શોધખોળ કરો

ડ્રાઇવિંગ લાયસન્સ કે RTO રજિસ્ટ્રેશનની નથી જરૂર, માત્ર આટલા હજારમાં ઘરે લાવો આ સ્કૂટર

Ampere Reo VYB:: આ સ્કૂટર ઘણી મહત્વપૂર્ણ સુવિધાઓ સાથે આવે છે, જેમાં કીલેસ ગો સિસ્ટમ, પ્રીમિયમ કી ફોબ, રિવર્સ મોડ, ફુલ LED લાઇટિંગ અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરનો સમાવેશ થાય છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • એમ્પીયર Reo VYB ઇલેક્ટ્રિક સ્કૂટર ભારતમાં થયું લોન્ચ.
  • લાયસન્સ વિના ચલાવી શકાશે, કિંમત 69,499 રૂપિયા છે.
  • એક ચાર્જમાં 80 KM રેન્જ, ટોપ સ્પીડ 25.
  • વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો માટે આદર્શ, અનેક ફીચર્સ.

Ampere Reo VYB: ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ સતત વધી રહી છે. પેટ્રોલના વધતા ભાવને કારણે લોકો હવે ઇલેક્ટ્રિક સ્કૂટર તરફ વળી રહ્યા છે. આવી સ્થિતિમાં Ampere Reo VYB નામનું નવું લો-સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવામાં આવ્યું છે. આ સ્કૂટરની ખાસ વાત એ છે કે તેને ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા RTO રજિસ્ટ્રેશનની જરૂર પડતી નથી. વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો અને પહેલી વખત સ્કૂટર ખરીદનારા લોકો માટે આ એક ઉત્તમ વિકલ્પ બની શકે છે.

કેટલી છે આ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત?

Ampere Reo VYB સ્કૂટરની કિંમત 69,499 રૂપિયા રાખવામાં આવી છે. આ કંપનીનું પ્રીમિયમ વર્ઝન છે, જેમાં ડિઝાઇન, ફીચર્સ અને લુકમાં અનેક અપડેટ્સ કરવામાં આવ્યા છે. અગાઉના મોડલની તુલનામાં આ વધુ આધુનિક અને સ્પોર્ટી દેખાય છે. સ્કૂટરના ફ્રન્ટ ભાગમાં LED DRL અને સાઇડ બોડી પર એમ્બિયન્ટ લાઇટ આપવામાં આવી છે. તેને Warm White, Pastel Purple, Dark Grey અને Aqua Metallic જેવા ચાર આકર્ષક રંગોમાં લોન્ચ જૂ કરવામાં આવ્યું છે.

બેટરી અને રેન્જ

Ampere Reo VYBમાં 1.44 kWh ક્ષમતાની LFP બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આ સ્કૂટર એક વખત પૂર્ણ ચાર્જ થયા બાદ 80 કિલોમીટર સુધીની રેન્જ આપે છે. તેની ટોપ સ્પીડ 25 કિલોમીટર પ્રતિ કલાક છે. આ સ્પીડ કેટેગરીમાં આવતું હોવાથી તેને ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ અને રજિસ્ટ્રેશનની જરૂર પડતી નથી. સ્કૂટરને સંપૂર્ણ ચાર્જ થવામાં અંદાજે 5 કલાક 30 મિનિટનો સમય લાગે છે.

ફીચર્સ અને પરફોર્મન્સ

આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં Keyless Go સિસ્ટમ, પ્રીમિયમ Key Fob, Reverse Mode, સંપૂર્ણ LED લાઇટિંગ, LCD ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, Main Stand અને 24 લિટરની Under-Seat Storage જેવી સુવિધાઓ આપવામાં આવી છે.

