શોધખોળ કરો

ફુલ ટાંકીમાં ચાલે છે 1200 KM, હવે નવા અવતારમાં લોન્ચ થવા જઈ રહી છે Toyota Innova Hycross

Toyota Innova Hycross Facelift: ટોયોટા ઇનોવા હાઇક્રોસના એન્જિન અને પ્રદર્શનની વાત કરીએ તો, તેમાં નોંધપાત્ર ફેરફારો થવાની શક્યતા ઓછી છે. વર્તમાન મોડેલની જેમ, તેમાં પેટ્રોલ અને હાઇબ્રિડ એન્જિન બંને વિકલ્પો ઓફર કરવાની અપેક્ષા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • Toyota Innova Hycross નું ફેસલિફ્ટ વર્ઝન 2026 ના અંતમાં આવી શકે છે.
  • નવી કારના લુક અને ફીચર્સમાં કેટલાક મોટા ફેરફારો જોવા મળશે.
  • કારમાં હાલના પેટ્રોલ અને હાઇબ્રિડ એન્જિન ઓપ્શન યથાવત રહેશે.

Toyota Innova Hycross: ભારતીય બજારમાં ટોયોટા ઇનોવા હાઇક્રોસ (Toyota Innova Hycross) ખૂબ જ લોકપ્રિય છે. જો તમે આવનારા સમયમાં આ કાર ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે કામના છે. ટૂંક સમયમાં આ ગાડીનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કરવામાં આવી શકે છે. નવી ઇનોવા હાઇક્રોસના લુક અને ફીચર્સ બંનેમાં ફેરફાર કરવામાં આવી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, આ ફેસલિફ્ટ વર્ઝન ટૂંક સમયમાં લોન્ચ થશે, જોકે કંપની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. સામાન્ય રીતે ટોયોટા તેના મોડલને લોન્ચ થયાના લગભગ 4 વર્ષ પછી અપડેટ કરે છે, તેથી માનવામાં આવે છે કે તેનું નવું ફેસલિફ્ટ મોડલ 2026ના અંતમાં અથવા 2027ની શરૂઆતમાં આવી શકે છે.

પહેલા કરતા કેટલી બદલાઈ જશે Toyota Innova Hycross?

ટોયોટા ઇનોવા હાઇક્રોસના ફેસલિફ્ટ વર્ઝનમાં ડિઝાઇનમાં હળવા ફેરફારો જોવા મળી શકે છે, જેમ કે ફ્રન્ટ લુક, ગ્રિલ, હેડલાઇટ અને બમ્પરને થોડું મોર્ડન બનાવવામાં આવી શકે છે. આ સાથે જ ઇન્ટિરિયરમાં પણ નવા ફીચર્સ અને વધુ સારી ટેકનોલોજી મળવાની શક્યતા છે, જેનાથી કાર વધુ પ્રીમિયમ લુક સાથે આવશે. એન્જિન અને પરફોર્મન્સની વાત કરીએ તો, તેમાં મોટા ફેરફારની આશા ઓછી છે. વર્તમાન મોડલની જેમ જ તેમાં પેટ્રોલ અને હાઇબ્રિડ એન્જિન ઓપ્શન મળતા રહેશે, જે સારી માઇલેજ અને સ્મૂધ ડ્રાઇવિંગ આપે છે.

નોઈડામાં કેટલી છે એક્સ-શોરૂમ કિંમત?

Toyota Innova Hycross ના બેઝ મોડલની નોઈડામાં એક્સ-શોરૂમ કિંમત 18.33 લાખ રૂપિયાથી શરૂ થાય છે. ગાડીની એક્સ-શોરૂમ કિંમતમાં 1.83 લાખ રૂપિયા RTO અને 97,915 રૂપિયા ઇન્શ્યોરન્સ ફી તથા અન્ય ચાર્જ ઉમેર્યા પછી તેની ઓન-રોડ કિંમત 22.29 લાખ રૂપિયા થઈ જાય છે. જ્યારે તેનું ટોપ મોડલ ZX(O) હાઇબ્રિડ વેરિઅન્ટ 37.35 લાખ રૂપિયા સુધી જાય છે. આ ઉપરાંત, VX હાઇબ્રિડ વેરિઅન્ટ 31.62 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.

કેવું છે ગાડીનું પાવરટ્રેન?

વર્તમાન Toyota Innova Hycross બે એન્જિન ઓપ્શન્સ સાથે આવે છે. પહેલું, 2.0-લિટર પેટ્રોલ એન્જિન છે, જે 173 bhp પાવર અને 209 Nm ટોર્ક આપે છે. બીજો ઓપ્શન 2.0-લિટર સ્ટ્રોન્ગ હાઇબ્રિડ એન્જિન છે, જે પેટ્રોલ અને ઇલેક્ટ્રિક બંને મોડ પર ચાલે છે. માઇલેજની વાત કરીએ તો પેટ્રોલ વેરિઅન્ટ 16.13 kmpl ની માઇલેજ આપે છે, જ્યારે હાઇબ્રિડ વેરિઅન્ટ 23.24 kmpl સુધીની રેન્જ આપે છે. આ સાથે જ ફુલ ટેન્કમાં આ ગાડી 1200 કિલોમીટર સુધી ચાલી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માત્ર 1 લાખ રૂપિયા આપીને ઘરે લાવો નવી Innova Hycross, જાણો EMI અને ફાઇનાન્સનું પૂરું ગણિત
માત્ર 1 લાખ રૂપિયા આપીને ઘરે લાવો નવી Innova Hycross, જાણો EMI અને ફાઇનાન્સનું પૂરું ગણિત
Brezza vs Kiger, ઓછા બજેટમાં કઈ SUV ખરીદવી છે સૌથી બેસ્ટ?
Brezza vs Kiger, ઓછા બજેટમાં કઈ SUV ખરીદવી છે સૌથી બેસ્ટ?
1.5 લાખ ડાઉન પેમેન્ટ ભરવા પર કેટલો આવશે Tiago EV નો હપ્તો, જાણીલો સંપૂર્ણ વિગત
1.5 લાખ ડાઉન પેમેન્ટ ભરવા પર કેટલો આવશે Tiago EV નો હપ્તો, જાણીલો સંપૂર્ણ વિગત
₹15,000 ની EMI પર Brezza ખરીદવી છે? જાણો કેટલું કરવું પડશે ડાઉન પેમેન્ટ!
₹15,000 ની EMI પર Brezza ખરીદવી છે? જાણો કેટલું કરવું પડશે ડાઉન પેમેન્ટ!

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Embed widget