શોધખોળ કરો

2 લાખના ડાઉન પેમેન્ટ પર Mahindra Scorpio N ખરીદવી હોય તો કેટલો આવશે લોનનો હપ્તો? જાણો ગણતરી

Scorpio N on EMI: ગાડીમાં 6 એરબેગ, ABS ની સાથે EBD, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, હિલ હોલ્ડ કંટ્રોલ અને હિલ ડિસેન્ટ કંટ્રોલ જેવા સેફ્ટી ફીચર્સ મળે છે. ચાલો EMI ની ડિટેલ્સ જાણીએ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • માત્ર ૨ લાખ ડાઉનપેમેન્ટથી Scorpio N EMI પર ખરીદી શક્ય.
  • આધુનિક ફીચર્સ, 6-7 સીટર અને સારો માઇલેજ ઉપલબ્ધ.
  • 6 એરબેગ્સ, ADAS અને વિશાળ કેબિન સલામતી સુનિશ્ચિત કરે.

Scorpio N on EMI: જો તમે એક દમદાર, મોટી અને ભરોસાપાત્ર SUV ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો Mahindra Scorpio N તમારા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે. આ ગાડીને ખરીદવા માટે જરૂરી નથી કે તમે એક સાથે જ ફૂલ પેમેન્ટ કરો, તમે આ ગાડીને દર મહિને EMI આપીને પણ ખરીદી શકો છો. આના માટે તમારે ગાડીનો ફાઇનાન્સ પ્લાન જાણવો પડશે અને એ પણ ડિટેલ લેવી પડશે કે કેટલી ડાઉન પેમેન્ટ આપ્યા પછી તમે ગાડીની ચાવી ઘરે લાવી શકો છો?

Mahindra Scorpio-N ના બેઝ પેટ્રોલ વેરિઅન્ટ Z2 E ની એક્સ-શોરૂમ કિંમત 13.49 લાખ રૂપિયા છે. આ એક્સ-શોરૂમ કિંમતમાં 1.34 લાખ રૂપિયા RTO ફી અને 81 હજાર રૂપિયાનું ઇન્સ્યોરન્સ લાગે છે. આ સિવાય બીજા ચાર્જીસ ઉમેર્યા પછી ગાડીની ઓન-રોડ કિંમત 15.78 લાખ રૂપિયા થઈ જાય છે.

ગાડી ખરીદવા માટે કેટલી બનશે EMI?

જો તમે 2 લાખ રૂપિયાની ડાઉન પેમેન્ટ આપ્યા બાદ આ ગાડી ખરીદો છો તો 9.8 ટકા વ્યાજ દરથી 4 વર્ષ માટે તમારે દર મહિને 34 હજાર 796 રૂપિયા EMI તરીકે આપવાના રહેશે. જો તમે આ જ લોન 5 વર્ષ માટે લો છો તો EMI ની રકમ 29 હજાર 125 રૂપિયા થઈ જશે. આની સાથે જ 6 અને 7 વર્ષ માટે લોન લેવા પર EMI 25,374 અને 22,721 રૂપિયા બનશે.

આ પણ વાંચો...1 લીટર પેટ્રોલમાં કેટલા કિલોમીટર ચાલશે Nissan Tekton? જાણો કયા ખાસ ફીચર્સથી છે સજ્જ

Mahindra Scorpio-N નું પેટ્રોલ મોડલ આશરે 12 થી 13 કિલોમીટર પ્રતિ લીટર સુધીનું માઇલેજ આપે છે. વળી ડીઝલ વેરિઅન્ટ લગભગ 15 થી 17 કિલોમીટર પ્રતિ લીટર સુધી ચાલી શકે છે. આટલી મોટી એસયુવીના હિસાબથી આ માઇલેજ સારું માનવામાં આવે છે.

ગાડીના ફીચર્સ અને સેફ્ટી

ફીચર્સની વાત કરીએ તો સ્કોર્પિયો-એનમાં ઘણા મોર્ડન ફીચર્સ આપવામાં આવ્યા છે. આમાં 8-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે, Sony ની પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ, ઇલેક્ટ્રિક સનરૂફ, ડ્યુઅલ-ઝોન ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, વાયરલેસ મોબાઇલ ચાર્જર અને ક્રૂઝ કંટ્રોલ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ફીચર્સ સફરને વધુ આરામદાયક બનાવે છે.

