શોધખોળ કરો

₹1,00,000 ડાઉન પેમેન્ટ પર Creta કે Sierra? જાણો કઈ કારનો હપ્તો સૌથી સસ્તો પડશે!

નવી SUV ખરીદવાનું વિચારી રહ્યા છો? તો જાણો ક્રેટા અને સિએરાના બેઝ મોડલની ઓન-રોડ કિંમત, લોન પર વ્યાજ દર, માસિક હપ્તો અને તેના શાનદાર ફિચર્સ વિશેની સંપૂર્ણ માહિતી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સિએરા અને ક્રેટા: ૧ લાખ ડાઉનપેમેન્ટ પર EMI વિકલ્પો.
  • ટાટા સિએરા: ₹૧૩.૩૦ લાખ ઓન-રોડ, ₹૨૬,૦૨૨ થી EMI.
  • હ્યુન્ડાઇ ક્રેટા: ₹૧૨.૬૪ લાખ ઓન-રોડ, ₹૨૧,૨૮૭ થી EMI.
  • બંને SUV વિવિધ એન્જિન, પ્રીમિયમ ફિચર્સ અને ADAS સુરક્ષા.

hyundai creta vs tata sierra: જો તમે નવી SUV ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને લોકપ્રિય ટાટા સિએરા કે હ્યુન્ડાઇ ક્રેટામાંથી કઈ કાર બેસ્ટ રહેશે તેને લઈને મૂંઝવણમાં છો, તો આ માહિતી તમારા માટે જ છે. કાર ખરીદતી વખતે જો તમે પૂરેપૂરું પેમેન્ટ એકસાથે કરવા નથી માંગતા, તો તેને ફાઇનાન્સ કરાવવાનો બેસ્ટ ઓપ્શન છે. આ આર્ટિકલમાં આપણે વિગતવાર જાણીશું કે માત્ર 1 લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ કર્યા પછી તમને કેટલી કાર લોન મળશે, તમારે દર મહિને કેટલો EMI (હપ્તો) ચૂકવવો પડશે, અને બંને કારમાં એન્જિન તથા ફિચર્સના કયા કયા વિકલ્પો મળે છે.

ટાટા સિએરાની કિંમત અને EMI ની ગણતરી

ટાટા સિએરાના બેઝ પેટ્રોલ વેરિઅન્ટ (સ્માર્ટ પ્લસ) ની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 11.49 લાખ રૂપિયા છે. જો તેમાં RTO, વીમો અને અન્ય ચાર્જ ઉમેરવામાં આવે, તો દિલ્હીમાં તેની ઓન-રોડ કિંમત અંદાજે 13.30 લાખ રૂપિયા જેટલી થઈ જાય છે. જોકે, અલગ-અલગ રાજ્યો અને શહેરોના ટેક્સ મુજબ આ કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે.

જો તમે આ SUV ખરીદવા માટે 1 લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરો છો, તો બાકીની રકમ માટે તમારે બેંક કે ફાઇનાન્સ કંપની પાસેથી કાર લોન લેવી પડશે. ધારો કે તમને 9.8% ના વ્યાજ દરે લોન મળે છે, તો તમારો માસિક હપ્તો લોનના સમયગાળા પર નિર્ભર રહેશે. લોનની મુદત જેટલી ટૂંકી હશે, EMI એટલો વધારે આવશે, જ્યારે મુદત લાંબી હશે તો માસિક હપ્તો ઘટી જશે.

જો બેંક 9.8% ના વ્યાજ દરે 4 વર્ષ માટે લોન આપે છે, તો તમારે દર મહિને અંદાજે 31,089 રૂપિયાનો EMI ચૂકવવો પડશે.

જો તમે 5 વર્ષ માટે લોન લેવાનું પસંદ કરો છો, તો આ હપ્તો ઘટીને 26,022 રૂપિયા થઈ જશે.

