શોધખોળ કરો

તમારી પેટ્રોલ કારમાં CNG કિટ નંખાવતા પહેલા આ સરકારી નિયમો જાણી લો, નહીં તો પસ્તાશો

CNG Conversion: 3.5 ટનથી ઓછા વજનવાળા વાહનોમાં જ CNG કિટ લાગી શકે; બ્રાન્ડેડ કિટનો ખર્ચ ₹35,000થી ₹80,000 સુધી આવી શકે છે, RC બુકમાં અપડેટ જરૂરી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પેટ્રોલના ભાવ વધારાને પગલે કારમાં CNG કિટ લગાવવાનો વિકલ્પ.
  • ₹35,000 થી ₹80,000 સુધી CNG કિટ લગાવવાનો ખર્ચ.
  • RC બુક અને વીમા કંપનીમાં ફેરફાર કરાવવો ફરજિયાત.
  • CNG ના ફાયદા-ગેરફાયદા, વોરંટી રદ થવાનું જોખમ.

Petrol to CNG conversion cost 2026: પેટ્રોલના સતત વધતા ભાવે વાહનચાલકોના બજેટ ખોરવી નાખ્યા છે, જેના કારણે ઘણા લોકો હવે પોતાની પેટ્રોલ કારમાં CNG કિટ લગાવવાનું વિચારી રહ્યા છે. આનું મુખ્ય કારણ એ છે કે પેટ્રોલની સરખામણીમાં CNG સસ્તું પડે છે અને માઇલેજ પણ સારી આપે છે. જોકે, પેટ્રોલ કારને CNG માં કન્વર્ટ કરાવતા પહેલા તેના નિયમો, ખર્ચ અને કેટલીક અગત્યની બાબતો વિશે જાણવું ખૂબ જ જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન પડે.

સૌથી પહેલા તો એ જાણવું જરૂરી છે કે દરેક કારમાં CNG કિટ નથી લગાવી શકાતી. સરકારી નિયમો મુજબ, જે વાહનનું વજન 3.5 ટનથી ઓછું હોય તેમાં જ CNG કિટ ફીટ કરી શકાય છે. સામાન્ય રીતે હેચબેક, સેડાન અને કેટલીક નાની SUV માં આ કિટ સરળતાથી લાગી જાય છે. પરંતુ, જો તમારી કાર ખૂબ જૂની હોય કે પછી એન્જિનમાં કોઈ ખામી હોય, તો તેમાં CNG કિટ લગાવવી હિતાવહ નથી. માટે કિટ લગાવતા પહેલા મિકેનિક પાસે કારની કન્ડિશન અને એન્જિન ચેક કરાવી લેવું જોઈએ.

CNG કિટ લગાવવાનો ખર્ચ કેટલો?

જો ખર્ચની વાત કરીએ તો, પેટ્રોલ કારમાં CNG કિટ ઇન્સ્ટોલ કરાવવાનો ખર્ચ સામાન્ય રીતે ₹35,000 થી લઈને ₹80,000 સુધીનો આવી શકે છે. આ ખર્ચ તમારી કારનું મોડેલ, એન્જિનની ક્ષમતા અને તમે કઈ બ્રાન્ડની કિટ લગાવો છો તેના પર આધાર રાખે છે. સારી અને બ્રાન્ડેડ કિટ થોડી મોંઘી જરૂર પડે છે, પણ લાંબા ગાળે તે સેફ અને ભરોસાપાત્ર હોય છે. કેટલાક લોકો થોડા રૂપિયા બચાવવા માટે સસ્તી કિટ લગાવી દે છે, જેનાથી પાછળ જતાં એન્જિનમાં ખામી આવી શકે છે અને સલામતી જોખમાય છે.

કિટ હંમેશા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત અને ઓથોરાઈઝ્ડ ડીલર પાસેથી જ લગાવવી. કિટ લગાવ્યા બાદ તેનું અસલ બિલ અને સર્ટિફિકેટ લેવાનું ચૂકશો નહીં. આ ઉપરાંત, ઈંધણનો પ્રકાર બદલાયો હોવાથી તમારી કારની RC (રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ) બુકમાં પણ સુધારો કરાવવો ફરજિયાત છે. આની જાણ તમારી વીમા કંપનીને પણ કરવી પડે છે, જો આમ ન કરો તો અકસ્માત સમયે વીમો પાસ થવામાં મુશ્કેલી પડી શકે છે.

