શોધખોળ કરો
Advertisement
KTM 250 એડવેન્ચર બાઈક ભારતમાં થઈ લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ વિશે
આ બાઈક ખાસ એ લોકો માટે બનાવવામાં આવી છે, જેઓ એડવેન્ચર્સનો શોખ ધરાવે છે. કંપનીએ આ બાઈકમાં 248 ccનું સિંગલ સિલિન્ડર એન્જીન આપ્યું છે.
નવી દિલ્હી: રેસિંગ અને સ્પોર્ટ્સ બાઈક્સ માટે જાણીતી કંપની KTMએ પોતાની નવી બાઈક KTM 250 એડવેન્ચર ભારતમાં લોન્ચ કરી દીધી છે. આ બાઈકને KTM 390 એડવેન્ચર પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે.
આ બાઈક ખાસ એ લોકો માટે બનાવવામાં આવી છે, જેઓ એડવેન્ચર્સનો શોખ ધરાવે છે. કંપનીએ આ બાઈકમાં 248 ccનું સિંગલ સિલિન્ડર એન્જીન આપ્યું છે, જે 30hp પર 9,000rpm પાવર અને 24 Nm પર 7,500rpmનો ટૉર્ક જનરેટ કરે છે. એન્જીનને 6-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. તેમાં 5.0 ઈંચની બ્લેક એન્ડ વ્હાઈટ TFT ડિસ્પ્લે આપવામાં આવી છે. 14.5 લીટર ક્ષમતાવાળી પેટ્રોલ ટેન્ક આપવામાં આવી છે.
KTM 250 Adventure ના ફીચર્સ
આ બાઈકમાં જીપીએસ બ્રેકેટ, રેડિએટર પ્રોટેક્શન ગ્રિલ, ક્રેશ બંગ્સ, હેડલેમ્પ પ્રોટેક્શન અને હેન્ડલબાર બેડ્સ, ABS જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. એડવેન્ચર સીરીઝની આ બાઈકને તમામ પ્રકારના રસ્તાઓ પર ચલાવી શકાય છે.
આ બાઈકની એક્સ -શોરૂમ કિંમત 2.48 લાખ રૂપિયા છે. આ એક ટ્રાવેલ -એડ્યૂરો બાઈક છે. KTM 250 એડવેન્ચરનો લુક 390 એડવેન્ચર જેવો જ છે. બન્ને બાઈક એન્જીન અને કલરમાં ફકર છે. KTM 250 એડવેન્ચર બ્લેક અને ઓરેન્જ કલરમાં અવેલેવબલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion