શોધખોળ કરો

Pagani Huayra 70 Anima: અસલી હીરાઓથી સજ્જ છે Pagani ની આ સુપરકાર, કિંમત સાંભળીને હોશ ઊડી જશે

Pagani Huayra 70 Anima: પગાનીએ રજૂ કરી નવી Pagani Huayra 70 Anima સુપરકાર. અસલી હીરાની ધૂળ અને પ્લેટિનમથી સજેલી આ V12 મેન્યુઅલ કારની જાણો કિંમત અને ફીચર્સ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પગાનીએ હીરાની ધૂળવાળી હુઆયરા 70 એનિમા સુપરકાર રજૂ કરી.
  • તેમાં 864 hp શક્તિશાળી V12 એન્જિન, મેન્યુઅલ ગિયરબોક્સ છે.
  • કેબિનમાં પ્રીમિયમ લેધર, ડાયમંડ ફિનિશ, અનન્ય ગ્રાફિક્સ સુવિધા છે.

Pagani Huayra 70 Anima: ઇટાલીની લક્ઝરી સુપરકાર ઉત્પાદક કંપની પગાનીએ પોતાની નવી વન-ઓફ સુપરકાર હુઆયરા 70 એનિમા પરથી પડદો ઉચકીને ઓટોમોબાઇલ માર્કેટમાં હલચલ મચાવી દીધી છે. કંપનીના સ્થાપક હોરાસિયો પગાનીના 70મા જન્મદિવસના પ્રસંગે બનાવાયેલી Huayra 70 સીરિઝની આ ત્રીજી અને છેલ્લી સ્પેશિયલ એડિશન કાર છે.

 

જણાવી દઈએ કે કોનકોર્સ ઇવેન્ટમાં રજૂ કરવામાં આવેલી આ કારની સૌથી મોટી ખાસિયત કારમાં ઉપયોગમાં લેવાયેલા પેઇન્ટની છે. જેમાં અસલી હીરાની ધૂળ અને પ્લેટિનમની પટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માર્કેટમાં તેની સંભવિત કિંમત લગભગ 27-30 કરોડ રૂપિયાથી વધુ બતાવવામાં આવી રહી છે. તો ચાલો જાણીએ કારમાં બીજું શું-શું શાનદાર છે.

આ પણ વાંચો...Motor Insurance Rules: હવે પોતાની મરજીથી પસંદ કરો ઈન્શ્યોરન્સ કવર, 15 ડિસેમ્બરથી લાગુ થશે IRDAIનો નવો નિયમ

હીરાની ધૂળનો થયો ઉપયોગ

જાણકારી આપી દઈએ કે પગાની હુઆયરા 70 એનિમાનો લુક ખૂબ જ શાનદાર છે. તેના બોડીવર્ક પર એક્સપોઝ્ડ કાર્બન ફાઇબર સાથે કસ્ટમ મેટાલિક લાઇટ બ્લુ અને ઇન્કી બ્લુ રંગનો પેઇન્ટ આપવામાં આવ્યો છે. જેમાં અસલી હીરાની ડસ્ટ ભેળવવામાં આવી છે. તડકો કે રોશની પડતાં જ આ કાર ચમકવા લાગે છે. જ્યારે આ સિવાય કારની બોડી પર હાથથી લગાવેલી અસલી પ્લેટિનમ લીફની પટ્ટીઓ પણ આપવામાં આવી છે. તો તેના એલોય વ્હીલ્સ અને રિયર વ્યૂ મિરર્સ પર પણ ડાયમંડ-કટ ફિનિશિંગ મળે છે.

મળે છે V12 એન્જિન

જણાવી દઈએ કે આ સુપરકારના બોનેટ નીચે મર્સિડીઝ-AMG દ્વારા ખાસ રીતે તૈયાર કરવામાં આવેલું 6.0-લીટરનું ટ્વિન-ટર્બો V12 એન્જિન આપવામાં આવ્યું છે. આ પાવરફુલ એન્જિન 864 hp નો પાવર અને 1,100 Nm નો ટોર્ક જનરેટ કરે છે.

