શોધખોળ કરો

10 લાખ ઓછી કિંમતમાં Mahindra લોન્ચ કરી શકે છે 'બેબી સ્કોર્પિયો', જાણો તેના ફીચર્સ

Baby Mahindra Scorpio: નવી SUV મહિન્દ્રાના નવા પ્લેટફોર્મ પર બનાવવામાં આવી શકે છે, જે વધુ સારી માળખાકીય કઠોરતા અને શ્રેષ્ઠ ડ્રાઇવિંગ અનુભવ પ્રદાન કરશે તેવી અપેક્ષા છે. ચાલો વિગતો પર એક નજર કરીએ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મહિન્દ્રા ટૂંક સમયમાં સ્કોર્પિયો આધારિત નાની SUV લાવશે.
  • આ 'બેબી સ્કોર્પિયો' Vision.S કોન્સેપ્ટ પર આધારિત હશે.
  • તેની કિંમત 10 લાખ રૂપિયાથી ઓછી હોવાની શક્યતા છે.
  • આધુનિક ફીચર્સ, બહેતર ડ્રાઇવિંગ અનુભવ સાથે રજૂ કરાશે.

Baby Mahindra Scorpio:  ભારતીય બજારમાં કારોની ડિમાન્ડ સતત વધી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મહિન્દ્રા સ્કોર્પિયો (Mahindra Scorpio) એ લોકો વચ્ચે પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તેની મજબૂત બોડી, દમદાર લુક અને શાનદાર રોડ પ્રેઝન્સના કારણે તે દેશની સૌથી મનપસંદ ગાડીઓમાં સામેલ છે. મહિન્દ્રા ટૂંક સમયમાં જ સ્કોર્પિયો પર બેઝ્ડ એક નવી નાની એસયુવી (SUV) લોન્ચ કરી શકે છે. તેને હાલમાં 'બેબી સ્કોર્પિયો' (Baby Scorpio) ના નામે જોવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે આ ગાડી Vision.S કોન્સેપ્ટ પર બેઝ્ડ હશે. આ ગાડીની કિંમત 10 લાખ રૂપિયાથી ઓછી હોઈ શકે છે.

 

આ નવી એસયુવીને ખાસ કરીને એવા ગ્રાહકો માટે તૈયાર કરવામાં આવી રહી છે જેઓ સ્કોર્પિયો જેવો લુક અને ફીલ ઈચ્છે છે, પરંતુ બજેટના કારણે ખરીદી શકતા નથી. સ્કોર્પિયો-એન (Scorpio-N) અને સ્કોર્પિયો ક્લાસિક (Scorpio Classic) ની કિંમત ઘણા ગ્રાહકોના બજેટ બહાર થઈ જાય છે. તેવામાં કંપની એક એવી કોમ્પેક્ટ એસયુવી લાવવાની તૈયારીમાં છે જે ઓછી કિંમતમાં ગ્રાહકોને એસયુવીનો ફીલ આપી શકે.

આ પણ વાંચો...ન ડ્રાઇવિંગ લાઇસન્સની જરુર ન તો રજીસ્ટ્રેશનની માથાકુટ, 70 હજારથી ઓછી કિંમતમાં લોન્ચ થયું દમદાર ફીચર્સવાળું ઇલેક્ટ્રિક સ્કૂટર

બહેતર ડ્રાઇવિંગ ફીલની આશા

આ ગાડી સ્કોર્પિયો-એન કરતાં કદમાં નાની હશે, પરંતુ તેની ડિઝાઇનમાં સ્કોર્પિયોની ઝલક જોવા મળી શકે છે. તેમાં સીધી અને મજબૂત ફ્રન્ટ ડિઝાઇન, મોટી ગ્રીલ, ઊંચું બોનેટ અને પહોળો સ્ટાસ આપવામાં આવી શકે છે. આ જ કારણે તેને 'બેબી સ્કોર્પિયો' કહેવામાં આવી રહી છે. કંપની ઈચ્છે છે કે ઓછી કિંમત હોવા છતાં ગાડી જોવામાં મજબૂત અને પ્રીમિયમ લાગે.

નવી એસયુવીને મહિન્દ્રાના નવા પ્લેટફોર્મ પર બનાવવામાં આવી શકે છે. આનાથી ગાડીને વધુ મજબૂતી અને બહેતર ડ્રાઇવિંગ ફીલ મળવાની આશા છે. આ સાથે જ, તેમાં સિટી અને હાઇવે બંને પ્રકારની ડ્રાઇવિંગને ધ્યાનમાં રાખીને સેટઅપ તૈયાર કરવામાં આવી શકે છે. હાઈ ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળવાની આશા છે, જેથી ખરાબ રસ્તાઓ અને ગ્રામીણ વિસ્તારોમાં પણ તેને સરળતાથી ચલાવી શકાશે.