સેફ્ટીના મામલામાં પણ આ એસયુવી ખૂબ જ મજબૂત છે. આમાં 6 એરબેગ, ABS ની સાથે EBD, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC), હિલ હોલ્ડ કંટ્રોલ અને હિલ ડિસેન્ટ કંટ્રોલ જેવા સેફ્ટી ફીચર્સ મળે છે, જે મુશ્કેલ રસ્તાઓ પર પણ ડ્રાઇવિંગને સેફ બનાવે છે.

કેબિનની અંદર મુસાફરો માટે પૂરતી જગ્યા મળે છે. આ એસયુવી 6-સીટર અને 7-સીટર બંને ઓપ્શનમાં ઉપલબ્ધ છે, તેથી મોટી ફેમિલી માટે પણ આ એક સારો ઓપ્શન સાબિત થાય છે. આની હાઈ સીટિંગ પોઝિશનના કારણે ડ્રાઇવરને રોડનો બહેતર વ્યુ મળે છે. આના કેટલાક વેરિઅન્ટમાં ADAS પણ મળે છે, જે ઘણા મોર્ડન સેફ્ટી ફીચર્સ દ્વારા સફરને વધુ સેફ બનાવે છે.

Frequently Asked Questions

મહિન્દ્રા સ્કોર્પિયો-એન કેવી રીતે ખરીદી શકાય છે?

તમે સ્કોર્પિયો-એનને સંપૂર્ણ ચુકવણી કરવાને બદલે માસિક EMI આપીને ખરીદી શકો છો. આ માટે તમારે ફાઇનાન્સ પ્લાન અને ડાઉન પેમેન્ટની વિગતો જાણવી જરૂરી છે.

મહિન્દ્રા સ્કોર્પિયો-એન Z2 E (બેઝ પેટ્રોલ) ની ઓન-રોડ કિંમત કેટલી છે?

મહિન્દ્રા સ્કોર્પિયો-એન Z2 E બેઝ પેટ્રોલ વેરિઅન્ટની ઓન-રોડ કિંમત 15.78 લાખ રૂપિયા છે, જેમાં RTO ફી અને ઇન્સ્યોરન્સનો સમાવેશ થાય છે.

મહિન્દ્રા સ્કોર્પિયો-એનનું માઇલેજ કેટલું છે?

પેટ્રોલ મોડેલ આશરે 12-13 કિલોમીટર પ્રતિ લિટરનું માઇલેજ આપે છે, જ્યારે ડીઝલ વેરિઅન્ટ લગભગ 15-17 કિલોમીટર પ્રતિ લિટર ચાલી શકે છે. આ મોટી SUV માટે સારું માઇલેજ ગણાય છે.

મહિન્દ્રા સ્કોર્પિયો-એનમાં કયા સેફ્ટી ફીચર્સ ઉપલબ્ધ છે?

તેમાં 6 એરબેગ્સ, ABS સાથે EBD, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC), હિલ હોલ્ડ કંટ્રોલ અને હિલ ડિસેન્ટ કંટ્રોલ જેવા ફીચર્સ મળે છે. કેટલાક વેરિઅન્ટમાં ADAS પણ હોય છે.

ટોપ સ્ટોરી

સપ્ટેમ્બર 2026 કાર સેલ્સ: નેક્સન અને પંચને પાછળ છોડી આ મારુતિ કારે મારી બાજી, જુઓ લિસ્ટ
સપ્ટેમ્બર 2026 કાર સેલ્સ: નેક્સન અને પંચને પાછળ છોડી આ મારુતિ કારે મારી બાજી, જુઓ લિસ્ટ
69KM માઈલેજ, કિંમત 67,100 રુપિયા, Platina-Splendor સાથે મુકાબલો, TVS ની નવી બાઈક 
69KM માઈલેજ, કિંમત 67,100 રુપિયા, Platina-Splendor સાથે મુકાબલો, TVS ની નવી બાઈક 
Creta નું શક્તિશાળી એન્જિન, લેવલ-2 ADAS, બુકિંગ 11 હજારથી શરુ, જાણો આ કાર વિશે 
Creta નું શક્તિશાળી એન્જિન, લેવલ-2 ADAS, બુકિંગ 11 હજારથી શરુ, જાણો આ કાર વિશે 
SUV કે MPV કઈ ખરીદવી? ₹5 લાખના બજેટમાં પરિવારો માટે આ 4 કાર છે બેસ્ટ
SUV કે MPV કઈ ખરીદવી? ₹5 લાખના બજેટમાં પરિવારો માટે આ 4 કાર છે બેસ્ટ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
Embed widget