શોધખોળ કરો

Hyundai Exter vs Tata Punch: આ કારમાંથી કઇ કાર ખરીદવી છે ફાયદાકારક? જાણો અહી ડિટેઇલ્સ

Hyundai Exter vs Tata Punch: ભારતીય બજારમાં ઘણી બધી એવી કાર છે જે ઓછી કિંમતની છે અને સારી માઇલેજ પણ આપે છે

Hyundai Exter CNG vs Tata Punch: ભારતીય બજારમાં ઘણી બધી એવી કાર છે જે ઓછી કિંમતની છે અને સારી માઇલેજ પણ આપે છે. જ્યારે પણ આપણે નવી કાર ખરીદવાનું વિચારીએ છીએ, ત્યારે આપણી પાસે ઘણા બધા વિકલ્પો હોય છે જે આપણા માટે શ્રેષ્ઠ હોય છે.

ક્યારેક એવું બને છે કે તમે બે કારમાંથી કઇ કાર ખરીદવી તેને લઇને મૂંઝવણમાં મુકાઈ જાઓ છો. અહીં અમે તમને હ્યુન્ડાઇ એક્સટર અને ટાટા પંચની કિંમત, ફીચર્સ અને એન્જિન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેથી તમે જાતે નક્કી કરી શકો કે આ બે કારમાંથી કઈ તમારા માટે શ્રેષ્ઠ છે.

પાવરટ્રેન

હ્યુન્ડાઇએ તેની CNG કાર Extar Hy-CNG Duo માં 1.2 લિટર બાય-ફ્યુઅલ એન્જિન આપ્યું છે. આ એન્જિન સાથે 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનનો વિકલ્પ ઉપલબ્ધ છે. ઉપરાંત આ એન્જિન 69 પીએસની મહત્તમ શક્તિ સાથે 95.2 Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે. કંપનીના જણાવ્યા અનુસાર, હ્યુન્ડાઇની આ નવી CNG કાર 27.1 કિમી સુધીની માઇલેજ આપવામાં સક્ષમ છે.

બીજી તરફ ટાટા પંચ સીએનજી વિશે વાત કરીએ તો કંપનીએ આ કારમાં 1.2 લિટર રેવોટ્રોન એન્જિન આપ્યું છે. આ એન્જિન 103 Nm ના પીક ટોર્ક સાથે 73.5 પીએસનો મહત્તમ પાવર જનરેટ કરે છે. જોકે, આ સાથે 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. એન્જિનની વાત કરીએ તો ટાટા પંચ CNGમાં વધુ શક્તિશાળી એન્જિન આપવામાં આવ્યું છે.

ફીચર્સ

ફીચર્સની વાત કરીએ તો Hyundai Xter CNG માં સ્માર્ટ ઇલેક્ટ્રિક સનરૂફ, LED ટેલ લેમ્પ, LED DRL, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, 6 એરબેગ્સ, મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ESC, HAC જેવા ઘણા શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે જે કારના દેખાવને વધારે છે. તે તેને અદભૂત બનાવી દે છે.

તે સિવાય જો આપણે ટાટા પંચ સીએનજી વિશે વાત કરીએ તો આ કારમાં કંપનીએ ટ્રાઇ-એરો ફિનિશ ફ્રન્ટ ગ્રીલ, સી પિલર, માઉન્ટેડ ડોર હેન્ડલ, સ્ટાઇલિશ ટર્ન ઇન્ડિકેટર, ઓઆરવીએમ, મેન્યુઅલ એસી, મોટું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, પાવર વિન્ડો પ્રદાન કર્યું છે. ઓટો હેડલેમ્પ સાથે એપલ કાર અને એન્ડ્રોઇડ ઓટો જેવી અદભૂત સુવિધાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત કારમાં એક મોટી ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, સનરૂફ, ABS સાથે EBD, 2 એરબેગ્સ અને ચાર સ્પીકર્સ પણ આપવામાં આવ્યા છે.

કિંમત

હ્યુન્ડાઇએ એક્સટર હાઇ-સીએનજી ડ્યુઓ એસ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 8.50 લાખ રૂપિયા રાખી છે. CNG વેરિઅન્ટના ટોપ મોડેલની એક્સ-શોરૂમ કિંમત 9.38 લાખ રૂપિયા રાખવામાં આવી છે. ટાટા પંચ સીએનજીની કિંમતો વિશે વાત કરીએ તો ટાટા પંચ સીએનજીની એક્સ-શોરૂમ કિંમત 7.23 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 9.85 લાખ રૂપિયા સુધી જાય છે.

ઉપરાંત ટાટા પંચ CNGમાં 210 લિટર બુટ સ્પેસ પણ આપવામાં આવી છે. આવી સ્થિતિમાં ટાટા પંચ સીએનજી ઘણી બાબતોમાં હ્યુન્ડાઇ એક્સટર સીએનજી કરતા વધુ સારી સાબિત થઈ રહી છે.

ટોપ સ્ટોરી

ડિઝાયરને ટક્કર આપવા આવી Tata Aris: ₹5.29 લાખ શરૂઆતી કિંમત, જાણો પ્રીમિયમ ફિચર્સ
ડિઝાયરને ટક્કર આપવા આવી Tata Aris: ₹5.29 લાખ શરૂઆતી કિંમત, જાણો પ્રીમિયમ ફિચર્સ
નવી SUV લેવી છે? ₹10 લાખમાં મળશે 5-સ્ટાર સેફ્ટી અને દમદાર માઇલેજ, જુઓ ટોપ 5 કાર્સ
નવી SUV લેવી છે? ₹10 લાખમાં મળશે 5-સ્ટાર સેફ્ટી અને દમદાર માઇલેજ, જુઓ ટોપ 5 કાર્સ
Ather એ દમદાર ફીચર્સ સાથે લોન્ચ કર્યું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર, કિંમત 80 હજારથી પણ ઓછી
Ather એ દમદાર ફીચર્સ સાથે લોન્ચ કર્યું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર, કિંમત 80 હજારથી પણ ઓછી
નવી Tata Aeris લોન્ચ, જાણો ફીચર્સથી લઈને કિંમત સુધીની તમામ વિગતો
નવી Tata Aeris લોન્ચ, જાણો ફીચર્સથી લઈને કિંમત સુધીની તમામ વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિશ્વ ફલક પર 'બોલ માડી અંબે'
Hun To Bolish: હું તો બોલીશ : માના ચરણોમાં 2000મો એપિસોડ
Hun To Bolish 2000th Episode: ‘હું તો બોલીશ’ના 2000 એપિસોડની શાનદાર સફર, CM એ પાઠવી શુભેચ્છા
Rajkot Call Center Scam: રાજકોટમાં ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડી?, 2 કોલ સેન્ટરનો પર્દાફાશ
Gujarat Rain Alert: સૌરાષ્ટ્ર-કચ્છમાં આવશે વરસાદ ? હવામાન વિભાગની નવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
IND vs WI 1st ODI ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી? જાણો સંપૂર્ણ લાઈવ સ્ટ્રીમિંગની વિગતો
રોહિત-વિરાટ મેદાનમાં! IND vs WI 1st ODI મોબાઈલ પર કઈ એપમાં લાઈવ જોવા મળશે?
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
નર્મદા જમીન વિવાદ: ‘મોઢવાડિયા અંગ્રેજો જેવું શાસન ચલાવે છે’, મનસુખ વસાવાનો ગંભીર આરોપ
નર્મદા જમીન વિવાદ: ‘મોઢવાડિયા અંગ્રેજો જેવું શાસન ચલાવે છે’, મનસુખ વસાવાનો ગંભીર આરોપ
Embed widget