કેવા છે ગાડીના ફીચર્સ?

ફીચર્સની વાત કરીએ તો, આ ગાડીમાં મોર્ડન ટેકનોલોજી સાથે જોડાયેલા ઘણા ફીચર્સ આપવામાં આવી શકે છે. તેમાં મોટું ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સપોર્ટ, સ્ટીયરીંગ માઉન્ટેડ કંટ્રોલ અને ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ જેવા ફીચર્સ મળી શકે છે. આ ઉપરાંત સેફ્ટી માટે એરબેગ્સ, ABS, EBD, રિયર પાર્કિંગ સેન્સર્સ અને કેમેરા જેવા ફીચર્સ પણ આપવામાં આવે તેવી આશા છે.

એન્જિન વિશે કંપનીએ હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપી નથી. જોકે, એવું માનવામાં આવી રહ્યું છે કે તેમાં પેટ્રોલ એન્જિન આપવામાં આવી શકે છે, જે બહેતર માઇલેજ અને પાવર પ્રદાન કરશે. જો મહિન્દ્રા આ એસયુવીને 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં લોન્ચ કરશે, તો તે બજારમાં ઘણી પોપ્યુલર થઈ શકે છે.

ભારતીય બજારમાં કારોની ડિમાન્ડ સતત વધી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મહિન્દ્રા સ્કોર્પિયો (Mahindra Scorpio) એ લોકો વચ્ચે પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તેની મજબૂત બોડી, દમદાર લુક અને શાનદાર રોડ પ્રેઝન્સના કારણે તે દેશની સૌથી મનપસંદ ગાડીઓમાં સામેલ છે. મહિન્દ્રા ટૂંક સમયમાં જ સ્કોર્પિયો પર બેઝ્ડ એક નવી નાની એસયુવી (SUV) લોન્ચ કરી શકે છે. તેને હાલમાં 'બેબી સ્કોર્પિયો' (Baby Scorpio) ના નામે જોવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે આ ગાડી Vision.S કોન્સેપ્ટ પર બેઝ્ડ હશે. આ ગાડીની કિંમત 10 લાખ રૂપિયાથી ઓછી હોઈ શકે છે.

આ નવી એસયુવીને ખાસ કરીને એવા ગ્રાહકો માટે તૈયાર કરવામાં આવી રહી છે જેઓ સ્કોર્પિયો જેવો લુક અને ફીલ ઈચ્છે છે, પરંતુ બજેટના કારણે ખરીદી શકતા નથી. સ્કોર્પિયો-એન (Scorpio-N) અને સ્કોર્પિયો ક્લાસિક (Scorpio Classic) ની કિંમત ઘણા ગ્રાહકોના બજેટ બહાર થઈ જાય છે. તેવામાં કંપની એક એવી કોમ્પેક્ટ એસયુવી લાવવાની તૈયારીમાં છે જે ઓછી કિંમતમાં ગ્રાહકોને એસયુવીનો ફીલ આપી શકે.

Frequently Asked Questions

બેબી સ્કોર્પિયો શું છે?

તે મહિન્દ્રાની એક નવી નાની SUV છે, જે સ્કોર્પિયો પર આધારિત હશે. તેને હાલમાં 'બેબી સ્કોર્પિયો' તરીકે ઓળખવામાં આવે છે.

બેબી સ્કોર્પિયોની અંદાજિત કિંમત કેટલી હોઈ શકે છે?

આ ગાડીની કિંમત 10 લાખ રૂપિયાથી ઓછી હોઈ શકે છે. તે ઓછા બજેટમાં ગ્રાહકોને SUVનો ફીલ આપશે.

મહિન્દ્રા આ નવી SUV શા માટે લોન્ચ કરી રહ્યું છે?

મહિન્દ્રા તેને એવા ગ્રાહકો માટે લોન્ચ કરી રહ્યું છે જેઓ સ્કોર્પિયો જેવો લુક ઈચ્છે છે, પરંતુ બજેટના કારણે હાલની સ્કોર્પિયો ખરીદી શકતા નથી.

આ ગાડી કયા કોન્સેપ્ટ પર આધારિત હશે?

એવું માનવામાં આવે છે કે આ ગાડી Vision.S કોન્સેપ્ટ પર આધારિત હશે, જે તેના ડિઝાઇનનો આધાર બનશે.

બેબી સ્કોર્પિયોમાં કેવા ફીચર્સની અપેક્ષા રાખી શકાય?

તેમાં ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, એન્ડ્રોઇડ ઓટો, એપલ કારપ્લે, એરબેગ્સ, ABS અને રિયર પાર્કિંગ સેન્સર્સ જેવા ફીચર્સ મળી શકે છે.

