શોધખોળ કરો

મોડર્ન લુક સાથે આવી રહી છે Hyundai Verna, કિંમતથી લઈને ફીચર્સ સુધીમાં થશે ફેરફાર

Hyundai Verna ફેસલિફ્ટ ટૂંક સમયમાં લોન્ચ થવાની ધારણા છે. નવા સ્ટીયરિંગ વ્હીલ, ડ્યુઅલ સ્ક્રીન અને અપડેટેડ કેબિન સાથે, શું તે Volkswagen Virtus અને Skoda Slavia સાથે સ્પર્ધા કરી શકશે?

Hyundai Verna Facelift 2026: ભારતીય બજારમાં હ્યુન્ડાઈ પોતાની નવી Verna ફેસલિફ્ટ લાવવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કારના ઈન્ટિરિયરની ઝલક પહેલા જ સામે આવી ચુકી છે. નવી અપડેટેડ Verna માં કેબિન ડિઝાઇનને પહેલા કરતા વધુ મોર્ડન અને આકર્ષક બનાવવામાં આવી છે. સેડાન ખરીદનારા ગ્રાહકો માટે ઈન્ટિરિયર ખૂબ મહત્વનું હોય છે, કારણ કે જ્યારે એન્જિન અને કિંમત લગભગ એકસરખી હોય, ત્યારે લોકો અવારનવાર કેબિનના લુક અને ફીચર્સના આધારે નિર્ણય લેતા હોય છે. ચાલો તેની ડિઝાઇન પર નજર કરીએ.

સ્ટીયરિંગ વ્હીલમાં મળશે નવી ડિઝાઇન

નવી Verna ફેસલિફ્ટમાં સ્ટીયરિંગ વ્હીલની ડિઝાઇન બદલવામાં આવી છે. સ્પાય ફોટામાં સ્પષ્ટ દેખાય છે કે તેમાં ટુ-સ્પોક વાળું સ્ટીયરિંગ વ્હીલ આપવામાં આવશે, જેનું રિમ ગોળ અને ડિઝાઇન ઘણી સાફ-સુથરી છે. તેના સ્વિચ પાતળા અને સિમ્પલ રાખવામાં આવ્યા છે, જે મોર્ડન લુક આપે છે. બીજી તરફ, Virtus અને Slavia માં જાડું સ્ટીયરિંગ રિમ અને પહોળા સ્પોક્સ મળે છે, જે ગાડી ચલાવતી વખતે મજબૂત પકડનો અહેસાસ કરાવે છે અને સ્પોર્ટી લુક પણ આપે છે. નવી Verna નું કેબિન વધુ ટેકનોલોજી પર આધારિત હશે, જે ખાસ કરીને શહેરમાં ડ્રાઈવ કરનારા ગ્રાહકોને પસંદ આવી શકે છે.

ડ્યુઅલ સ્ક્રીન અને નવું ડેશબોર્ડ લેઆઉટ

Verna ફેસલિફ્ટમાં એક મોટું સિંગલ ગ્લાસ પેનલ આપવામાં આવશે, જેમાં ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર બંને સામેલ હશે. આ ડિઝાઇન કારને પ્રીમિયમ લુક આપે છે. કેબિનમાં બ્લેક થીમની સાથે રેડ એક્સેન્ટ પણ જોવા મળી શકે છે, જેનાથી અંદરનું વાતાવરણ વધુ આકર્ષક લાગશે. Virtus અને Slavia માં પણ સારી રીતે સ્ક્રીનને ડેશબોર્ડમાં લગાવવામાં આવી છે, પરંતુ Verna નું નવું લેઆઉટ વધુ મોર્ડન દેખાય છે.

એન્જિન, કિંમત અને મુકાબલો એન્જિન વિકલ્પ પહેલા જેવા જ રહેશે. તેમાં 1.5 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ અને 1.5 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન મળશે. સાથે મેન્યુઅલ અને DCT ગિયરબોક્સનો વિકલ્પ પણ રહેશે. Verna ની હાલની કિંમત 10.80 લાખ રૂપિયાથી 17.13 લાખ રૂપિયાની વચ્ચે છે. નવા અપડેટ પછી કિંમતમાં 20,000 થી 50,000 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. તેમ છતાં તે Virtus અને Slavia ને કડી ટક્કર આપી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹30 થી ઓછા ખર્ચમાં 128 km ચાલશે આ સ્કૂટર! જાણો Hero Vida VX2 GO ના ફિચર્સ
₹30 થી ઓછા ખર્ચમાં 128 km ચાલશે આ સ્કૂટર! જાણો Hero Vida VX2 GO ના ફિચર્સ
5.75 લાખ રૂપિયાની બાઇક, 3 મિનિટમાં જ SOLD OUT, જાણો દમદાર ફીચર્સ
5.75 લાખ રૂપિયાની બાઇક, 3 મિનિટમાં જ SOLD OUT, જાણો દમદાર ફીચર્સ
50 હજાર ડાઉન પેમેન્ટ પર Comet EV ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI?
50 હજાર ડાઉન પેમેન્ટ પર Comet EV ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI?
Upcoming SUVs List: ત્રણ મહિનામાં લોન્ચ થવાની છે આ ધાકડ SUVs, મળશે શાનદાર ફીચર્સ
Upcoming SUVs List: ત્રણ મહિનામાં લોન્ચ થવાની છે આ ધાકડ SUVs, મળશે શાનદાર ફીચર્સ

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, 720 રસ્તા જળમગ્ન, કેટલાક ગામડા સંપર્ક વિહોણા
Gujarat Rain Live Update: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, 720 રસ્તા જળમગ્ન, કેટલાક ગામડા સંપર્ક વિહોણા
Embed widget