શોધખોળ કરો

163 PS પાવર અને 5-સ્ટાર સેફ્ટી! રેનો Duster 2026 ના ક્રેશ ટેસ્ટ રિઝલ્ટ જોઈ તમે પણ ચોંકશો

10.49 લાખની શરૂઆતી કિંમત ધરાવતી આ શાનદાર SUV ને એડલ્ટ અને ચાઈલ્ડ સેફ્ટીમાં મળ્યા બેસ્ટ સ્કોર.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • નવી રેનો ડસ્ટરને BNCAP ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર રેટિંગ મળ્યું.
  • વયસ્ક સુરક્ષામાં 30.49/32, બાળ સુરક્ષામાં 45/49 પોઈન્ટ મળ્યા.
  • ફ્રન્ટલ ઓફસેટ, સાઇડ ઇમ્પેક્ટ ટેસ્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું.
  • 6 એરબેગ્સ, ADAS લેવલ 2 સહિત અનેક સલામતી સુવિધાઓ.

Renault Duster Bharat NCAP rating: લગભગ ચાર વર્ષના લાંબા અંતરાલ બાદ ભારતીય બજારમાં ફરી એન્ટ્રી મારનાર રેનોની નવી 2026 ડસ્ટર (Renault Duster) સલામતીની કસોટીમાં એકદમ ખરી ઉતરી છે. તાજેતરમાં જ ભારત ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ (BNCAP) દ્વારા કરવામાં આવેલા ક્રેશ ટેસ્ટમાં નવી ડસ્ટરને શાનદાર 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. પુખ્ત વયના લોકો (એડલ્ટ ઓક્યુપન્ટ) અને બાળકોની સુરક્ષા (ચાઈલ્ડ ઓક્યુપન્ટ) એમ બંને કેટેગરીમાં આ SUV એ બેહતરીન પ્રદર્શન કરીને લોકોનો વિશ્વાસ જીતી લીધો છે. 10,49,000 રૂપિયાની શરૂઆતી કિંમત (એક્સ-શોરૂમ) સાથે આવતી આ કાર હવે સેફ્ટીના મામલે ગ્રાહકો માટે એક મજબૂત અને ભરોસાપાત્ર વિકલ્પ બની ગઈ છે.

ક્રેશ ટેસ્ટના આંકડા અને સેલ્ટોસ સાથે ટક્કર

રેનો ઇન્ડિયાના એન્જિનિયરિંગ હેડ વી. વિક્રમના જણાવ્યા અનુસાર, વાહનનું મજબૂત માળખું અને અદ્યતન સલામતી સિસ્ટમ્સ આ 5-સ્ટાર રેટિંગ પાછળનું મુખ્ય કારણ છે. 1621 કિલો વજન ધરાવતી નવી ડસ્ટરનું ક્રેશ ટેસ્ટ કરવામાં આવ્યું હતું, જેમાં તેને એડલ્ટ સેફ્ટીમાં 32 માંથી 30.49 પોઈન્ટ અને ચાઈલ્ડ સેફ્ટીમાં 49 માંથી 45 પોઈન્ટ મળ્યા છે. જોકે, આ શાનદાર સ્કોર હોવા છતાં, એડલ્ટ સેફ્ટીમાં તે હજુ કિયા સેલ્ટોસ (જેનો સ્કોર 31.70/32 હતો) થી સહેજ પાછળ છે, પરંતુ ચાઈલ્ડ સેફ્ટીમાં બંને કાર એક સમાન લેવલ પર છે.

કેવું રહ્યું અલગ-અલગ ટેસ્ટિંગમાં પ્રદર્શન?

ક્રેશ ટેસ્ટના પરિણામોને વિગતે સમજીએ તો, ફ્રન્ટલ ઓફસેટ ટેસ્ટમાં કારે ડ્રાઈવરની છાતી અને પગ માટે 'પૂરતી' સુરક્ષા દર્શાવી હતી, જ્યારે માથા અને ગરદનના ભાગે 'સારું' રેટિંગ મળ્યું હતું. સાઇડ ઇમ્પેક્ટ (બાજુથી ટક્કર) ટેસ્ટમાં તો ડસ્ટરે 16 માંથી પૂરા 16 માર્ક્સ મેળવીને કમાલ કરી દીધી છે. બાળકોની સુરક્ષાના મામલે પણ આ કાર ક્યાંય પાછળ નથી, તેને ચાઈલ્ડ સીટ ઇન્સ્ટોલેશનમાં 12 માંથી 12 અને ડાયનેમિક ટેસ્ટમાં 24 માંથી 24 પૂરા માર્ક્સ મળ્યા છે.

નવી ડસ્ટરમાં મળશે આ ત્રણ એન્જિન વિકલ્પો:

નવી 2026 ડસ્ટર ગ્રાહકો માટે ત્રણ દમદાર એન્જિન ઓપ્શન સાથે ઉપલબ્ધ છે:

ટર્બો TCe 160: આ એન્જિન 163 PS નો મહત્તમ પાવર અને 280 Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે.

ટર્બો TCe 100: આ વિકલ્પમાં 100 PS નો પાવર અને 160 Nm નો ટોર્ક મળે છે.

