શોધખોળ કરો

BMW-Audi ને ટક્કર આપવા આ જાપાની કંપનીએ લોન્ચ કરી પહેલી ઈલેક્ટ્રીક કાર,જાણો કિમત અને ફીચર્સ

Lexus ES 500e Electric Sedan: લક્ઝરી કાર ઉત્પાદક Lexus એ ભારતમાં તેની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. તે ES 500e સેડાન છે, જેની પ્રારંભિક કિંમત ₹89.99 લાખ (એક્સ-શોરૂમ) છે. ચાલો તેના ફીચર્સ પર એક નજર કરીએ.

Lexus ES 500e Electric Sedan: જાપાનની લક્ઝરી કાર કંપની Lexusએ ભારતમાં પોતાની નવી ઇલેક્ટ્રિક સેડાન Lexus ES 500e લોન્ચ કરી દીધી છે. તેની કિંમત 89.99 લાખ (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ કાર ES સિરીઝની 8મી જનરેશન છે અને પહેલીવાર સંપૂર્ણ ઇલેક્ટ્રિક અવતારમાં આવી છે. તેનો સીધો મુકાબલો BMW, Audi અને Mercedes જેવી લક્ઝરી ઇલેક્ટ્રિક કારો સાથે થશે.

બેટરી અને શાનદાર પરફોર્મન્સ

Lexus ES 500eમાં 74.4 kWhની લિથિયમ-આયન બેટરી આપવામાં આવી છે, જે કારના ફ્લોરની નીચે ફિટ કરવામાં આવી છે. આ સેટઅપ કારને વધુ સારું બેલેન્સ અને વધારે સ્પેસ આપે છે. આ કારમાં બે ઇલેક્ટ્રિક મોટર મળે છે. આગળની મોટર 221 hp અને પાછળની મોટર 118 hp પાવર આપે છે. બંને મળીને આ કાર કુલ 338 hpની પાવર જનરેટ કરે છે. રેન્જની વાત કરીએ તો આ કાર એકવાર ફૂલ ચાર્જ થવા પર અંદાજે 440 કિલોમીટર સુધી ચાલી શકે છે. આ સિવાય, આ કાર 0 થી 100 કિમી/કલાકની ઝડપ માત્ર 5.1 સેકન્ડમાં પકડી લે છે.

DIRECT4 સિસ્ટમ કેવી રીતે ડ્રાઈવને બહેતર બનાવે છે?

Lexus ES 500eમાં DIRECT4 ઓલ-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ આપવામાં આવી છે. આ સિસ્ટમ કારની સ્પીડ, એક્સિલરેશન અને સ્ટીયરીંગ એન્ગલ મુજબ આગળ અને પાછળના પૈડામાં પાવરને કંટ્રોલ કરે છે. જરૂરિયાત મુજબ તે ટોર્કને બદલી શકે છે. જ્યારે કાર સ્ટાર્ટ થાય છે અથવા સીધા રસ્તા પર તેજ ચાલે છે, ત્યારે આ સિસ્ટમ પાવરને 60:40 થી 40:60 ની વચ્ચે વહેંચે છે. આનાથી કારનું બેલેન્સ જળવાઈ રહે છે.

સ્ટાઇલિશ ડિઝાઇન અને પ્રીમિયમ લુક

ડિઝાઇનના મામલામાં Lexus ES 500e ખૂબ જ આકર્ષક અને મોર્ડન લાગે છે. તેના ફ્રન્ટમાં નવું બમ્પર આપવામાં આવ્યું છે, જેમાં L-શેપ LED DRL અને Z-શેપ ટર્ન ઇન્ડિકેટર મળે છે. હેડલેમ્પને નીચેની તરફ બ્લેક ભાગમાં રાખવામાં આવ્યા છે. ગ્રિલમાં નવી ડાયમંડ પેટર્ન આપવામાં આવી છે અને નીચે એર ડેમ પણ હાજર છે.

ફીચર્સ અને ઇન્ટિરિયર

Lexus ES 500eનું ઇન્ટિરિયર ઘણું સાફ, મોર્ડન અને ટેકનોલોજીથી ભરપૂર છે. આમાં મોટાભાગના કંટ્રોલ ટચસ્ક્રીન દ્વારા આપવામાં આવ્યા છે, જેનાથી કેબિનનો લુક ઘણો સિમ્પલ અને પ્રીમિયમ લાગે છે. આમાં 14-ઇંચની મોટી ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન મળે છે, જે વાયરલેસ Apple CarPlay અને Android Auto સપોર્ટ કરે છે. આ સિવાય 3-સ્પોક સ્ટીયરીંગ વ્હીલ, એમ્બિયન્ટ લાઇટિંગ અને ADAS જેવા એડવાન્સ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. કારમાં પાવર ફ્રન્ટ સીટ્સ મળે છે, જેમાં મેમરી ફંક્શનની સાથે કૂલિંગ અને હીટિંગનો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

19 kmpl માઇલેજ અને 6 એરબેગ્સ સાથે ફેમિલી માટે બેસ્ટ સસ્તી કાર! જાણો કિંમત
19 kmpl માઇલેજ અને 6 એરબેગ્સ સાથે ફેમિલી માટે બેસ્ટ સસ્તી કાર! જાણો કિંમત
50 હજાર ડાઉન પેમેન્ટ પર Alto ખરીદો તો કેટલી આવશે EMI? જાણો સંપૂર્ણ ગણતરી
50 હજાર ડાઉન પેમેન્ટ પર Alto ખરીદો તો કેટલી આવશે EMI? જાણો સંપૂર્ણ ગણતરી
EV કે પેટ્રોલ કાર: લાંબા ગાળે કઈ કાર પડશે સૌથી સસ્તી? અહીં સમજો ખર્ચનું આખું ગણિત
EV કે પેટ્રોલ કાર: લાંબા ગાળે કઈ કાર પડશે સૌથી સસ્તી? અહીં સમજો ખર્ચનું આખું ગણિત
1 લાખના ડાઉન પેમેન્ટ પર Hyryder CNG ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI? જાણો ગણતરી
1 લાખના ડાઉન પેમેન્ટ પર Hyryder CNG ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI? જાણો ગણતરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget