શોધખોળ કરો

Maruti e Vitara vs Hyundai Creta EV: કઈ ઇલેક્ટ્રિક SUV છે તમારા માટે બેસ્ટ? જાણો કિંમત, ફીચર્સ અને રેન્જમાં કોણ છે આગળ

Maruti e Vitara અને Hyundai Creta Electric બંને ઇલેક્ટ્રિક SUV સેગમેન્ટમાં લોકપ્રિય છે. ચાલો જાણીએ કે સ્પેસ, ફીચર્સ અને રેન્જની દ્રષ્ટિએ કઈ ઇલેક્ટ્રિક SUV વધુ સારી છે.

Maruti e Vitara vs Creta Electric: ભારતમાં ઇલેક્ટ્રિક SUVની માંગ ઝડપથી વધી રહી છે. હવે Maruti અને Hyundai પણ આ સેગમેન્ટમાં સામસામે છે. Maruti e Vitara અને Hyundai Creta Electric બંને નવી અને મોડર્ન ઇલેક્ટ્રિક ગાડીઓ છે. જો તમે નવી ઇલેક્ટ્રિક SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા કામના છે. ચાલો જાણીએ કે ફીચર્સ અને રેન્જની દ્રષ્ટિએ કઈ ઇલેક્ટ્રિક SUV વધારે દમદાર છે.

સ્પેસ, સાઈઝ અને ફીચર્સમાં કોણ ચડિયાતું?

Maruti e Vitara થોડી વધારે પહોળી છે અને તેનો વ્હીલબેઝ પણ મોટો છે. આનાથી અંદર બેસનારા લોકોને વધારે જગ્યા મળી શકે છે. બીજી તરફ, Hyundai Creta Electric લંબાઈ અને ઊંચાઈમાં આગળ છે. આનાથી હેડરૂમ અને બેસવાનો અનુભવ થોડો સારો લાગી શકે છે. બંને SUVs પરિવાર માટે આરામદાયક છે. બંને ગાડીઓમાં 10.25 inch ડિજિટલ ડિસ્પ્લે, વેન્ટિલેટેડ સીટ, ઓટો ક્લાઈમેટ કંટ્રોલ, 360 ડિગ્રી કેમેરા અને Level 2 ADAS જેવા મોડર્ન ફીચર મળે છે.

Maruti e Vitara માં 10-way પાવર ડ્રાઈવર સીટ, 7 એરબેગ્સ, 10 સ્પીકર સાઉન્ડ સિસ્ટમ અને મલ્ટી કલર એમ્બિયન્ટ લાઈટિંગ મળે છે. જ્યારે Hyundai Creta Electric માં પેનોરોમિક સનરૂફ, ડ્યુઅલ ઝોન ક્લાઈમેટ કંટ્રોલ, ડ્યુઅલ વાયરલેસ ચાર્જર અને Alexa કનેક્ટિવિટી જેવા ફીચર આપવામાં આવ્યા છે. ફીચર્સની બાબતમાં બંને ગાડીઓ ખૂબ મજબૂત છે, ફરક માત્ર તમારી પસંદગીનો છે.

બેટરી, રેન્જ અને પાવરમાં કોણ આગળ?

Maruti e Vitara બે બેટરી વિકલ્પમાં આવે છે, 49 kWh અને 61 kWh. તેની રેન્જ 440 km અને 543 km સુધી જણાવવામાં આવી છે. તેનો ટોર્ક 193 Nm છે. Hyundai Creta Electric 42 kWh અને 51.4 kWh બેટરી સાથે આવે છે. તેની રેન્જ 420 km અને 510 km સુધી છે. તેનો ટોર્ક 200 Nm છે. રેન્જની બાબતમાં e Vitara આગળ છે, જ્યારે Creta Electric નો ટોર્ક થોડો વધારે છે.

AC ચાર્જિંગમાં Creta Electric ઓછો સમય લે છે. તે લગભગ 4 થી 4.5 કલાકમાં ચાર્જ થઈ જાય છે, જ્યારે e Vitara ને 6.5 થી 9 કલાક લાગે છે. DC ફાસ્ટ ચાર્જિંગમાં પણ Creta થોડી ઝડપી છે. કિંમતની વાત કરીએ તો Maruti e Vitara ની શરૂઆતની કિંમત 15.99 લાખ રૂપિયા છે. Hyundai Creta Electric ની શરૂઆતની કિંમત 18.02 લાખ રૂપિયા છે. એટલે કે e Vitara આશરે 2 લાખ રૂપિયા સસ્તી છે.

કઈ SUV ખરીદવી?

જો તમે વધારે રેન્જ અને ઓછી કિંમત ઈચ્છતા હોવ તો Maruti e Vitara તમારા માટે વધુ સારી સાબિત થઈ શકે છે. જો તમને ઝડપી ચાર્જિંગ અને પ્રીમિયમ ફીચર પસંદ હોય તો Hyundai Creta Electric યોગ્ય વિકલ્પ હોઈ શકે છે.

ટોપ સ્ટોરી

ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
828 km Range અને 612 HP, BMW ની નવી iX4 કારે સૌને ચોંકાવ્યા
828 km Range અને 612 HP, BMW ની નવી iX4 કારે સૌને ચોંકાવ્યા
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget