શોધખોળ કરો

Tata Curvv Series X: ટાટાનો ધમાકો, લૉન્ચ કરી દમદાર SUV, કિંમત 10 લાખથી પણ ઓછી

Tata Curvv Series X: ટાટાએ પોતાની કૂપે SUV કર્વની સિરીઝ X લૉન્ચ કરી દીધી છે. સિરીઝ Xમાં કંપનીએ લોઅર વેરિઅન્ટ્સમાં વધુ ફીચર્સ ઉમેર્યા છે, જેથી ગ્રાહકોને વધુ વૅલ્યૂ મળી શકશે. બ્રાન્ડે જણાવ્યું કે અહીં Xનો અર્થ 'એક્સ્ટ્રા'થી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ટાટા Curvv સિરીઝ X લોન્ચ; ગ્રાહકોને વધુ મૂલ્ય મળશે.
  • સિરીઝ X છ વેરિઅન્ટ્સમાં પાંચ રંગે ઉપલબ્ધ છે.
  • શરૂઆતની કિંમત 9.99 લાખ, ટોપ વેરિઅન્ટ 18.75 લાખ.
  • નીચલા વેરિઅન્ટ્સમાં ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન, સુરક્ષા સુવિધાઓ ઉપલબ્ધ.

Tata Curvv Series X: ટાટાએ પોતાની દમદાર SUV કર્વની નવી રેન્જ લૉન્ચ કરી દીધી છે. કંપનીએ કર્વ સિરીઝ X રેન્જ રજૂ કરી છે. કર્વ X રેન્જ વર્તમાન સ્ટાન્ડર્ડ વર્ઝનને રિપ્લેસ કરશે. બ્રાન્ડનું માનવું છે કે નવી રેન્જમાં ગ્રાહકોને વધુ સારી વૅલ્યૂ મળશે. સરળ ભાષામાં કહીએ તો, આ કારમાં ગ્રાહકોને એક્સ્ટ્રા વૅલ્યૂ મળશે.

કર્વ સિરીઝ X 6 વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે. ટાટાએ નવી રેન્જમાં વેરિઅન્ટ લાઇનઅપને રિશફલ કર્યું છે. આ માટે ઓછી કિંમતમાં કંપનીએ હાયર વેરિઅન્ટ્સના ફીચર્સ ઉમેર્યા છે, જેથી લોકોને વધુ સારી વૅલ્યૂ મળી શકે. ચાલો જાણીએ નવી રેન્જની વિગતો.

આ પણ વાંચો...243Km ની રેંજ, 90Km/h ની સ્પીડ... માર્કેટમાં આવી ગયું નવું સ્કૂટર, જાણી લો કિંમત 

કેટલી છે કિંમત?
કર્વ સિરીઝ X 6 વેરિઅન્ટમાં આવે છે, જેમાં સ્માર્ટ X, પ્યોર X, પ્યોર X પ્લસ, ક્રિએટિવ X પ્લસ, એકમ્પ્લિશ્ડ X અને એકમ્પ્લિશ્ડ X પ્લસનો વિકલ્પ મળે છે. ગ્રાહકો 5 કલર ઓપ્શન- પ્રિસ્ટિન વ્હાઇટ, પ્યોર ગ્રે, નાઇટ્રો ક્રિમસન, ઓપેરા બ્લૂ અને ઓબ્સીડિયન બ્લેકમાં આ કાર ખરીદી શકશે.

ટાટા કર્વ સિરીઝ Xની કિંમત 9.99 લાખ રૂપિયા એક્સ-શોરૂમથી શરૂ થાય છે. આ કિંમત સ્માર્ટ X વેરિઅન્ટની છે. જ્યારે પ્યોર X વેરિઅન્ટની કિંમત 11 લાખ રૂપિયાથી શરૂ થાય છે. સિરીઝનું ટોપ વેરિઅન્ટ એકમ્પ્લિશ્ડ X પ્લસ 18.50 લાખ રૂપિયા અને તેનું ડાર્ક એડિશન 18.75 લાખ રૂપિયા એક્સ-શોરૂમ કિંમતે આવે છે.

