શોધખોળ કરો

નવી કાર ખરીદનારાઓ માટે બહુ મોટા સમાચાર: PUC ના નિયમ બદલાશે, દર 6 મહિને ધક્કા ખાવામાંથી મુક્તિ!

સરકાર 'PUCC 3.0' લાવવાની તૈયારીમાં; 6 વર્ષથી જૂની BS6 કાર માટે 1 વર્ષ અને BS4 કાર માટે દર 6 મહિને પ્રદૂષણ સર્ટિફિકેટ (PUC) કઢાવવું ફરજિયાત બનશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સરકાર 'PUCC 3.0' ડ્રાફ્ટ દ્વારા BS6 કારોને રાહત આપશે.
  • નવી BS6 કારોને એક ટેસ્ટ પછી ત્રણ વર્ષની PUC માન્યતા.
  • વાહનોની ઉંમર મુજબ PUC રિન્યુઅલ નિયમો કડક બનશે.
  • ઓછું પ્રદૂષણ કરતા BS6 વાહનોને આ છૂટછાટ મળશે.

new puc rules bs6 cars: જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો અથવા તમારી પાસે પહેલેથી જ BS6 કાર છે, તો તમારા માટે એક ખૂબ જ રાહત આપનારા સમાચાર છે. હવે તમારે વારંવાર PUC (પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ) કઢાવવા માટે પેટ્રોલ પંપના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી શકે છે. પ્રદૂષણ પર લગામ કસવા અને વાહન માલિકોને સુવિધા આપવા માટે સરકાર 'PUCC 3.0' નામનો નવો નિયમ લાવવાની તૈયારી કરી રહી છે. આ નવા ડ્રાફ્ટ મુજબ, નવી BS6 કાર માટે PUC ની વેલિડિટી વધારીને સીધી 3 વર્ષ કરી દેવામાં આવશે. આ સાથે જ પ્રદૂષણ ઘટાડવાના હેતુથી જૂના વાહનો માટે નિયમો વધુ કડક બનાવવામાં આવશે.

વારંવાર ધક્કા ખાવામાંથી મળશે કાયમી મુક્તિ

અત્યારના નિયમ મુજબ, નવી કાર પર પહેલા વર્ષ માટે PUC માંથી છૂટ મળે છે. પરંતુ તે પછી, દર 6 મહિને અથવા 1 વર્ષે ફરજિયાતપણે PUC કઢાવવું પડે છે અને જો આ નિયમ તોડો તો 10,000 રૂપિયા સુધીનો આકરો દંડ ભરવો પડે છે. તેનાથી લોકોના સમય અને પૈસા બંનેનો બગાડ થાય છે. પરંતુ નવા સરકારી પ્રસ્તાવ મુજબ, 6 વર્ષથી ઓછી જૂની તમામ પ્રાઇવેટ BS6 કાર માટે એક જ વાર ટેસ્ટ કરાવ્યા પછી સીધી 3 વર્ષની વેલિડિટી મળશે. એટલે કે કાગળિયા રિન્યુ કરાવવાની કોઈ જ માથાકૂટ રહેશે નહીં.

કાર જેટલી જૂની, નિયમો એટલા જ કડક!

સરકારની આ નવી યોજના વાહનની ઉંમરના આધારે કામ કરશે. તેમાં નીચે મુજબના ફેરફારો થઈ શકે છે:

6 વર્ષ સુધીની BS6 કાર: એકવાર PUC કઢાવ્યા પછી સીધી 3 વર્ષની વેલિડિટી.

6 થી 10 વર્ષ જૂની BS6 કાર: દર 1 વર્ષે (વાર્ષિક) PUC રિન્યુ કરાવવું પડશે.

10 વર્ષથી વધુ જૂની BS6 કાર: દર 6 મહિને પ્રદૂષણ કેન્દ્ર પર જઈને ટેસ્ટ કરાવવો પડશે.

આમ, સરકાર લોકોને સુવિધા તો આપી જ રહી છે, પણ સાથે જૂના વાહનોથી થતા પ્રદૂષણ પર ચાંપતી નજર રાખવાનું પણ આયોજન કરી રહી છે.

આ પણ વાંચોઃ ગાડી ખેંચી જવાનો ડર છોડો! કાર લોનના હપ્તા ચૂકવી ન શકો તો પણ તમારી પાસે છે આ 5 કાનૂની અધિકાર

BS4 અને તેનાથી જૂની કાર માટે આકરા નિયમો

આ નવા ડ્રાફ્ટમાં જૂના વાહનો માટે કડક જોગવાઈઓ કરવામાં આવી છે. જો તમારી પાસે માર્ચ 2020 પહેલા બનેલી BS4 પ્રાઇવેટ કાર છે, તો તમારે ફરજિયાત દર 6 મહિને PUC રિન્યુ કરાવવું પડશે. આ ઉપરાંત, જો તમારી કાર તેનાથી પણ જૂની એટલે કે BS1, BS2 અથવા BS3 મોડલની છે, તો તમારે દર 3 મહિને PUC સર્ટિફિકેટ કઢાવવું પડશે.