હ્યુન્ડાઇ ક્રેટાની કિંમત અને EMI ગણતરી

હવે વાત કરીએ હ્યુન્ડાઇ ક્રેટાની, તો તેના બેઝ પેટ્રોલ વેરિઅન્ટ (E) ની એક્સ-શોરૂમ કિંમત અંદાજે 10.72 લાખ રૂપિયાથી શરૂ થાય છે. RTO, ઇન્શ્યોરન્સ અને અન્ય જરૂરી ફી ઉમેર્યા બાદ દિલ્હીમાં તેની ઓન-રોડ કિંમત 12.64 લાખ રૂપિયા આસપાસ પહોંચી જાય છે. અહીં પણ ટેક્સના કારણે અન્ય રાજ્યોમાં કિંમત થોડી બદલાઈ શકે છે.

જો તમે ક્રેટા લેવા માટે 1 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ કરો છો, તો તમારે બાકીના 11.64 લાખ રૂપિયાની કાર લોન લેવી પડશે. ઉદાહરણ તરીકે, જો તમને 10% ના વ્યાજ દરે લોન મળે છે, તો તમારો માસિક હપ્તો લોનની મુદત પ્રમાણે નક્કી થશે.

જો તમે 5 વર્ષ માટે કાર લોન લો છો, તો તમારે દર મહિને અંદાજે 24,414 રૂપિયા EMI ચૂકવવો પડશે.

જો તમે લોનનો સમયગાળો વધારીને 6 વર્ષ કરો છો, તો હપ્તો લગભગ 21,287 રૂપિયા થઈ જશે.

હજુ પણ EMI નો બોજ વધુ ઓછો કરવા માંગતા હોવ, તો તમે 7 વર્ષની લોનનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો.

આ પણ વાંચોઃ મારુતિની આ છે સૌથી મજબૂત અને સુરક્ષિત કારો, જેને મળ્યું છે 5-સ્ટાર સેફ્ટી રેટિંગ!

ટાટા સિએરાનું પાવરફુલ એન્જિન અને શાનદાર ફિચર્સ

ટાટા સિએરા ગ્રાહકોને ત્રણ પાવરફુલ એન્જિન ઓપ્શન આપે છે: 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ, 1.5-લિટર ટર્બો પેટ્રોલ અને 1.5-લિટર ડીઝલ એન્જિન. ટ્રાન્સમિશનની વાત કરીએ તો તેમાં 6-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સના વિકલ્પો સામેલ છે. ગ્રાહકો વેરિઅન્ટના આધારે એન્જિન અને ટ્રાન્સમિશનની પસંદગી કરી શકે છે.

ફિચર્સની બાબતમાં સિએરા ખૂબ જ આધુનિક છે. તેમાં મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે તેમજ કનેક્ટેડ કાર ટેકનોલોજી આપવામાં આવી છે. સેફ્ટી માટે તેમાં મલ્ટીપલ એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC), હિલ હોલ્ડ આસિસ્ટ, 360-ડિગ્રી કેમેરા અને ADAS જેવા એડવાન્સ ફિચર્સ મળે છે. તેના બેઝ વેરિઅન્ટમાં પણ ઘણી જરૂરી સુવિધાઓ હોવાથી તે એક વેલ્યુ-ફોર-મની SUV બની જાય છે.

આ પણ વાંચોઃ ફક્ત ₹1,00,000 આપી ઘરે લાવો Maruti Dzire! જાણો 5 અને 7 વર્ષ માટે કેટલો થશે માસિક EMI

હ્યુન્ડાઇ ક્રેટાનું એન્જિન અને પ્રીમિયમ ફિચર્સ

હ્યુન્ડાઇ ક્રેટામાં પણ 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ, 1.5-લિટર ટર્બો પેટ્રોલ અને 1.5-લિટર ડીઝલ એમ ત્રણ એન્જિન ઓપ્શન મળે છે. ગિયરબોક્સ માટે કંપની 6-સ્પીડ મેન્યુઅલ, IVT (CVT), 7-સ્પીડ DCT અને ઓટોમેટિક ટ્રાન્સમિશનની સુવિધા આપે છે. તેના પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન તેમની સારી ઇંધણ કાર્યક્ષમતા (માઇલેજ) અને સ્મૂધ ડ્રાઇવિંગ અનુભવ માટે ખૂબ જાણીતા છે.