શું હશે કારમાં ખાસ?
કર્વ સિરીઝ Xના લોઅર વેરિઅન્ટ્સમાં વધુ ફીચર્સ મળે છે. કારમાં 10.25 ઇંચની ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન પ્યોર X વેરિઅન્ટથી જ મળવાનું શરૂ થઈ જશે. આ સિવાય સિરીઝમાં વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એરપલ કાર પ્લે, ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ, ક્રૂઝ કન્ટ્રોલ, પુશ બટન સ્ટાર્ટ અને ઓટો ફોલ્ડિંગ ORVMs મળશે.

હાયર વેરિઅન્ટ્સમાં 10.25 ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, મલ્ટિપલ ડ્રાઇવ મોડ્સ, ફ્રન્ટ અને રિયર USB પોર્ટ અને કૂલ્ડ ગ્લોવબોક્સ મળે છે. કેબિનમાં લાઇટર ઇન્ટિરિયર આપવામાં આવ્યું છે, જેનાથી ઇન્ટિરિયર વધુ એરી અનુભવાય છે. રિયર પેસેન્જર્સ માટે કારમાં અલગથી AC વેન્ટ્સ, રિયર આર્મરેસ્ટ અને રિક્લાઇનિંગ રિયર સીટ્સ મળે છે.

અન્ય ફીચર્સની વાત કરીએ તો, કારમાં 360 ડિગ્રી કેમેરા આપવામાં આવ્યો છે. કારમાં પેનોરેમિક સનરૂફ, બ્લાઇન્ડ વ્યૂ મોનિટર, રેન સેન્સિંગ વાઇપર અને ઓટોમેટિક હેડલેમ્પ્સ મળશે. સેફ્ટીની વાત કરીએ તો કારમાં 6 એરબેગ્સ, EPS, હિલ-હોલ્ડ કન્ટ્રોલ, ABS, EBD અને રિયર પાર્કિંગ સેન્સર્સ મળે છે. કારના એન્જિન ઓપ્શનમાં કોઈ ફેરફાર કરાયો નથી. આ કાર ત્રણ એન્જિન ઓપ્શનમાં આવશે.

Frequently Asked Questions

ટાટા કર્વ સિરીઝ X શું છે?

ટાટા કર્વ સિરીઝ X એ ટાટાની દમદાર SUV કર્વની નવી રેન્જ છે. તે વર્તમાન સ્ટાન્ડર્ડ વર્ઝનને બદલે છે અને ગ્રાહકોને વધુ સારી વેલ્યુ પ્રદાન કરે છે.

ટાટા કર્વ સિરીઝ X કેટલા વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે અને તેની શરૂઆતની કિંમત શું છે?

તે 6 વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે, જેમાં સ્માર્ટ X, પ્યોર X વગેરેનો સમાવેશ થાય છે. તેની કિંમત 9.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે.

કર્વ સિરીઝ X માં કયા મુખ્ય ફીચર્સ મળે છે?

તેમાં 10.25 ઇંચની ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો, ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ અને પુશ બટન સ્ટાર્ટ જેવા ફીચર્સનો સમાવેશ થાય છે.

ટાટા કર્વ સિરીઝ X માં કયા સુરક્ષા ફીચર્સ આપવામાં આવ્યા છે?

આ કારમાં 6 એરબેગ્સ, EPS, હિલ-હોલ્ડ કન્ટ્રોલ, ABS, EBD અને રિયર પાર્કિંગ સેન્સર્સ જેવા અદ્યતન સુરક્ષા ફીચર્સ મળે છે.

Advertisement

ટોપ સ્ટોરી

1.27 લાખ રૂપિયામાં ક્રૂઝ કંટ્રોલવાળી બાઈક, Hero એ રાઈડર્સને આપી મોટી સરપ્રાઈઝ
1.27 લાખ રૂપિયામાં ક્રૂઝ કંટ્રોલવાળી બાઈક, Hero એ રાઈડર્સને આપી મોટી સરપ્રાઈઝ
Tesla Roadster: આવી ગઈ હવામાં ઉડતી કાર,1 સેકન્ડમાં પકડશે 100 કિમીની સ્પીડ, જુઓ Video
Tesla Roadster: આવી ગઈ હવામાં ઉડતી કાર,1 સેકન્ડમાં પકડશે 100 કિમીની સ્પીડ, જુઓ Video
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Advertisement

વિડિઓઝ

Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
Embed widget