સરકાર BS6 વાહનોને આટલી છૂટ કેમ આપી રહી છે?

આની પાછળનું મુખ્ય કારણ એ છે કે નવી ટેક્નોલોજીવાળા BS6 વાહનો જૂના વાહનોની સરખામણીમાં 82% ઓછા કણ (Particulate Matter) અને 25% ઓછો નાઇટ્રોજન ઓક્સાઇડ ઉત્સર્જિત કરે છે. પ્રદૂષણ ઓછું ફેલાવતા હોવાને કારણે જ સરકાર આ નવી ઇકો-ફ્રેન્ડલી કારના માલિકોને આટલી મોટી રાહત આપી રહી છે.

આ પણ વાંચોઃ સ્કોડાએ લૉન્ચ કરી પાવરફુલ પીક EV: 647 kmની શાનદાર રેન્જ અને 28 મિનિટમાં થશે ચાર્જ

Frequently Asked Questions

સરકાર કયો નવો નિયમ લાવવાની તૈયારી કરી રહી છે?

સરકાર 'PUCC 3.0' નામનો નવો નિયમ લાવવાની તૈયારી કરી રહી છે. આ નિયમ પ્રદૂષણ પર લગામ કસવા અને વાહન માલિકોને સુવિધા આપવા માટે છે.

નવી BS6 કાર માટે PUC ની વેલિડિટી કેટલી હશે?

નવા ડ્રાફ્ટ મુજબ, નવી BS6 કાર માટે PUC ની વેલિડિટી વધારીને સીધી 3 વર્ષ કરી દેવામાં આવશે. 6 વર્ષથી ઓછી જૂની BS6 કારને એક જ વાર ટેસ્ટ કરાવ્યા પછી 3 વર્ષની વેલિડિટી મળશે.

જૂની BS4 અને તેનાથી પણ જૂની કાર માટે PUC ના નિયમો શું છે?

BS4 પ્રાઇવેટ કાર (માર્ચ 2020 પહેલાની) માટે દર 6 મહિને PUC રિન્યુ કરાવવું પડશે. BS1, BS2, અથવા BS3 મોડલ માટે દર 3 મહિને PUC સર્ટિફિકેટ કઢાવવું પડશે.

BS6 વાહનોને PUC માં શા માટે વધુ છૂટ આપવામાં આવી રહી છે?

BS6 વાહનો જૂના વાહનોની સરખામણીમાં 82% ઓછા કણ અને 25% ઓછો નાઇટ્રોજન ઓક્સાઇડ ઉત્સર્જિત કરે છે. પ્રદૂષણ ઓછું ફેલાવતા હોવાથી તેમને આ રાહત અપાઈ છે.

ટોપ સ્ટોરી

₹1 લાખથી ઓછા બજેટમાં સ્પોર્ટી લુક! યુવાનો માટે બેસ્ટ છે આ 5 બાઇક, જુઓ લિસ્ટ
₹1 લાખથી ઓછા બજેટમાં સ્પોર્ટી લુક! યુવાનો માટે બેસ્ટ છે આ 5 બાઇક, જુઓ લિસ્ટ
ક્રેટાની ઊંઘ ઉડાડવા આવી Honda Elevate! ₹12 લાખથી ઓછી કિંમત, જાણો માઇલેજ અને ફીચર્સ
ક્રેટાની ઊંઘ ઉડાડવા આવી Honda Elevate! ₹12 લાખથી ઓછી કિંમત, જાણો માઇલેજ અને ફીચર્સ
27 KM માઈલેજ, સનરુફ સાથે દમદાર SUV, 5.64 લાખથી કિંમત શરુ, તહેવારમાં લાવો ઘરે 
27 KM માઈલેજ, સનરુફ સાથે દમદાર SUV, 5.64 લાખથી કિંમત શરુ, તહેવારમાં લાવો ઘરે 
Tata ની દશેરા ધમાકા ઓફર! 1.25 લાખ સુધી સસ્તી થઈ કાર, Tiago થી Nexon પર છૂટ 
Tata ની દશેરા ધમાકા ઓફર! 1.25 લાખ સુધી સસ્તી થઈ કાર, Tiago થી Nexon પર છૂટ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Embed widget