શોધખોળ કરો
Advertisement
ટર્બો એન્જિન સાથે Hyundai Grand i10 Nios થઈ લોન્ચ, જાણો શું છે કિંમત
ટર્બો એન્જિન સાથે આ કારને Sportz અને Sportz Dual Tone સહિત બે વેરિએન્ટમાં ઉતારી છે. તેમાં 998ccનું ટર્બો ચાર્જ્ડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. જે કારને વધુ પાવરફૂલ બનાવે છે.
નવી દિલ્હી: હ્યૂન્ડાઈ મોટર ઈન્ડિયાએ પોતાની હેચબેક કાર Grand i10 Niosને હવે BS6 કમ્પ્લાયન્ટ 1.0 લીટર ટર્બો GDi પેટ્રોલ એન્જિન સાથે ભારતમાં લોન્ચ કરી દીધી છે. ટર્બો એન્જિન સાથે આ કારને Sportz અને Sportz Dual Tone સહિત બે વેરિએન્ટમાં ઉતારી છે.
Grand i10 Nios ના એન્જિનની વાત કરીએ તો તેમાં 998ccનું ટર્બો ચાર્જ્ડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. જે 99 bhpની પાવર અને 172 Nmનું ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5 સ્પીડ મેન્યુઅલ ગેરબોક્સની સુવિધા મળે છે.
કિંમતની વાત કરીએ તો Grand i10 Nios ટર્બો એન્જિનના Sportz મૉડલની કિંમત 7.68 લાખ રૂપિયા છે. જ્યારે Sportz Dual Tone મૉડલની કિંમત 7.73 લાખ રૂપિયા રાખવામાં આવી છે.
ફીચર્સની વાત કરીએ તો કારમાં પ્રોજેક્ટર હેડલેમ્પ, 15 ઈંચના ડાયમંડ કટ એલોય વ્હીલર્સ, બ્લેક ઈન્ટીરિયર, લેધર ફિનિશ સ્ટીયરિંગ વ્હીલ જેવા ફીચર્સ મળે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
ખેતીવાડી
Advertisement
gujarati.abplive.com
Opinion