ક્રેટા તેના પ્રીમિયમ ફિચર્સ માટે લોકોની ફેવરિટ છે. આ કારમાં પેનોરેમિક સનરૂફ, વાયરલેસ ચાર્જિંગ, વેન્ટિલેટેડ સીટ્સ, મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ અને વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો-એપલ કારપ્લેની સુવિધા છે. સલામતીને ધ્યાનમાં રાખીને તેમાં 360-ડિગ્રી કેમેરા, કનેક્ટેડ કાર ટેકનોલોજી, ADAS, મલ્ટીપલ એરબેગ્સ, ESC, હિલ સ્ટાર્ટ આસિસ્ટ અને ABS જેવા અદ્યતન ફિચર્સ પણ આપવામાં આવ્યા છે.

Frequently Asked Questions

હ્યુન્ડાઇ ક્રેટા અને ટાટા સિએરામાંથી કઈ SUV શ્રેષ્ઠ છે તે જાણવા માટે આ લેખ શાના પર ધ્યાન કેન્દ્રિત કરે છે?

આ લેખ 1 લાખ રૂપિયાના ડાઉન પેમેન્ટ સાથે બંને SUV માટે કાર લોન, EMI ગણતરી, એન્જિન વિકલ્પો અને ફીચર્સની વિગતવાર માહિતી આપે છે. તે તમને તમારી જરૂરિયાત મુજબ શ્રેષ્ઠ પસંદગી કરવામાં મદદ કરશે.

1 લાખ રૂપિયાના ડાઉન પેમેન્ટ સાથે ટાટા સિએરા સ્માર્ટ પ્લસનું 5 વર્ષ માટે EMI કેટલું આવશે?

જો તમે 1 લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરો છો અને 9.8% વ્યાજ દરે 5 વર્ષ માટે લોન લો છો, તો તમારે દર મહિને અંદાજે 26,022 રૂપિયાનો EMI ચૂકવવો પડશે.

1 લાખ રૂપિયાના ડાઉન પેમેન્ટ સાથે હ્યુન્ડાઇ ક્રેટાના બેઝ મોડેલનો 5 વર્ષ માટેનો EMI કેટલો હશે?

1 લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ કર્યા પછી અને 10% વ્યાજ દરે 5 વર્ષ માટે લોન લેતા, તમારે દર મહિને અંદાજે 24,414 રૂપિયાનો EMI ચૂકવવો પડશે.

ટાટા સિએરા અને હ્યુન્ડાઇ ક્રેટા બંનેમાં કયા એન્જિન વિકલ્પો ઉપલબ્ધ છે?

બંને કારમાં 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ, 1.5-લિટર ટર્બો પેટ્રોલ અને 1.5-લિટર ડીઝલ એન્જિન વિકલ્પો મળે છે.

હ્યુન્ડાઇ ક્રેટાના કેટલાક પ્રીમિયમ ફિચર્સ કયા છે?

ક્રેટામાં પેનોરેમિક સનરૂફ, વાયરલેસ ચાર્જિંગ, વેન્ટિલેટેડ સીટ્સ, મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ADAS જેવા પ્રીમિયમ ફિચર્સ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સૌથી સસ્તી Maruti Fronx ખરીદવી છે? જાણો રૂ. 1 લાખના ડાઉન પેમેન્ટ પર દર મહિને કેટલો EMI આવશે
સૌથી સસ્તી Maruti Fronx ખરીદવી છે? જાણો રૂ. 1 લાખના ડાઉન પેમેન્ટ પર દર મહિને કેટલો EMI આવશે
સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા
સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા
19 kmpl માઇલેજ અને 6 એરબેગ્સ સાથે ફેમિલી માટે બેસ્ટ સસ્તી કાર! જાણો કિંમત
19 kmpl માઇલેજ અને 6 એરબેગ્સ સાથે ફેમિલી માટે બેસ્ટ સસ્તી કાર! જાણો કિંમત
50 હજાર ડાઉન પેમેન્ટ પર Alto ખરીદો તો કેટલી આવશે EMI? જાણો સંપૂર્ણ ગણતરી
50 હજાર ડાઉન પેમેન્ટ પર Alto ખરીદો તો કેટલી આવશે EMI? જાણો સંપૂર્ણ ગણતરી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget