શોધખોળ કરો

Traffic Rules: સાવધાન! વર્ષમાં 5 વાર નિયમ તોડ્યો તો ડ્રાઈવિંગ લાયસન્સ થશે રદ; જાણો નવો કાયદો

વાહનચાલકો માટે ચેતવણી સમાન સમાચાર છે. 1 જાન્યુઆરી, 2026 થી RTO એ નિયમો કડક કર્યા છે. હેલ્મેટ કે સીટબેલ્ટ જેવી નાની ભૂલો પણ ભારે પડશે અને 5 વાર નિયમ તોડવા બદલ લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે.

New Traffic Rules 2026: જો તમે ટુ-વ્હીલર કે ફોર-વ્હીલર ચલાવો છો, તો આ સમાચાર તમારા માટે ચેતવણી સમાન છે. માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને દેશમાં 'રોડ સેફ્ટી' (Road Safety) સુનિશ્ચિત કરવા માટે સરકારે ટ્રાફિકના નિયમોમાં ધરખમ ફેરફાર કર્યા છે. હવે માત્ર દંડ ભરીને છટકી જવું શક્ય નથી. નવા સુધારેલા મોટર વ્હીકલ એક્ટ હેઠળ કડક જોગવાઈઓ કરવામાં આવી છે.

આ નવો કાયદો 1 January, 2026 થી અમલમાં આવી ચૂક્યો છે. નવા નિયમો અનુસાર, જો કોઈ પણ વાહનચાલક એક નાણાકીય વર્ષમાં 5 (પાંચ) કે તેથી વધુ વખત ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાશે, તો તેને ડ્રાઈવિંગ લાયસન્સ રાખવા માટે ગેરલાયક ઠેરવવામાં આવશે અને તેનું લાયસન્સ સસ્પેન્ડ અથવા રદ કરવામાં આવશે.

જોકે, વાહનચાલકો માટે એક મહત્વની રાહત પણ છે. લાયસન્સ સીધું રદ કરવામાં આવશે નહીં. ડ્રાઈવરને પોતાનો પક્ષ રજૂ કરવા માટે આરટીઓ (RTO) દ્વારા સુનાવણીની તક આપવામાં આવશે. ઉપરાંત, આ ગણતરીમાં જૂના વર્ષોનો રેકોર્ડ ગણવામાં આવશે નહીં, માત્ર ચાલુ વર્ષમાં થયેલા ઉલ્લંઘનો જ ધ્યાનમાં લેવાશે.

સરકારે કુલ 24 પ્રકારના ટ્રાફિક ગુનાઓને નોટિફાઈ કર્યા છે. જો તમે આમાંથી કોઈપણ 5 ભૂલો કરશો, તો લાયસન્સ જોખમમાં મુકાશે. આમાં માત્ર મોટા અકસ્માતો જ નહીં, પણ સામાન્ય જણાતી ભૂલોનો પણ સમાવેશ થાય છે. જેમ કે હેલ્મેટ (Helmet) ન પહેરવું, કારમાં સીટ બેલ્ટ ન બાંધવો, ટ્રાફિક સિગ્નલ તોડવું, ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવો કે ઓવર સ્પીડિંગ કરવું.

હવે ફિઝિકલ મેમોની જરૂર રહેશે નહીં. તમારા વાહન પર જનરેટ થયેલા 'ઈ-ચલણ' (E-Challan) ના ડેટાબેઝના આધારે કાર્યવાહી થશે. સિસ્ટમ આપમેળે તમારી ભૂલોની ગણતરી કરશે અને જ્યારે તે પાંચના આંકડાને સ્પર્શશે ત્યારે તમારા પર કાર્યવાહીનું જોખમ તોળાશે.

અત્યાર સુધી માત્ર ટ્રાફિક પોલીસ મેમો આપતી હતી, પરંતુ હવે લાયસન્સ સસ્પેન્ડ કરવાની સત્તા 'પ્રાદેશિક પરિવહન કાર્યાલય' (RTO) અને 'જિલ્લા પરિવહન કાર્યાલય' (DTO) ને આપવામાં આવી છે. અધિકારીઓ નક્કી કરશે કે તમારી ભૂલ કેટલી ગંભીર છે અને તે મુજબ તમારું લાયસન્સ કેટલા મહિના કે વર્ષ માટે સસ્પેન્ડ કરવું.

તેથી, હવે રસ્તા પર નીકળતા પહેલા સાવચેત રહેજો. તમારી એક નાની ભૂલ તમારી ડ્રાઈવિંગ કરવાની આઝાદી છીનવી શકે છે. દંડ ભરવો સહેલો હોઈ શકે છે, પરંતુ લાયસન્સ રદ થવાથી તમારી રોજિંદી જિંદગી મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

ટોપ સ્ટોરી

Helmet Expiry Date: શું હેલમેટની પણ હોય એક્સપાયરી ડેટ, જાણો ક્યારે બદલી નાખવું જોઈએ?
Helmet Expiry Date: શું હેલમેટની પણ હોય એક્સપાયરી ડેટ, જાણો ક્યારે બદલી નાખવું જોઈએ?
Best SUV for Rural Roads: ખાડા અને કાદવમાં પણ નહીં અટકે આ ખડતલ ગાડીઓ, જુઓ ટોપ લિસ્ટ
Best SUV for Rural Roads: ખાડા અને કાદવમાં પણ નહીં અટકે આ ખડતલ ગાડીઓ, જુઓ ટોપ લિસ્ટ
પેટ્રોલ-ડીઝલને કહો અલવિદા! નવેમ્બર 2026 માં ભારતમાં લોન્ચ થશે આ લક્ઝરી ઇલેક્ટ્રિક કારો
પેટ્રોલ-ડીઝલને કહો અલવિદા! નવેમ્બર 2026 માં ભારતમાં લોન્ચ થશે આ લક્ઝરી ઇલેક્ટ્રિક કારો
બ્રેઝા-વેગનઆરનો ભારે ક્રેઝ: મારુતિએ વેચાણમાં રચ્યો નવો ઇતિહાસ, જુઓ સંપૂર્ણ વિગતો
બ્રેઝા-વેગનઆરનો ભારે ક્રેઝ: મારુતિએ વેચાણમાં રચ્યો નવો ઇતિહાસ, જુઓ સંપૂર્ણ વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોને મુખ્યમંત્રીની સૂચના
Hun To Bolish : હું તો બોલીશ : ભુવાજીની કેમ બગડી માનસિકતા ?
Hun To Bolish : હું તો બોલીશ : શુદ્ધ ઘીની સમજાઈ કિંમત
Bhavnagar Diamond Industry: ભાવનગરના હીરા ઉદ્યોગ પર મંદીનું લાગ્યું ગ્રહણ
CM Bhupendra Patel: એક ભૂલ પડશે ભારે? શિક્ષકો માટે મુખ્યમંત્રીની કડક ચેતવણી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
થરા અને ઓખા નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી, જાણો કોને મળી કઈ જવાબદારી?
થરા અને ઓખા નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી, જાણો કોને મળી કઈ જવાબદારી?
કોર્ટ, સ્કૂલ, એરપોર્ટ બાદ હવે રાજ્યભરની જેલોને ઉડાવી દેવાની ધમકી! સુરક્ષા એજન્સીઓ એલર્ટ, ડોગ સ્ક્વોડની તપાસ
કોર્ટ, સ્કૂલ, એરપોર્ટ બાદ હવે રાજ્યભરની જેલોને ઉડાવી દેવાની ધમકી! સુરક્ષા એજન્સીઓ એલર્ટ, ડોગ સ્ક્વોડની તપાસ
8th pay commission: રિપોર્ટ સોંપ્યા બાદ સરકાર લઈ શકે છે પાંચ મોટા નિર્ણય, જાણો વિગતે
8th pay commission: રિપોર્ટ સોંપ્યા બાદ સરકાર લઈ શકે છે પાંચ મોટા નિર્ણય, જાણો વિગતે
ભારત-ન્યૂઝીલેન્ડ મેચનો સમય બદલાયો, જાણો કેટલા વાગ્યે શરૂ થશે પ્રથમ વનડે
ભારત-ન્યૂઝીલેન્ડ મેચનો સમય બદલાયો, જાણો કેટલા વાગ્યે શરૂ થશે પ્રથમ વનડે
મુકેશ અંબાણી ફરી બન્યા એશિયાના સૌથી અમીર વ્યક્તિ, સંપત્તિમાં બમ્પર ઉછાળો
મુકેશ અંબાણી ફરી બન્યા એશિયાના સૌથી અમીર વ્યક્તિ, સંપત્તિમાં બમ્પર ઉછાળો
અમદાવાદના નિકોલમાં રફતારનો કહેર, નશામાં કાર ચાલકે ચાર લોકોને કચડ્યા
અમદાવાદના નિકોલમાં રફતારનો કહેર, નશામાં કાર ચાલકે ચાર લોકોને કચડ્યા
સોફ્ટવેર બનાવનારી કંપનીમાં મોટી છંટણી, 10 ટકા કર્મચારીઓને કાઢી મુક્યા
સોફ્ટવેર બનાવનારી કંપનીમાં મોટી છંટણી, 10 ટકા કર્મચારીઓને કાઢી મુક્યા
Embed widget