ટોપ સ્ટોરી

Royal Enfield Himalayan 750: રૉયલ એનફિલ્ડ વધારશે એડવેન્ચરનો રોમાંચ, આ દિવસે લૉન્ચ થશે Himalayan 750
Royal Enfield Himalayan 750: રૉયલ એનફિલ્ડ વધારશે એડવેન્ચરનો રોમાંચ, આ દિવસે લૉન્ચ થશે Himalayan 750
AI Boom Automotive Chip Shortage: AIના કારણે મોંઘી થશે કારો, ચિપની કમીએ વધાર્યું ટેન્શન
AI Boom Automotive Chip Shortage: AIના કારણે મોંઘી થશે કારો, ચિપની કમીએ વધાર્યું ટેન્શન
Tata Cars Hacking: ટાટાની કારોમાં હેકિંગનો ખતરો, સરકારી એજન્સીએ જાહેર કર્યું એલર્ટ
Tata Cars Hacking: ટાટાની કારોમાં હેકિંગનો ખતરો, સરકારી એજન્સીએ જાહેર કર્યું એલર્ટ
Compact SUV Growth: SUV ખરીદવાનો વધ્યો ક્રેઝ, CNG અને EVની પણ વધી ડિમાન્ડ
Compact SUV Growth: SUV ખરીદવાનો વધ્યો ક્રેઝ, CNG અને EVની પણ વધી ડિમાન્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુજ્જુભાઈના ગામમાં ખજૂરની મીઠાશ
Junagadh Civil Hospital: જૂનાગઢ સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વીડિયો વાયરલ! દિવ્યાંગ મહિલાને રસ્તા પર ઢસડાવું પડ્યું
Ayodhya Deepotsav 2026: અયોધ્યામાં દિવ્ય દીપોત્સવનો પ્રારંભ! 30 લાખ દીવાઓથી ઝળહળ્યો સરયુ ઘાટ
Meet Mandakini Dadi: 100 વર્ષની ઉંમરે પણ યુવાનો જેવો જુસ્સો! અમદાવાદનાં મંદાકિની બાની પ્રેરણાદાયી કહાની
PM Modi: જવાનો સાથે દિવાળી મનાવશે પ્રધાનમંત્રી મોદી, દેશવાસીઓને આપ્યો ખાસ સંદેશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી; રામનગરી 30 લાખ માટીના દીવાઓથી ઝળહળી ઊઠી
અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી; રામનગરી 30 લાખ માટીના દીવાઓથી ઝળહળી ઊઠી
PM મોદીએ આપી દિવાળીની શુભકામના, શેર કર્યો વીડિયો મેસેજ, કહ્યું- 'રોશનીથી ઝગમગી રહ્યો છે દેશ'
PM મોદીએ આપી દિવાળીની શુભકામના, શેર કર્યો વીડિયો મેસેજ, કહ્યું- 'રોશનીથી ઝગમગી રહ્યો છે દેશ'
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક
દિવાળીના દિવસે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ટાઈમિંગથી LIVE સ્ટ્રીમિંગ સુધીની તમામ માહિતી
દિવાળીના દિવસે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ટાઈમિંગથી LIVE સ્ટ્રીમિંગ સુધીની તમામ માહિતી
અત્યાર સુધી 8 ખેલાડીઓનો થયો ટ્રેડ, SRH એ સૌથી વધુ 3 ખેલાડીઓ પર મારી બાજી
અત્યાર સુધી 8 ખેલાડીઓનો થયો ટ્રેડ, SRH એ સૌથી વધુ 3 ખેલાડીઓ પર મારી બાજી
IND vs NZ: વરસાદે બચાવી ટીમ ઈન્ડિયાની લાજ, 4 રને મળી જીત, 135 રન ચેઝ કરવા ભારે પડ્યા
IND vs NZ: વરસાદે બચાવી ટીમ ઈન્ડિયાની લાજ, 4 રને મળી જીત, 135 રન ચેઝ કરવા ભારે પડ્યા
શું 31 ડિસેમ્બર પછી જૂની ચેકબુક બેકાર થઈ જશે? RBI એ કર્યો ખુલાસો
શું 31 ડિસેમ્બર પછી જૂની ચેકબુક બેકાર થઈ જશે? RBI એ કર્યો ખુલાસો
T20 ટીમની થઈ જાહેરાત, હાર્દિક પંડ્યાને ફરી ન મળ્યો મોકો, કમબેક અંગે સસ્પેન્સ યથાવત
T20 ટીમની થઈ જાહેરાત, હાર્દિક પંડ્યાને ફરી ન મળ્યો મોકો, કમબેક અંગે સસ્પેન્સ યથાવત
Embed widget