જેનાથી તેની ટોપ સ્પીડ 350 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી જાય છે. ડ્રાઇવિંગના શોખીનો માટે તેમાં 7-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. જે આ લેવલની હાઇપરકારમાં ખૂબ જ ઓછું અને ખાસ માનવામાં આવે છે.

મળે છે અત્યંત લક્ઝરી કેબિન

જ્યારે કારના ઇન્ટિરિયરમાં જેવા તમે પગ મુકો છો તમને લક્ઝરીનો અહેસાસ થાય છે. કેબિનમાં બેજ અને મિલ્ક-કલર લેધર સાથે પ્રીમિયમ લોરો પિયાના ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

જ્યારે તેના સ્ટીયરીંગ વ્હીલ અને ગિયર નોબ પર પણ ડાયમંડ ડસ્ટ ફિનિશ આપવામાં આવી છે. તેમજ કેબિનની અંદર અર્જેન્ટીના અને લાાસ વેગાસના ઝંડાથી પ્રેરિત સ્પેશિયલ ગ્રાફિક્સ જોવા મળે છે. જે તેને એક એક્સક્લુસિવ અને પર્સનલ ટચ આપે છે.

ખૂબ જ ખાસ છે આ કાર

તમને જણાવી દઈએ કે કારના રિયર પ્રોફાઇલમાં 6-પાઇપવાળું કસ્ટમ એક્ઝોસ્ટ સિસ્ટમ આપવામાં આવ્યું છે. જેના પર સ્પેશિયલ વ્હાઇટ સિરામિક કોટિંગ કરવામાં આવ્યું છે. બ્રેકિંગ માટે તેમાં બ્રેમ્બોના કાર્બન-સિરામિક બ્રેક્સ આપવામાં આવ્યા છે. આ સંપૂર્ણપણે એક કસ્ટમાઇઝ્ડ વન-ઓફ મોડેલ છે.

એટલે કે આખી દુનિયામાં આવી સિર્ફ 1 જ કાર બનાવવામાં આવી છે. હીરા, પ્લેટિનમ અને V12 મેન્યુઅલ એન્જિનના આ અનોખા સંગમે તેને દુનિયાની સૌથી ખાસ કારોની લિસ્ટમાં સામેલ કરી દીધી છે.

Frequently Asked Questions

પગાની હુઆયરા 70 એનિમા શું છે?

આ ઇટાલીની લક્ઝરી સુપરકાર ઉત્પાદક પગાની દ્વારા તેના સ્થાપકના 70મા જન્મદિવસ નિમિત્તે બનાવેલી વન-ઓફ સ્પેશિયલ એડિશન કાર છે. તે હુઆયરા 70 સીરિઝની ત્રીજી અને છેલ્લી કાર છે.

પગાની હુઆયરા 70 એનિમાના પેઇન્ટમાં શું ખાસ છે?

આ કારના પેઇન્ટમાં અસલી હીરાની ધૂળ અને પ્લેટિનમની પટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તડકો કે રોશની પડતાં જ કાર ચમકવા લાગે છે.

આ સુપરકારમાં કયું એન્જિન આપવામાં આવ્યું છે?

તેમાં મર્સિડીઝ-AMG દ્વારા ખાસ તૈયાર કરાયેલું 6.0-લિટરનું ટ્વિન-ટર્બો V12 એન્જિન છે. આ એન્જિન 864 hp પાવર અને 1,100 Nm ટોર્ક જનરેટ કરે છે.

પગાની હુઆયરા 70 એનિમા કેટલી વિશિષ્ટ કાર છે?

આ સંપૂર્ણપણે એક કસ્ટમાઇઝ્ડ વન-ઓફ મોડેલ છે. આખી દુનિયામાં આવી માત્ર 1 જ કાર બનાવવામાં આવી છે, જે તેને અત્યંત ખાસ બનાવે છે.