સ્ટ્રોંગ હાઇબ્રિડ ઇ-ટેક 160: જેમને હાઇબ્રિડ કાર પસંદ છે, તેમના માટે 1.8-લિટર પેટ્રોલ એન્જિનની સાથે 1.4 kWh બેટરી પેકનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

સેફ્ટી ફીચર્સનું લાંબુ લિસ્ટ

કંપનીએ આ કારની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કસર છોડી નથી. આ નવી ડસ્ટરમાં 6 એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC), EBD સાથે ABS, બાળકો માટે ISOFIX ચાઇલ્ડ સીટ્સ, 360-ડિગ્રી કેમેરા, રીઅર પાર્કિંગ સેન્સર, ચારેય વ્હીલ્સ પર ડિસ્ક બ્રેક્સ, ઇલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક અને સૌથી ખાસ 'લેવલ 2 ADAS' જેવા હાઇ-ટેક સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે.

Frequently Asked Questions

નવી રેનો ડસ્ટરને Bharat NCAP માં કેટલા સ્ટાર મળ્યા છે?

નવી રેનો ડસ્ટરને Bharat NCAP ના ક્રેશ ટેસ્ટમાં શાનદાર 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. આ રેટિંગ પુખ્ત વયના લોકો અને બાળકોની સુરક્ષા બંને કેટેગરીમાં આપવામાં આવ્યું છે.

નવી ડસ્ટરના ક્રેશ ટેસ્ટમાં એડલ્ટ અને ચાઈલ્ડ સેફ્ટી માટે કેટલા પોઈન્ટ મળ્યા?

એડલ્ટ સેફ્ટીમાં ડસ્ટરને 32 માંથી 30.49 પોઈન્ટ અને ચાઈલ્ડ સેફ્ટીમાં 49 માંથી 45 પોઈન્ટ મળ્યા છે. આ સ્કોર તેને સુરક્ષિત વાહન બનાવે છે.

નવી ડસ્ટરમાં કયા એન્જિન વિકલ્પો ઉપલબ્ધ છે?

નવી ડસ્ટરમાં ત્રણ એન્જિન વિકલ્પો છે: ટર્બો TCe 160, ટર્બો TCe 100, અને સ્ટ્રોંગ હાઇબ્રિડ ઇ-ટેક 160. આ વિકલ્પો વિવિધ પર્ફોર્મન્સ અને કાર્યક્ષમતા પ્રદાન કરે છે.

નવી ડસ્ટરમાં કયા મુખ્ય સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે?

નવી ડસ્ટરમાં 6 એરબેગ્સ, ESC, EBD સાથે ABS, ISOFIX ચાઈલ્ડ સીટ્સ, 360-ડિગ્રી કેમેરા, અને લેવલ 2 ADAS જેવા અનેક હાઇ-ટેક સેફ્ટી ફીચર્સ સામેલ છે.

ટોપ સ્ટોરી

Renault Duster Hybrid vs Rivals, કિંમત અને માઈલેજમાં કોણ આગળ? 
Renault Duster Hybrid vs Rivals, કિંમત અને માઈલેજમાં કોણ આગળ? 
જો ચાલતી કારમાં રિવર્સ ગિયર પડી જાય તો શું થાય? જાણીલો જવાબ
જો ચાલતી કારમાં રિવર્સ ગિયર પડી જાય તો શું થાય? જાણીલો જવાબ
Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ
Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ
Tata Motors ની ધમાકા ઓફર,  અનેક કાર પર મળી રહ્યું છે લાખોનું ડિસ્કાઉન્ટ!
Tata Motors ની ધમાકા ઓફર,  અનેક કાર પર મળી રહ્યું છે લાખોનું ડિસ્કાઉન્ટ!

વિડિઓઝ

Yusuf Pathan : TMC છોડનાર સાંસદ યુસુફ પઠાણ પર વડોદરા મનપા મહેરબાન
Hun To Bolish : હું તો બોલીશ : એકતા અને આસ્થાની પલ્લી
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળનું દહન ક્યારે?
Rajkot News: સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી
CM Bhupendra Patel: વીજળીની વધતી માગ પર સરકાર એક્શનમાં , મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
ભગવંત માનને 3 કલાક સુધી એરપોર્ટ પર રોક્યા, 50 હજારનો લગાવ્યો દંડ
ભગવંત માનને 3 કલાક સુધી એરપોર્ટ પર રોક્યા, 50 હજારનો લગાવ્યો દંડ
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
સુરત રેલવે ઓવરબ્રિજ અકસ્માત: પુલ પરથી નીચે પટકાયેલા 4માંથી 3 યુવકો હાર્યા જિંદગીની જંગ
સુરત રેલવે ઓવરબ્રિજ અકસ્માત: પુલ પરથી નીચે પટકાયેલા 4માંથી 3 યુવકો હાર્યા જિંદગીની જંગ
Jio IPO: 21 ઓક્ટોબરથી ઓપન થશે ભારતનો સૌથી મોટો IPO, જાણો તેના વિશે તમામ જાણકારી
Jio IPO: 21 ઓક્ટોબરથી ઓપન થશે ભારતનો સૌથી મોટો IPO, જાણો તેના વિશે તમામ જાણકારી
Embed widget