પરફોર્મન્સની વાત કરીએ તો તેમાં 0.25 kWની હબ મોટર આપવામાં આવી છે, જે 35 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. સ્કૂટરના આગળના ભાગમાં 12 ઇંચનું એલોય વ્હીલ અને ડિસ્ક બ્રેક આપવામાં આવ્યું છે, જ્યારે પાછળ 10 ઇંચનું વ્હીલ મળે છે. તેમાં 140 મીમીનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને 1310 મીમીનો વ્હીલબેઝ આપવામાં આવ્યો છે, જે શહેરના રસ્તાઓ પર આરામદાયક અને સંતુલિત રાઇડિંગનો અનુભવ આપે છે.

આ સ્કૂટર ખાસ કરીને શહેરમાં રોજિંદા ઉપયોગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. ઉપરાંત, લાસ્ટ-માઇલ ડિલિવરી સેવાઓ માટે પણ તે ઉપયોગી સાબિત થઈ શકે છે..

Frequently Asked Questions

Ampere Reo VYB શું છે?

Ampere Reo VYB એક નવું લો-સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટર છે જે ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવ્યું છે. તે વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો અને પહેલી વખત સ્કૂટર ખરીદનારા લોકો માટે સારો વિકલ્પ છે.

Ampere Reo VYB ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ કે રજિસ્ટ્રેશનની જરૂર પડે છે?

ના, આ લો-સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટર હોવાથી તેને ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ કે RTO રજિસ્ટ્રેશનની જરૂર પડતી નથી. તેની ટોપ સ્પીડ 25 કિલોમીટર પ્રતિ કલાક છે.

Ampere Reo VYB સ્કૂટરની કિંમત કેટલી છે?

Ampere Reo VYB સ્કૂટરની કિંમત 69,499 રૂપિયા રાખવામાં આવી છે. આ કંપનીનું પ્રીમિયમ વર્ઝન છે જેમાં ડિઝાઇન અને ફીચર્સ અપડેટ કરાયા છે.

Ampere Reo VYB ની બેટરી અને રેન્જ કેટલી છે?

તેમાં 1.44 kWh ક્ષમતાની LFP બેટરી છે, જે એક વખતના ચાર્જ પર 80 કિલોમીટર સુધીની રેન્જ આપે છે. તેને સંપૂર્ણ ચાર્જ થવામાં લગભગ 5 કલાક 30 મિનિટ લાગે છે.

Ampere Reo VYB માં કયા મુખ્ય ફીચર્સ ઉપલબ્ધ છે?

આ સ્કૂટરમાં Keyless Go સિસ્ટમ, પ્રીમિયમ Key Fob, રિવર્સ મોડ, સંપૂર્ણ LED લાઇટિંગ અને 24 લિટરની અંડર-સીટ સ્ટોરેજ જેવી સુવિધાઓ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

15 ઓગસ્ટે મહિન્દ્રા આપશે મોટી સરપ્રાઈઝ! આવી રહી છે નવી 'Vision S' SUV, જાણો ખાસિયતો
15 ઓગસ્ટે મહિન્દ્રા આપશે મોટી સરપ્રાઈઝ! આવી રહી છે નવી 'Vision S' SUV, જાણો ખાસિયતો
Brezza facelift ઘરે લાવવા માટે તમારે કેટલી EMI ચૂકવવી પડશે? જાણો તમામ વિગતો
Brezza facelift ઘરે લાવવા માટે તમારે કેટલી EMI ચૂકવવી પડશે? જાણો તમામ વિગતો
7 Seater Cars Under 20 Lakh: 20 લાખના બજેટમાં બેસ્ટ છે આ 7 સીટર કાર, જાણી લો લિસ્ટ
7 Seater Cars Under 20 Lakh: 20 લાખના બજેટમાં બેસ્ટ છે આ 7 સીટર કાર, જાણી લો લિસ્ટ
ટાટા લાવી રહી છે 600 KM રેન્જવાળી 7-સીટર EV SUV, ADAS સાથે મળશે ખાસ ફીચર્સ
ટાટા લાવી રહી છે 600 KM રેન્જવાળી 7-સીટર EV SUV, ADAS સાથે મળશે ખાસ ફીચર્સ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget