શોધખોળ કરો

50 હજાર ડાઉન પેમેન્ટ પર Comet EV ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI?

MG Comet EV on EMI: જો તમારી પાસે ફૂલ પેમેન્ટ કરવાના પૈસા નથી, તો આ કારને ડાઉન પેમેન્ટ અને EMI પર પણ ખરીદી શકાય છે. ચાલો જાણીએ કે આ કાર ખરીદવા માટે તમારે કેટલું ડાઉન પેમેન્ટ કરવું પડશે અને દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • MG Comet EV શહેરમાં ઉપયોગી, સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર છે.
  • ₹50 હજાર ડાઉનપેમેન્ટ સાથે, EMI ₹15,483 થી શરૂ થાય છે.
  • તેની બેટરી 230 km રેન્જ આપે, ચાર્જ 3.5-7 કલાક.
  • ડ્યુઅલ સ્ક્રીન, ટચસ્ક્રીન, કનેક્ટેડ ટેકનોલોજી જેવા આધુનિક ફીચર્સ.

MG Comet EV on EMI:  જો તમે ઓછા બજેટમાં ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો MG Comet EV તમારા માટે એક સારો વિકલ્પ બની શકે છે. તે દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કારોમાં ગણાય છે અને ખાસ કરીને શહેરમાં રોજિંદા અપ્પ-ડાઉન માટે જાણીતી છે. ઇલેક્ટ્રિક કારનું નાનું કદ, ઓછો રનિંગ કોસ્ટ અને ફેમિલીની બીજી કાર તરીકે પણ તેને લોકપ્રિય બનાવે છે.

 

કેટલી ઓન-રોડ કિંમતમાં મળી જશે MG Comet EV?

MG Comet EV ની એક્સ-શોરૂમ કિંમત લગભગ 7.79 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જોકે કંપની તેને BaaS (Battery as a Service) મોડલ સાથે પણ વેચે છે. આ મોડલમાં ગ્રાહકે બેટરીનું ભાડું પ્રતિ કિલોમીટરના હિસાબે અલગથી આપવાનું હોય છે.

આ પણ વાંચો....Upcoming SUVs List: ત્રણ મહિનામાં લોન્ચ થવાની છે આ ધાકડ SUVs, મળશે શાનદાર ફીચર્સ

દિલ્હીની વાત કરીએ તો, બેઝ વેરિઅન્ટની ઓન-રોડ કિંમત લગભગ 8.55 lakh રૂપિયાની આસપાસ પહોંચી જાય છે. જેમાં એક્સ-શોરૂમ કિંમત ઉપરાંત ઈન્સ્યોરન્સ, રજિસ્ટ્રેશન અને અન્ય ચાર્જ સામેલ હોય છે. અલગ-અલગ રાજ્યોમાં ટેક્સ અને ફી અલગ હોવાના કારણે ઓન-રોડ કિંમતમાં થોડો તફાવત હોઈ શકે છે.

દર મહિને કેટલા રૂપિયાની બનશે EMI?

જો તમે આ કારને બેંક લોન દ્વારા ખરીદો છો અને લગભગ 50 હજાર રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરો છો, ત્યારબાદ લગભગ 5 વર્ષ માટે 9.8% વ્યાજ દરે લોન લેવા પર તમારી મંથલી EMI લગભગ 15,483 રૂપિયાની આસપાસ બની શકે છે.

આ EMI બેંકના વ્યાજ દર, ડાઉન પેમેન્ટ અને લોનના સમયગાળા મુજબ ઓછી કે વધુ હોઈ શકે છે. જો તમે 4 વર્ષ માટે લોન લો છો તો 9.8% વ્યાજ દરે તમારે દર મહિને 18,498 રૂપિયાની EMI ચૂકવવી પડશે. આ સિવાય 3 વર્ષ માટે લોન લેવા પર 23,554 રૂપિયાની EMI બનશે.

જો તમે ઓછી EMI માટે લોનનો સમયગાળો વધારવા માગતા હોવ અને 7 વર્ષ માટે લોન લો છો, તો તમારે દર મહિને માત્ર 12,000 રૂપિયા મંથલી EMI તરીકે આપવાના રહેશે. આ ઉપરાંત 6 વર્ષ માટે આ EMI 13,489 રૂપિયા અને 5 વર્ષ માટે દર મહિને EMI 15,483 રૂપિયા બનશે.

MG Comet EV ની રેન્જ અને ચાર્જિંગ

MG Comet EV માં 17.4 kWh નો બેટરી પેક મળે છે. કંપનીના જણાવ્યા અનુસાર, તે એકવાર ફૂલ ચાર્જ થવા પર 230 km સુધીની ARAI સર્ટિફાઇડ રેન્જ આપે છે. તેની રિયલ રેન્જ લગભગ 170 થી 200 km વચ્ચે રહી શકે છે, જે ડ્રાઇવિંગ સ્ટાઇલ, ટ્રાફિક અને AC ના વપરાશ પર આધાર રાખે છે.

ચાર્જિંગની વાત કરીએ તો આ કાર ઘરગથ્થુ AC ચાર્જરથી સરળતાથી ચાર્જ થઈ જાય છે. 3.3 kW ચાર્જરથી તેને પૂરી રીતે ચાર્જ થવામાં લગભગ 7 કલાક લાગે છે, જ્યારે 7.4 kW AC ફાસ્ટ ચાર્જરથી તે લગભગ 3.5 કલાકમાં ફૂલ ચાર્જ થઈ જાય છે.

કેવા છે ઇલેક્ટ્રિક કારના ફીચર્સ?

ફીચર્સની વાત કરીએ તો MG Comet EV માં ડ્યુઅલ 10.25-inch સ્ક્રીન, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ Android Auto અને Apple CarPlay, કનેક્ટેડ કાર ટેકનોલોજી, કી-લેસ એન્ટ્રી, રિવર્સ પાર્કિંગ કેમેરા અને ઘણા આધુનિક ફીચર્સ આપવામાં આવ્યા છે. આ 4-સિટર ઇલેક્ટ્રિક કાર ખાસ કરીને શહેરમાં આરામદાયક સફર માટે ડિઝાઇન કરવામાં આવી છે.

જો તમારું રોજનું ડ્રાઇવિંગ શહેરની અંદર 30 થી 50 km સુધીનું હોય અને તમે પેટ્રોલ-ડીઝલના વધતા ખર્ચથી બચવા માગતા હોવ, તો MG Comet EV એક સસ્તો વિકલ્પ સાબિત થઈ શકે છે.

દેશની સૌથી સસ્તી કાર Comet EV ના રાઇવલ્સની વાત કરવામાં આવે તો તેનો મુકાબલો Tata Punch EV અને Citroen eC3 સાથે થાય છે.

Frequently Asked Questions

MG Comet EV શા માટે સારો વિકલ્પ ગણી શકાય?

તે ઓછા બજેટમાં ઉપલબ્ધ છે અને દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કારોમાંની એક છે. શહેરમાં રોજિંદા પ્રવાસ, ઓછો રનિંગ કોસ્ટ અને બીજી ફેમિલી કાર તરીકે તે સારો વિકલ્પ છે.

MG Comet EV ની ઓન-રોડ કિંમત કેટલી છે?

તેની એક્સ-શોરૂમ કિંમત લગભગ 7.79 લાખ રૂપિયાથી શરૂ થાય છે. દિલ્હીમાં બેઝ વેરિઅન્ટની ઓન-રોડ કિંમત આશરે 8.55 લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે.

MG Comet EV એકવાર ચાર્જ થવા પર કેટલી રેન્જ આપે છે અને કેટલો સમય લાગે છે?

તેમાં 17.4 kWh નો બેટરી પેક છે જે 230 km ARAI સર્ટિફાઇડ રેન્જ આપે છે. 3.3 kW AC ચાર્જરથી 7 કલાક અને 7.4 kW ફાસ્ટ ચાર્જરથી 3.5 કલાકમાં ફુલ ચાર્જ થાય છે.

MG Comet EV માં કયા મુખ્ય ફીચર્સ જોવા મળે છે?

તેમાં ડ્યુઅલ 10.25-inch સ્ક્રીન, ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ Android Auto અને Apple CarPlay, કનેક્ટેડ કાર ટેકનોલોજી અને કી-લેસ એન્ટ્રી જેવા ફીચર્સ ઉપલબ્ધ છે.

Advertisement

ટોપ સ્ટોરી

નવી Toyota Fortuner થઈ લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણીને ઉડી જશે હોશ
નવી Toyota Fortuner થઈ લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણીને ઉડી જશે હોશ
જૂના સરકારી વાહનો અંગે મોટું અપડેટ, સ્ક્રેપિંગ નીતિમાં થયો ફેરફાર
જૂના સરકારી વાહનો અંગે મોટું અપડેટ, સ્ક્રેપિંગ નીતિમાં થયો ફેરફાર
29 kmpl Mileage વાળી SUV ની એન્ટ્રી, માત્ર ₹21,000 માં Booking
29 kmpl Mileage વાળી SUV ની એન્ટ્રી, માત્ર ₹21,000 માં Booking
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
Embed widget