શોધખોળ કરો

હવે Zero નહીં, પેટ્રોલ-ડીઝલની ડેન્સિટી દ્વારા ગ્રાહકોને ચૂનો લગાવી રહ્યા છે પેટ્રોલપંપ! 99% લોકો કરે છે ઈગ્નોર

Petrol Pump Scam: તમારા વાહનમાં પેટ્રોલ કે ડીઝલ ભરતી વખતે ફક્ત 'શૂન્ય' રીડિંગ તપાસવું પૂરતું નથી; કોઈપણ પ્રકારની છેતરપિંડી સામે પોતાને બચાવવા માટે અન્ય મહત્વપૂર્ણ વિગતો પર પણ ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Petrol Pump Scam: પેટ્રોલ પંપ પર ગાડીમાં ઈંધણ ભરાવતી વખતે આપણને ખબર પણ નથી પડતી અને આપણી સાથે છેતરપિંડી થઈ જાય છે. ઘણીવાર આપણે માત્ર મીટરમાં 0.00 જોઈએ છીએ અને બાકીની વસ્તુઓ પર ધ્યાન આપતા નથી. આવી સ્થિતિમાં તમારી સાથે ફ્રોડ થઈ જાય છે અને તમે તેનાથી બિલકુલ અજાણ હોવ છો. તેથી, પેટ્રોલ કે ડીઝલ ભરાવતી વખતે માત્ર શૂન્ય (0) જોવું પૂરતું નથી, પરંતુ અન્ય કેટલીક જરૂરી બાબતો પર પણ ધ્યાન આપવું જરૂરી છે જેથી તમે કોઈપણ પ્રકારના ફ્રોડથી બચી શકો. ઘણીવાર અસલી ગરબડ ડેન્સિટી મીટર સાથે કરવામાં આવે છે.

વાસ્તવમાં, ડેન્સિટી મીટર તે પેટ્રોલ કે ડીઝલની ગુણવત્તા અને શુદ્ધતા દર્શાવે છે જે તમારી ગાડીમાં નાખવામાં આવી રહ્યું છે. સરળ ભાષામાં કહીએ તો, તે ઈંધણની ઘનતા (Density) અને તેની ગુણવત્તાને માપે છે. જો તેમાં નિર્ધારિત મર્યાદા કરતા વધારે કે ઓછું મૂલ્ય દેખાય, તો એવું બની શકે છે કે ઈંધણમાં ભેળસેળ કરવામાં આવી હોય. ભેળસેળવાળું ઈંધણ તમારી ગાડીના એન્જિનને પણ નુકસાન પહોંચાડી શકે છે.

આ સ્થિતિમાં સતર્ક થવું જરૂરી

તમારા માટે એ જાણવું જરૂરી છે કે પેટ્રોલની ઘનતા લગભગ 730 થી 800 કિલોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર ની વચ્ચે હોવી જોઈએ. જ્યારે ડીઝલની ઘનતા 830 થી 900 કિલોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર ની વચ્ચે રહે છે. જો ઘનતા આ નિર્ધારિત મર્યાદાની બહાર દેખાય, તો તે સંજોગોમાં તમારે સતર્ક થઈ જવું જરૂરી છે. તમે પેટ્રોલ પંપ પર મેન્યુઅલી પણ તેની તપાસ કરાવી શકો છો. નિયમો મુજબ, દેશના દરેક નાગરિકને પેટ્રોલની શુદ્ધતા માપવાનો અધિકાર છે.

એક બીજી વસ્તુ, જેના પર તમારે ખાસ ધ્યાન આપવાની જરૂર છે. જ્યારે તમે મીટરમાં શૂન્ય (0) જુઓ છો અને પેટ્રોલ ભરવાનું શરૂ થાય છે, ત્યારે નજર તે મીટર પર જ રાખો. જો મીટર 0 થી સીધું 10 પર પહોંચી જાય અને વચ્ચેના નાના નંબર ન દેખાય, તો આ પણ મીટરમાં ગરબડનો સંકેત હોઈ શકે છે. આ સ્થિતિમાં પણ તમારે તરત જ સાવધાન થઈ જવું જોઈએ. નોંધનિય છે કે, કેટલીક સતર્કતા રાખવાથી છેતરપિંડીથી બચી શકાય છે.                    

ટોપ સ્ટોરી

જો ચાલતી કારમાં રિવર્સ ગિયર પડી જાય તો શું થાય? જાણીલો જવાબ
જો ચાલતી કારમાં રિવર્સ ગિયર પડી જાય તો શું થાય? જાણીલો જવાબ
Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ
Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ
Tata Motors ની ધમાકા ઓફર,  અનેક કાર પર મળી રહ્યું છે લાખોનું ડિસ્કાઉન્ટ!
Tata Motors ની ધમાકા ઓફર,  અનેક કાર પર મળી રહ્યું છે લાખોનું ડિસ્કાઉન્ટ!
Duster હાઈબ્રિડ ભારતમાં લોન્ચ, 16.9 લાખ કિંમત અને 29kmpl ની શાનદાર માઈલેજ
Duster હાઈબ્રિડ ભારતમાં લોન્ચ, 16.9 લાખ કિંમત અને 29kmpl ની શાનદાર માઈલેજ

વિડિઓઝ

Yusuf Pathan : TMC છોડનાર સાંસદ યુસુફ પઠાણ પર વડોદરા મનપા મહેરબાન
Hun To Bolish : હું તો બોલીશ : એકતા અને આસ્થાની પલ્લી
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળનું દહન ક્યારે?
Rajkot News: સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી
CM Bhupendra Patel: વીજળીની વધતી માગ પર સરકાર એક્શનમાં , મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર

Embed widget