Advertisement

ટોપ સ્ટોરી

India vs New Zealand:સાત વર્ષ પછી ભારતે ન્યૂઝીલેન્ડમાં જીતી સીરિઝ, પાંચમી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની જીત
India vs New Zealand:સાત વર્ષ પછી ભારતે ન્યૂઝીલેન્ડમાં જીતી સીરિઝ, પાંચમી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની જીત
ફરી વાવાઝોડાનો ખતરો! ઓડિશા, આંધ્રપ્રદેશ અને બંગાળમાં હવામાન વિભાગનું એલર્ટ
ફરી વાવાઝોડાનો ખતરો! ઓડિશા, આંધ્રપ્રદેશ અને બંગાળમાં હવામાન વિભાગનું એલર્ટ
અમેરિકાના મિયામી એરપોર્ટ પર મોટી દુર્ઘટના, રનવે પર બે વિમાનો વચ્ચે ટક્કર
અમેરિકાના મિયામી એરપોર્ટ પર મોટી દુર્ઘટના, રનવે પર બે વિમાનો વચ્ચે ટક્કર
U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ
U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોળી સમાજમાં રાજકીય કકળાટ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વ્યસન, ડાયાબિટીસને આમંત્રણ
Geniben Thakor: ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન
Amul Price Hike: મોંઘવારીનો વધુ એક ઝટકો! અમૂલે વધાર્યા દહીં અને લસ્સીના ભાવ
Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India vs New Zealand:સાત વર્ષ પછી ભારતે ન્યૂઝીલેન્ડમાં જીતી સીરિઝ, પાંચમી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની જીત
India vs New Zealand:સાત વર્ષ પછી ભારતે ન્યૂઝીલેન્ડમાં જીતી સીરિઝ, પાંચમી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની જીત
ફરી વાવાઝોડાનો ખતરો! ઓડિશા, આંધ્રપ્રદેશ અને બંગાળમાં હવામાન વિભાગનું એલર્ટ
ફરી વાવાઝોડાનો ખતરો! ઓડિશા, આંધ્રપ્રદેશ અને બંગાળમાં હવામાન વિભાગનું એલર્ટ
અમેરિકાના મિયામી એરપોર્ટ પર મોટી દુર્ઘટના, રનવે પર બે વિમાનો વચ્ચે ટક્કર
અમેરિકાના મિયામી એરપોર્ટ પર મોટી દુર્ઘટના, રનવે પર બે વિમાનો વચ્ચે ટક્કર
U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ
U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ
Today's Horoscope: કર્ક સહિત આ રાશિના જાતકને થશે ધનલાભ, જાણો રવિવારનું ભવિષ્યકથન
Today's Horoscope: કર્ક સહિત આ રાશિના જાતકને થશે ધનલાભ, જાણો રવિવારનું ભવિષ્યકથન
તુલસી વિવાહ બાદ શરૂ થશે લગસરાની સિઝન, જાણો નવેમ્બર અને ડિસેમ્બરમાં ક્યાં છે લગ્નના શુભ મૂહૂર્ત
તુલસી વિવાહ બાદ શરૂ થશે લગસરાની સિઝન, જાણો નવેમ્બર અને ડિસેમ્બરમાં ક્યાં છે લગ્નના શુભ મૂહૂર્ત
U19 Asia Cup Final: હારેલી મેચ જીત્યુ ભારત, અંડર-19 એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું
U19 Asia Cup Final: હારેલી મેચ જીત્યુ ભારત, અંડર-19 એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું
જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી: જેમને કોઈ પૂછતું નહોતું તેમને પીએમ મોદીએ પૂજ્યાં છે: CM ભૂપેન્દ્ર પટેલ
જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી: જેમને કોઈ પૂછતું નહોતું તેમને પીએમ મોદીએ પૂજ્યાં છે: CM ભૂપેન્દ્ર પટેલ
Embed widget