમય બુકિંગ તારીખ, વેરિઅન્ટ અને ઉપલબ્ધતા પર આધાર રાખે છે.
Hyundai Bayon લોન્ચ ડેટ અને બુકિંગ ડિટેલ્સ
Hyundai bayon બુક કરવા માટે તમારે હ્યુન્ડાઇની સત્તાવાર વેબસાઇટ અથવા તમારી નજીકની ડીલરશીપની મુલાકાત લેવી આવશ્યક છે. જો કે, કંપનીએ હજુ સુધી તેના બધા વેરિઅન્ટ અને રંગ વિકલ્પોની વિગતો જાહેર કરી નથી.
શાર્પ ડિઝાઇન અને LED લાઇટિંગ
Hyundai Bayon ની ડિઝાઇન અન્ય કોમ્પેક્ટ SUV કરતા અલગ છે. તેના એક્સટીરિયરમાં શાર્પ લાઈન્સ અને ક્રીઝ જોવા મળે છે. ફ્રંટમાં સ્લિમ LED DRL, LED હેડલેમ્પ અને બમ્પર પર સિલ્વર ઇન્સર્ટ્સ છે. પાછળના ભાગમાં ઈનવર્ટેડ L- શેપની LED ટેલલેમ્પ મળે છે. કંપનીએ કનેક્ટેડ ટેલલેમ્પનો ઉપયોગ કર્યો નથી. વધુમાં, SUVમાં ચંકી રિયર બમ્પર આપવામાં આવ્યું છે, જે ડિઝાઇનને દમદાર લૂક આપે છે.
12.3-ઇંચની બે સ્ક્રીનવાળી કેબિન
Hyundai Bayon ના કેબિનમાં નવું ડેશબોર્ડ સેટઅપ આપવામાં આવ્યું છે, જે ઈન્ટરનેશનલ માર્કેટલમાં વેચાતી i20 હેચબેક જેવું જ છે. તેમાં ડ્યુઅલ-ડિસ્પ્લે સેટઅપ છે, જેમાં 12.3-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ યુનિટ અને 12.3-ઇંચ ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લેનો સમાવેશ થાય છે. આ સિવાય વાયરલેસ કનેક્ટિવિટી અને Generative AI જેવા ફીચર્સ પણ આપવાની જાણકારી છે. SUVમાં સિંગલ-ઝોન ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, વાયરલેસ ફોન ચાર્જર, ફ્રન્ટ વેન્ટિલેટેડ સીટ્સ અને પ્રીમિયમ Bose સાઉન્ડ સિસ્ટમ હશે. તેમાં સનરૂફ અને Hyundai Bluelink કનેક્ટેડ કાર ટેકનોલોજી પણ હશે.
સેફ્ટી માટે મળી શકે છે 6 એરબેગ્સ અને લેવલ-2 ADAS
સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો Hyundai Bayon માં 6 એરબેગ્સ, ફ્રંટ અને રિયર પાર્કિંગ સેન્સર, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC) અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS) હોવાની અપેક્ષા છે. વધુમાં, SUVમાં 360-ડિગ્રી કેમેરા, બ્લાઇન્ડ-સ્પોટ મોનિટર અને લેવલ-2 ADAS પણ હોઈ શકે છે. જોકે, કંપની દ્વારા વિગતવાર ફીચર લિસ્ટ જાહેર કરવામાં આવ્યા પછી જ વેરિઅન્ટ અને ફીચર્સ વિશે વિગતવાર જાણવા મળશે. હ્યુન્ડાઇ બેયોનમાં 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન હોવાની અપેક્ષા છે, જે હ્યુન્ડાઇ ક્રેટા પાસેથી લેવામાં આવ્યું છે. એન્જિન 115PS પાવર અને 144 એનએમ ટોર્ક ઉત્પન્ન કરે છે. તે 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને CVT ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે ઉપલબ્ધ હશે.
Hyundai Bayon ની સંભવિત કિંમત
Hyundai Bayon ની એક્સ શોરુમ કિંમત ₹10 લાખથી ₹17.5 લાખની વચ્ચે હોવાની અપેક્ષા છે. તે ક્રેટાની નીચે સ્થિત હશે, જે કંપનીની SUV રેન્જમાં વેન્યુ અને ક્રેટા વચ્ચે એક નવો વિકલ્પ પૂરો પાડશે. જોકે તેની સત્તાવાર કિંમત 26 ઓક્ટોબરે લોન્ચ સમયે જાહેર થવાની અપેક્ષા છે. ભારતીય બજારમાં Hyundai Bayon નો મુકાબલો Maruti Victoris, Maruti Grand Vitara, Tata Sierra, Kia Seltos, Skoda Kushaq, Volkswagen Taigun, Honda Elevate, MG Astor, Renault Duster અને Nissan Tekton જેવી SUVs સાથે થઈ શકે છે.






















