શોધખોળ કરો

શું તમારી કારમાં પણ છુપાયેલી છે ચાંદી? પેટ્રોલ કાર કરતા EV માં સિલ્વરનો વપરાશ કેમ છે આટલો વધારે? વાંચો રિપોર્ટ

Silver Usage in EV: હવે ચાંદી માત્ર ઘરેણાં માટે નહીં, ગાડીઓ માટે પણ જરૂરી છે. એક EV માં 50 ગ્રામ સુધી સિલ્વર વપરાય છે, જે પેટ્રોલ કાર કરતા 79% વધુ છે. 2031 સુધીમાં માંગ 3,000 ટન પહોંચશે.

Silver Usage in EV: છેલ્લા થોડા સમયથી બજારમાં ચાંદીના ભાવ (Silver Price) માં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. સામાન્ય રીતે આપણે ચાંદીને માત્ર ઘરેણાં અને સજાવટ સાથે જોડીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે તમારી ડ્રીમ કાર બનાવવા માટે પણ આ કિંમતી ધાતુ અનિવાર્ય છે? ખાસ કરીને 'ઈલેક્ટ્રિક વાહનો' (EV) ના આગમન સાથે ઓટોમોબાઈલ સેક્ટરમાં ચાંદીની માંગ રોકેટ ગતિએ વધી છે. મોબાઈલ ફોન અને સોલાર પેનલ બાદ હવે કાર નિર્માણ ચાંદીના વપરાશનું મોટું કેન્દ્ર બની રહ્યું છે.

બ્રોકરેજ ફર્મ 'એન્જલ વન' ના રિપોર્ટ મુજબ, દરેક આધુનિક વાહનમાં ચાંદીનો ઉપયોગ થાય છે, પરંતુ એન્જિનના પ્રકાર મુજબ તેનું પ્રમાણ બદલાય છે. એક સામાન્ય પેટ્રોલ કે ડીઝલ કાર (ICE) માં અંદાજે 15 થી 20 ગ્રામ ચાંદી વપરાય છે. જ્યારે હાઈબ્રિડ કાર (Hybrid Car) માં ટેકનોલોજી વધતા અહીં વપરાશ વધીને 18 થી 34 ગ્રામ સુધી પહોંચે છે.

જોકે, સૌથી વધુ વપરાશ ઈલેક્ટ્રિક કાર (EV) માં થાય છે. એક EV માં 25 થી 50 ગ્રામ જેટલી ચાંદીની જરૂર પડે છે.

આંકડાકીય રીતે જોઈએ તો, પેટ્રોલ કે ડીઝલ કારની સરખામણીએ ઈલેક્ટ્રિક કારમાં 67% થી 79% જેટલો વધુ સિલ્વરનો ઉપયોગ થાય છે, જે માંગ વધવાનું મુખ્ય કારણ છે.

ઘણાને પ્રશ્ન થાય કે કારમાં આટલી મોંઘી ધાતુનો ઉપયોગ કેમ? તો તેનો જવાબ 'વિજ્ઞાન' છે. ઓટોમોબાઈલ ઉદ્યોગ (Auto Industry) માં ચાંદીનો ઉપયોગ કોઈ શોખ કે લક્ઝરી માટે નહીં, પણ તેની શ્રેષ્ઠ 'વાહકતા' (Conductivity) માટે થાય છે. ચાંદી વિદ્યુતની શ્રેષ્ઠ સુવાહક છે, જે ઉર્જાનો વ્યય કર્યા વગર કરંટને ઝડપથી પસાર થવા દે છે. વાહનોમાં સેન્સર્સ અને સ્વીચો વચ્ચે સુપરફાસ્ટ સિગ્નલ ટ્રાન્સમિશન માટે ચાંદી શ્રેષ્ઠ વિકલ્પ છે.

કારના કયા ભાગોમાં ચાંદી વપરાય છે તે પણ જાણવા જેવું છે. આજની સ્માર્ટ કાર એક ચાલતા-ફરતા કોમ્પ્યુટર જેવી છે. સામાન્ય કારમાં ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, પાવર વિન્ડો, ABS બ્રેકિંગ સિસ્ટમ અને એરબેગ સેન્સર્સમાં ચાંદી વપરાય છે. જ્યારે ઈલેક્ટ્રિક કારમાં 'બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ' (BMS), હાઈ-વોલ્ટેજ કનેક્શન્સ અને ચાર્જિંગ સિસ્ટમમાં તેનો બહોળો ઉપયોગ અનિવાર્ય બની ગયો છે.

ભવિષ્યમાં આ માંગ હજુ વધવાની છે. 'ઓક્સફર્ડ ઈકોનોમિક્સ' ના ડેટા મુજબ, વૈશ્વિક સ્તરે કાર ઉદ્યોગમાં ચાંદીની માંગ 2025 થી 2031 વચ્ચે વાર્ષિક 3.4% ના દરે વધશે. હાલમાં વાર્ષિક વપરાશ 1,700 થી 2,500 ટન છે, જે 2031 સુધીમાં 3,000 ટન સુધી પહોંચી શકે છે.

જેમ જેમ દુનિયા ગ્રીન એનર્જી અને EVs તરફ વળશે, તેમ તેમ ચાંદી ઓટો ઉદ્યોગની કરોડરજ્જુ બની રહેશે. ઔદ્યોગિક માંગમાં થઈ રહેલા આ વધારાની સીધી અસર આવનારા સમયમાં ચાંદીના ભાવો પર પણ જોવા મળશે, જેથી રોકાણકારો માટે પણ આ એક મહત્વનો સંકેત છે.

ટોપ સ્ટોરી

Tesla Roadster: આવી ગઈ હવામાં ઉડતી કાર,1 સેકન્ડમાં પકડશે 100 કિમીની સ્પીડ, જુઓ Video
Tesla Roadster: આવી ગઈ હવામાં ઉડતી કાર,1 સેકન્ડમાં પકડશે 100 કિમીની સ્પીડ, જુઓ Video
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
EV સેગમેન્ટમાં નવી એન્ટ્રી, માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહી છે Honda 0 Alpha કાર
EV સેગમેન્ટમાં નવી એન્ટ્રી, માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહી છે Honda 0 Alpha કાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Embed widget