મોટા પરિવારો માટે બેસ્ટ છે આ 7-સીટર કાર, વેચાણમાં Ertiga નંબર-1 અને Bolero પણ છે સામેલ

CNG કારના ફાયદા અને ગેરફાયદા

ફાયદાની વાત કરીએ તો, CNG નો રનિંગ ખર્ચ પેટ્રોલ કરતાં ઘણો ઓછો આવે છે. અંદાજે એક કિલોમીટર ચલાવવાનો ખર્ચ ₹2 થી ₹3 જ આવે છે. વળી, CNG થી પ્રદૂષણ પણ ઓછું થાય છે.

પરંતુ તેની સામે કેટલાક ગેરફાયદા પણ છે. ડિકીમાં સિલિન્ડર આવી જવાથી બૂટ સ્પેસ ખતમ થઈ જાય છે. અમુક કારમાં પિકઅપ અને પરફોર્મન્સ થોડું ઘટી જાય છે. જો કિટ બરાબર ન લાગી હોય તો એન્જિન અને ECU માં પ્રોબ્લેમ આવી શકે છે. સૌથી મોટી વાત એ છે કે, જો કાર નવી હોય અને તમે બહારથી કિટ લગાવો તો કંપની કારની વોરંટી રદ કરી દે છે. આથી જ મોટાભાગના લોકો હવે નવી કાર લેતી વખતે ફેક્ટરી-ફિટેડ CNG મોડેલ લેવાનું વધુ પસંદ કરે છે.

શું તમારી કાર સુરક્ષિત છે? આ પોપ્યુલર કારોને ક્રેશ ટેસ્ટમાં મળ્યા છે 0 સ્ટાર, ખરીદતા પહેલા સાવધાન

Frequently Asked Questions

પેટ્રોલ કારમાં CNG કિટ લગાવવાનો ખર્ચ કેટલો આવી શકે છે?

પેટ્રોલ કારમાં CNG કિટ ઇન્સ્ટોલ કરાવવાનો ખર્ચ સામાન્ય રીતે ₹35,000 થી ₹80,000 સુધીનો આવી શકે છે. આ ખર્ચ કારના મોડેલ, એન્જિન અને કિટની બ્રાન્ડ પર આધાર રાખે છે.

શું દરેક પેટ્રોલ કારમાં CNG કિટ લગાવી શકાય છે?

ના, સરકારી નિયમો મુજબ જે વાહનનું વજન 3.5 ટનથી ઓછું હોય તેમાં જ CNG કિટ ફીટ કરી શકાય છે. જૂની કાર કે જેમાં એન્જિનની ખામી હોય તેમાં કિટ લગાવવી હિતાવહ નથી.

CNG કિટ લગાવ્યા પછી RC બુક અને વીમામાં શું ફેરફાર કરાવવો જરૂરી છે?

ઈંધણનો પ્રકાર બદલાયો હોવાથી RC બુકમાં સુધારો કરાવવો ફરજિયાત છે. વીમા કંપનીને પણ જાણ કરવી પડે છે, નહીંતર અકસ્માત સમયે વીમો પાસ થવામાં મુશ્કેલી થઈ શકે છે.

પેટ્રોલ કારને CNG માં કન્વર્ટ કરાવવાના મુખ્ય ફાયદા અને ગેરફાયદા શું છે?

મુખ્ય ફાયદો રનિંગ ખર્ચમાં ઘટાડો (₹2-₹3 પ્રતિ કિલોમીટર) અને ઓછું પ્રદૂષણ છે. ગેરફાયદામાં ડિકી સ્પેસમાં ઘટાડો, પિકઅપમાં ઘટાડો અને વોરંટી રદ થવાનો સમાવેશ થાય છે.

ટોપ સ્ટોરી

નવી Toyota Fortuner થઈ લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણીને ઉડી જશે હોશ
નવી Toyota Fortuner થઈ લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણીને ઉડી જશે હોશ
જૂના સરકારી વાહનો અંગે મોટું અપડેટ, સ્ક્રેપિંગ નીતિમાં થયો ફેરફાર
જૂના સરકારી વાહનો અંગે મોટું અપડેટ, સ્ક્રેપિંગ નીતિમાં થયો ફેરફાર
29 kmpl Mileage વાળી SUV ની એન્ટ્રી, માત્ર ₹21,000 માં Booking
29 kmpl Mileage વાળી SUV ની એન્ટ્રી, માત્ર ₹21,000 માં Booking
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 

વિડિઓઝ

Harsh Sanghavi Statement: 2030માં પણ ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી!: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Embed widget