શોધખોળ કરો

Discount on Cars: કાર ખરીદવાનું વિચારી રહ્યા છો! તો મારૂતી આ કાર પર આપી રહી છે બંપર ડિસ્કાઉન્ટ

મારુતિ આ મહિને આ એન્ટ્રી-લેવલ હેચબેક કાર પર ₹31,000 સુધીનું ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. ગ્રાહકો આ વાહનના ટોપ અને CNG મોડલની ખરીદી પર આ ઓફરનો લાભ લઈ શકે છે.

Maruti Cars Discount Offers in January 2023: કાર નિર્માતા કંપનીઓ નવા વર્ષ નિમિત્તે આ જાન્યુઆરીમાં પોતાની કાર પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. જેના કારણે ગ્રાહકો વાહનોની ખરીદી પર ₹38,000 સુધીની બચત કરી શકે છે. આ કારોમાં Alto K10, S Presso, Maruti WagonR, Maruti Celerio, Alto 800, Dzire અને Maruti Swift જેવા મોડલનો સમાવેશ થાય છે. ગ્રાહકો સમગ્ર જાન્યુઆરી દરમિયાન આ ઓફરનો લાભ લઈ શકે છે.

મારુતિ અલ્ટો 800

મારુતિ આ મહિને આ એન્ટ્રી-લેવલ હેચબેક કાર પર ₹31,000 સુધીનું ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. ગ્રાહકો આ વાહનના ટોપ અને CNG મોડલની ખરીદી પર આ ઓફરનો લાભ લઈ શકે છે. જ્યારે કંપની આ કારના બેઝ મોડલ પર 11,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

મારુતિ અલ્ટો K10

મારુતિ અલ્ટો K10 હેચબેકને તાજેતરમાં નવા અવતારમાં લોન્ચ કરવામાં આવી છે. મારુતિ આ મહિને આ કાર પર 38,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. તેના CNG વેરિઅન્ટની ખરીદી પર ગ્રાહકો 38 હજાર રૂપિયા સુધીની બચત કરી શકે છે. જેમાં રૂ. 15,000નું રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 15,000નું એક્સચેન્જ બોનસ અને રૂ. 8,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.

મારુતિ સુઝુકી સેલેરિયો

મારુતિ વેરિઅન્ટના આધારે Celerio હેચબેક પર ₹21,000 થી ₹31,000નું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. તેના મેન્યુઅલ વેરિઅન્ટની ખરીદી પર 31,000 રૂપિયા અને ઓટોમેટિક વેરિઅન્ટ પર 21,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.

મારુતિ વેગન આર

મારુતિ વેગન આરની ખરીદી પર તમે 33 હજાર રૂપિયા સુધીની બચત કરી શકો છો. ઓફરમાં ₹10,000નું રોકડ ડિસ્કાઉન્ટ, ₹15,000નું એક્સચેન્જ બોનસ અને ₹8,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ શામેલ છે. જ્યારે WagonR CNG પર 31,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

મારુતિ એસ પ્રેસો

મારુતિ આ મહિને તેની S-Presso કાર પર રૂ. 36,000 સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. તેના CNG વેરિઅન્ટની ખરીદી પર ગ્રાહકો 35,100 રૂપિયા સુધીની બચત કરી શકે છે. જેમાં રૂ. 15,000નું રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 15,000નું એક્સચેન્જ બોનસ અને રૂ. 6,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.

મારુતિ સુઝુકી સ્વિફ્ટ

તમે મારુતિની સ્પોર્ટી ડિઝાઇન સાથે પ્રીમિયમ હેચબેક સ્વિફ્ટની ખરીદી પર રૂ. 27,000 સુધીની બચત કરી શકો છો. આ ઑફરમાં ₹5,000નું રોકડ ડિસ્કાઉન્ટ, ₹15,000નું એક્સચેન્જ બોનસ અને ₹7,000નું કૉર્પોરેટ ડિસ્કાઉન્ટ શામેલ છે. જ્યારે સ્વિફ્ટ CNG પર 10,100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

મારુતિ સુઝુકી ડિઝાયર

મારુતિ સુઝુકી ડિઝાયરના તમામ વેરિઅન્ટની ખરીદી પર તમે 17,000 રૂપિયા સુધીની બચત કરી શકો છો. જેમાં ₹10,000 નું એક્સચેન્જ બોનસ અને ₹7,000 નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૌથી સસ્તી Maruti Fronx ખરીદવી છે? જાણો રૂ. 1 લાખના ડાઉન પેમેન્ટ પર દર મહિને કેટલો EMI આવશે
સૌથી સસ્તી Maruti Fronx ખરીદવી છે? જાણો રૂ. 1 લાખના ડાઉન પેમેન્ટ પર દર મહિને કેટલો EMI આવશે
સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા
સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા
19 kmpl માઇલેજ અને 6 એરબેગ્સ સાથે ફેમિલી માટે બેસ્ટ સસ્તી કાર! જાણો કિંમત
19 kmpl માઇલેજ અને 6 એરબેગ્સ સાથે ફેમિલી માટે બેસ્ટ સસ્તી કાર! જાણો કિંમત
50 હજાર ડાઉન પેમેન્ટ પર Alto ખરીદો તો કેટલી આવશે EMI? જાણો સંપૂર્ણ ગણતરી
50 હજાર ડાઉન પેમેન્ટ પર Alto ખરીદો તો કેટલી આવશે EMI? જાણો સંપૂર્ણ ગણતરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget