શોધખોળ કરો

Thar લવર્સ માટે ખુશખબર! Mahindra એ લોન્ચ કરી નવી Thar OG, જાણો ફીચર્સ અને કીંમત

Mahindra Thar: દરેક વખતની જેમ મહિન્દ્રાએ પોતાની ન્યૂ થાર લોન્ચ કરી છે, મહિન્દ્રાએ પોતાની 3-ડોર થારને નવા અવતારમાં રજૂ કરી છે. જાણો નવી Thar OG માં બીજા કયા કયા છે નવા ફીચર્સ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મહિન્દ્રાએ અપડેટેડ 3-ડોર 'Thar OG' મોડેલ રજૂ કર્યું.
  • નવા LED હેડલેમ્પ્સ, ગ્રિલ, 19-ઇંચ એલોય વ્હીલ્સ મુખ્ય આકર્ષણ.
  • 6 એરબેગ્સ, ડિસ્ક બ્રેક, પાવર સ્ટીઅરિંગ, ટેરેન મોડ્સ મળ્યા.
  • પેટ્રોલ-ડીઝલ વિકલ્પો, ₹10.32 લાખથી પ્રારંભિક કિંમત ઉપલબ્ધ.

Mahindra Thar: મહિન્દ્રા થાર ભારતની એ એસયુવીમાં સામેલ છે, જેને ખાસ કરીને ઓફ-રોડ ડ્રાઇવિંગ અને દમદાર ડિઝાઇન માટે પસંદ કરવામાં આવે છે. હવે કંપનીએ પોતાની 3-ડોર થારને નવા અપડેટ સાથે રજૂ કરી છે. આ નવા મોડેલને Thar OG નામ આપવામાં આવ્યું છે. તેની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 10.32 લાખ રૂપિયા રાખવામાં આવી છે. નવી થારમાં ડિઝાઇનને પહેલા કરતા વધુ આધુનિક બનાવવામાં આવી છે. સાથે જ તેમાં કેટલાક નવા ફીચર્સ અને સુરક્ષાથી જોડાયેલા અપડેટ પણ કરવામાં આવ્યા છે.   

થાર OG ના લુકમાં શું બદલાયું ?

નવી Thar OG ના એક્સટીરિયરમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. ખાસ કરીને તેનો ફ્રન્ટ હિસ્સો પહેલાની સરખામણીએ અલગ દેખાય છે. તેમાં Thar Roxx થી પ્રેરિત LED પ્રોજેક્ટર હેડલેમ્પ આપવામાં આવ્યા છે. નવી ગ્રિલ પર Thar ની બ્રાન્ડિંગ પણ જોવા મળે છે. કંપનીએ ફોગ લેમ્પની પોઝિશનમાં પણ ફેરફાર કર્યો છે અને તેને ઉપરની તરફ રાખવામાં આવ્યા છે. ફોગ લેમ્પમાં LED લાઇટિંગ આપવામાં આવી છે, એસયુવીના ફ્રન્ટ બમ્પરને પણ નવું ડિઝાઇન આપવામાં આવ્યું છે. આ સિવાય નવી થારમાં 19-ઇંચના ડ્યુઅલ-ટોન એલોય વ્હીલ આપવામાં આવ્યા છે, જે તેના લુકને વધુ અલગ બનાવે છે. પાછળની તરફ સ્લિમ LED ટેલલેમ્પ અને નવું બમ્પર મળે છે. કુલ મળીને નવી Thar OG નું ડિઝાઇન જૂના મોડેલના મુકાબલે વધુ અપડેટેડ નજરે પડે છે, જ્યારે તેના ઓફ-રોડ SUV વાળા ડિઝાઇનને બરાબર જાળવી રાખવામાં આવ્યું છે.  

આ પણ વાંચો...સિંગલ ચાર્જમાં આટલા KM લાંબી મુસાફરી કરી શકો, આ EVs ની રેન્જ જાણી દંગ રહી જશો 

ફીચર્સ અને સુરક્ષામાં પણ અપડેટ

નવી થાર OG માં કંપનીએ માત્ર ડિઝાઇન પર જ કામ નથી કર્યું પણ તેના સુરક્ષા અને ડ્રાઇવિંગથી જોડાયેલા ફીચર્સમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે. એસયુવીમાં 6 એરબેગ આપવામાં આવ્યા છે, જેથી પેસેન્જર સેફ્ટીને શ્રેષ્ઠ બનાવવા પર જોર આપવામાં આવ્યું છે. આ સિવાય તેમાં ઓલ-વ્હીલ ડિસ્ક બ્રેક અને ઇલેક્ટ્રોનિક પાવર સ્ટીઅરિંગ જેવા ફીચર્સ પણ મળે છે. નવી થારમાં ટેરેન મોડ પણ આપવામાં આવ્યા છે. આનો ઉપયોગ અલગ-અલગ પ્રકારના રોડ અને ઓફ-રોડ પરિસ્થિતિઓમાં ડ્રાઇવિંગ દરમિયાન કરી શકાય છે. થારની ઓળખ પહેલાથી જ ઓફ-રોડ ક્ષમતા વાળી એસયુવી તરીકે રહી છે. એવામાં કંપનીએ નવા ફીચર્સ ઉમેરવાની સાથે તેના આ પાસાને પણ જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે.   

પેટ્રોલ અને ડીઝલ એન્જિનના વિકલ્પ

નવી Mahindra Thar OG માં પેટ્રોલ અને ડીઝલ બંને પ્રકારના એન્જિન વિકલ્પ મળે છે. કંપનીએ આ વખતે મોટા ડીઝલ એન્જિનને રિયર-વ્હીલ ડ્રાઇવ વિકલ્પ સાથે પણ રજૂ કરી છે. આનાથી તે ગ્રાહકો પાસે વધુ વિકલ્પો આવે છે, જેઓ થારને અલગ-અલગ પ્રકારના ઉપયોગ માટે ખરીદવા માગે છે. નવી થાર OG ની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 10.32 લાખ રૂપિયા છે. કંપનીએ આ કિંમતને હાલમાં ઇન્ટ્રોડક્ટરી પ્રાઇસ તરીકે રાખી છે. અલગ-અલગ વેરિઅન્ટ, એન્જિન અને ટ્રાન્સમિશનના હિસાબે તેની કિંમત અલગ હોઈ શકે છે. નવી Thar OG માં કરવામાં આવેલા ફેરફારોનો મુખ્ય ફોકસ તેના જૂના ઓફ-રોડ ડિઝાઇન અને ક્ષમતાને જાળવી રાખતા તેને વધુ આધુનિક અને સુરક્ષિત બનાવવાનો છે. નવા લુક, અપડેટેડ ફીચર્સ અને એન્જિન વિકલ્પો સાથે કંપનીએ 3-ડોર થારને મોજૂદ ગ્રાહકો માટે નવા અંદાજમાં રજૂ કરી છે. 

Frequently Asked Questions

નવી 3-ડોર થાર મોડેલનું નામ શું છે અને તેની શરૂઆતી કિંમત કેટલી છે?

આ નવા મોડેલને Thar OG નામ આપવામાં આવ્યું છે. તેની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 10.32 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

Thar OG ના લુકમાં કયા મુખ્ય ફેરફારો કરવામાં આવ્યા છે?

તેમાં LED પ્રોજેક્ટર હેડલેમ્પ, નવી ગ્રિલ, બદલાયેલા ફોગ લેમ્પ અને નવું ફ્રન્ટ બમ્પર અપાયું છે. સાથે 19-ઇંચના ડ્યુઅલ-ટોન એલોય વ્હીલ પણ છે.

નવી Thar OG માં કયા સુરક્ષા ફીચર્સ સામેલ છે?

નવી થાર OG માં 6 એરબેગ, ઓલ-વ્હીલ ડિસ્ક બ્રેક અને ઇલેક્ટ્રોનિક પાવર સ્ટીઅરિંગ જેવા ફીચર્સ સુરક્ષાને વધુ મજબૂત બનાવે છે.

નવી Mahindra Thar OG માં કયા એન્જિન વિકલ્પો ઉપલબ્ધ છે?

નવી થાર OG માં પેટ્રોલ અને ડીઝલ બંને પ્રકારના એન્જિન વિકલ્પો મળે છે. મોટું ડીઝલ એન્જિન રિયર-વ્હીલ ડ્રાઇવ સાથે પણ ઉપલબ્ધ છે.

Advertisement

ટોપ સ્ટોરી

Tesla Roadster: આવી ગઈ હવામાં ઉડતી કાર,1 સેકન્ડમાં પકડશે 100 કિમીની સ્પીડ, જુઓ Video
Tesla Roadster: આવી ગઈ હવામાં ઉડતી કાર,1 સેકન્ડમાં પકડશે 100 કિમીની સ્પીડ, જુઓ Video
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
EV સેગમેન્ટમાં નવી એન્ટ્રી, માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહી છે Honda 0 Alpha કાર
EV સેગમેન્ટમાં નવી એન્ટ્રી, માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહી છે Honda 0 Alpha કાર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
Embed widget