શોધખોળ કરો

Mahindra Scorpio: મહિન્દ્રાની આ SUV આગળ ટાટા સફારી અને હેરિયર પણ ફેલ,જાણો ફિચર્સ અને કિંમત

Auto News: મહિન્દ્રા સ્કોર્પિયો કંપનીની સૌથી વધુ વેચાતી ગાડી બની ગઈ છે. આ કાર ટાટા સફારી અને ટાટા હેરિયર જેવા વાહનોને સીધી ટક્કર આપે છે. સાથે જ આ SUVમાં પાવરફુલ એન્જિન આપવામાં આવ્યું છે.

Mahindra Scorpio: ભારતીય બજારમાં મહિન્દ્રા તેની ધાકડ ગાડીઓ માટે ખૂબ જ ચર્ચામાં છે. આ દરમિયાન, આ SUV સેગમેન્ટમાં ફરી એકવાર મોટો ફેરફાર જોવા મળ્યો છે. ગયા મહિને એટલે કે જૂન 2024માં મહિન્દ્રા સ્કોર્પિયો(Mahindra Scorpio) એ ફરી એકવાર ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. મહિન્દ્રા સ્કોર્પિયોએ ટાટા સફારી (Tata Safari) અને ટાટા હેરિયર (Tata Harrier) જેવા વાહનોને પાછળ છોડીને આ સ્થાન હાંસલ કર્યું છે. પાવરફુલ એન્જિનની સાથે આ કારમાં અદભૂત ફીચર્સ પણ જોવા મળી શકે છે.

ગયા મહિને આટલા એકમો વેચાયા

જાણકારી અનુસાર મહિન્દ્રા સ્કોર્પિયો (Mahindra Scorpio) માં વાર્ષિક 42.31 ટકાનો વધારો થયો છે. જૂન 2024માં કંપનીની મહિન્દ્રા સ્કોર્પિયોના કુલ 12360 યુનિટ વેચાયા છે. જ્યારે જૂન 2023માં આ આંકડો 8648 યુનિટ હતો. એટલું જ નહીં, આ સેગમેન્ટમાં મહિન્દ્રાનો માર્કેટ શેર વધીને લગભગ 51 ટકા થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે આ સેગમેન્ટમાં મહિન્દ્રા XUV700 જૂનમાં કુલ 5928 યુનિટના વેચાણ સાથે બીજા ક્રમે છે. બીજી તરફ, એમજી હેક્ટર સાલાન ત્રીજા સ્થાને આવી ગઈ છે અને જૂનમાં માત્ર 1713 યુનિટ્સ વેચાયા હતા.

પાવરફુલ એન્જિન

કંપનીની આ પાવરફુલ SUVમાં 2184 ccનું એન્જિન છે. આ એન્જિન 130 bhpની મહત્તમ પાવર સાથે 300 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. સાથે જ તેમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. આ સિવાય આ કારમાં 7 અને 9 સીટર ઓપ્શન ઉપલબ્ધ છે. એટલું જ નહીં, આ SUV 15 કિમી સુધીની માઈલેજ આપે છે.

શાનદાર ફિચર્સ

મહિન્દ્રા સ્કોર્પિયો(Mahindra Scorpio) ના ફીચર્સની વાત કરીએ તો આ કારમાં 460 લીટરની બૂટ સ્પેસ છે અને સાથે જ 60 લીટરની મોટી ફ્યુઅલ ટેન્ક પણ છે. આ સાથે SUVમાં પાવર સ્ટીયરીંગ, એન્ટી લોક બ્રેકીંગ સિસ્ટમ, એસી, એરબેગ, ઓટોમેટીક ક્લાઈમેટ કંટ્રોલ સિસ્ટમ, એલોય વ્હીલ્સ, મલ્ટી-ફંક્શન સ્ટીયરીંગ વ્હીલ જેવા ઘણા અદ્ભુત ફીચર્સ આપવામાં આવ્યા છે.

કિંમત કેટલી છે

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે મહિન્દ્રા સ્કોર્પિયોની એક્સ-શોરૂમ કિંમત 13.62 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 17.42 લાખ રૂપિયા સુધી જાય છે. આ સિવાય આ કાર માર્કેટમાં એમજી હેક્ટક (MG Hector), ટાટા સફારી (Tata Safari )અને ટાટા હેરિયર (Tata Harrier ) જેવા વાહનોને સીધી સ્પર્ધા આપે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

50 હજાર ડાઉન પેમેન્ટ પર Comet EV ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI?
50 હજાર ડાઉન પેમેન્ટ પર Comet EV ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI?
Upcoming SUVs List: ત્રણ મહિનામાં લોન્ચ થવાની છે આ ધાકડ SUVs, મળશે શાનદાર ફીચર્સ
Upcoming SUVs List: ત્રણ મહિનામાં લોન્ચ થવાની છે આ ધાકડ SUVs, મળશે શાનદાર ફીચર્સ
Maruti Suzuki Car: નવી Baleno-Fronxમાં થશે મોટા ફેરફાર, જાણો ડિટેલ
Maruti Suzuki Car: નવી Baleno-Fronxમાં થશે મોટા ફેરફાર, જાણો ડિટેલ
માત્ર 799 રુપિયામાં બુક કરો 260KM રેન્જવાળી દમદાર ઈલેક્ટ્રિક બાઈક! દેશી કંપનીની આ બાઈકે Ola-Ather ની ચિંતા વધારી
માત્ર 799 રુપિયામાં બુક કરો 260KM રેન્જવાળી દમદાર ઈલેક્ટ્રિક બાઈક! દેશી કંપનીની આ બાઈકે Ola-Ather ની ચિંતા વધારી

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, 720 રસ્તા જળમગ્ન, કેટલાક ગામડા સંપર્ક વિહોણા
Gujarat Rain Live Update: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, 720 રસ્તા જળમગ્ન, કેટલાક ગામડા સંપર્ક વિહોણા
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
Embed widget