શોધખોળ કરો

Hyundai Creta કે Tata Sierra, કઈ SUV ખરીદવી તમારા માટે રહેશે ફાયદાકારક ? જાણો તમામ ડિટેલ 

ટાટા મોટર્સે નવી આધુનિક ડિઝાઇન, પ્રીમિયમ કેબિન અને ત્રણ એન્જિન વિકલ્પો સાથે Tata Sierra લોન્ચ કરી છે. આ કાર દેશની સૌથી વધુ વેચાતી SUV, Hyundai Creta સાથે સીધી સ્પર્ધા કરે છે.

ટાટા મોટર્સે નવી આધુનિક ડિઝાઇન, પ્રીમિયમ કેબિન અને ત્રણ એન્જિન વિકલ્પો સાથે Tata Sierra લોન્ચ કરી છે. આ કાર દેશની સૌથી વધુ વેચાતી SUV, Hyundai Creta સાથે સીધી સ્પર્ધા કરે છે. તેથી તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે Tata Sierra અને Hyundai Creta વચ્ચે કઈ SUV વધુ સારી પસંદગી સાબિત થશે. ચાલો કિંમત, ફિચર્સ, એન્જિન, ડિઝાઇન અને કદના આધારે બંને SUV ની તુલના કરીએ.

કઈ SUV વધુ સસ્તી છે ?

ટાટા સિએરાની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત ₹11.49 લાખ છે, જ્યારે Hyundai Creta ની કિંમત ₹10.72 લાખથી શરૂ થાય છે. સીએરા ક્રેટા કરતા લગભગ ₹76,000 વધુ મોંઘી છે, પરંતુ તેના નવા ફિચર્સ અને મોટા કદના કારણે આ કિંમતને વાજબી બનાવે છે.

કદની દ્રષ્ટિએ ટાટા સિએરા હ્યુન્ડાઇ ક્રેટા કરતા નોંધપાત્ર રીતે મોટી છે. સીએરાની ઊંચાઈ 1715 મીમી છે, જ્યારે Creta ની ઊંચાઈ 1635 મીમી છે. સિએરાનો વ્હીલબેઝ 2730 મીમી છે, જે ક્રેટાના 2610 મીમી કરતા ઘણો લાંબો છે. વધુમાં, સિએરા 622 લિટરની જગ્યા ધરાવતી બૂટ સ્પેસ આપે છે, જ્યારે ક્રેટા 433 લિટર આપે છે. તેવી જ રીતે, 19-ઇંચના એલોય વ્હીલ્સ સાથે સિએરાનો લૂક અને રસ્તાની હાજરી વધુ પ્રભાવશાળી લાગે છે. જો કોઈને મોટી કેબિન અને વધુ જગ્યા જોઈતી હોય તો સિએરા આ સરખામણીમાં આગળ છે.

કઈ કાર વધુ પાવરફુલ છે ?

ટાટા સિએરા ત્રણ એન્જિન વિકલ્પો સાથે ઓફર કરવામાં આવે છે: 1.5-લિટર NA પેટ્રોલ, 1.5-લિટર ટર્બો TGDi પેટ્રોલ અને 1.5-લિટર ક્રાયોજેટ ડીઝલ. તે મેન્યુઅલ અને DCT ગિયરબોક્સ બંને વિકલ્પો સાથે આવે છે. હ્યુન્ડાઇ ક્રેટા 1.5-લિટર પેટ્રોલ, 1.5-લિટર ડીઝલ અને 1.5-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે ઉપલબ્ધ છે, જે CVT, 6AT અને DCT ગિયરબોક્સ સાથે જોડાયેલ છે. એન્જિન વિકલ્પોની દ્રષ્ટિએ બંને SUV તુલનાત્મક છે, પરંતુ સીએરાનું નવું TGDi એન્જિન પ્રદર્શનની દ્રષ્ટિએ વધુ શક્તિશાળી લાગે છે.

કેવું છે ઈન્ટીરિયર અને ફિસર્ચ ?

સીએરાનું કેબિન એકદમ પ્રીમિયમ છે અને તેમાં થિયેટર પ્રો ટ્રિપલ-સ્ક્રીન ડેશબોર્ડ, JBL 12-સ્પીકર સાઉન્ડ સિસ્ટમ, પેનોરેમિક સનરૂફ અને સોફ્ટ-ટચ મટિરિયલ્સ છે. ક્રેટા ડ્યુઅલ-ટોન ડેશબોર્ડ, 10.25-ઇંચ ડ્યુઅલ-સ્ક્રીન સેટઅપ અને અત્યંત આરામદાયક બેઠક પ્રદાન કરે છે.

Tata Sierra ફિચર્સની દ્રષ્ટિએ વધુ ટેક-લોડેડ છે, પરંતુ ક્રેટા ફિટ અને ફિનિશ, આરામ અને યૂઝર-ફ્રેન્ડલી ઈન્ટીરિયરમાં શ્રેષ્ઠ છે. સેફ્ટી ફિચર્સની વાત કરવામાં આવે તો  બંને SUV લેવલ-2 ADAS, ESP, TPMS, 360° કેમેરા અને EPB પ્રદાન કરે છે. ક્રેટામાં છ એરબેગ્સ સ્ટાન્ડર્સ મળે છે, જ્યારે સીએરામાં મલ્ટીપલ  એરબેગ્સ સાથે વધુ સારી બોડી સ્ટ્રક્ચર છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

1 લાખના ડાઉન પેમેન્ટ પર Hyryder CNG ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI? જાણો ગણતરી
1 લાખના ડાઉન પેમેન્ટ પર Hyryder CNG ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI? જાણો ગણતરી
Clean Cloudy Car Headlights: વરસાદમાં હેડલાઇટ્સ થઈ ગઈ છે ઝાંખી, અપનાવી જુઓ આ ટિપ્સ
Clean Cloudy Car Headlights: વરસાદમાં હેડલાઇટ્સ થઈ ગઈ છે ઝાંખી, અપનાવી જુઓ આ ટિપ્સ
Hybrid SUV: ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે 4 Hybrid SUV, દમદાર માઈલેજ સાથે 1000 કિમી સુધીની રેન્જ
Hybrid SUV: ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે 4 Hybrid SUV, દમદાર માઈલેજ સાથે 1000 કિમી સુધીની રેન્જ
New Launching: MG Hector Hawk EVની પહેલી એન્ટ્રી, PHEVને કરવો પડશે ઇન્તજાર
New Launching: MG Hector Hawk EVની પહેલી એન્ટ્રી, PHEVને કરવો પડશે ઇન્તજાર

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Embed widget