શોધખોળ કરો

Toyota એ ભારતમાં લોન્ચ કરી પ્રથમ EV: જાણો Urban Cruiser Ebella ની કિંમત અને ફીચર્સ

Toyota Launched First EV In India: ટોયોટાએ ભારતમાં તેનું પહેલી ઇલેક્ટ્રિક કાર EV Urban Cruiser Ebella લોન્ચ કરી દીધી છે. આ કાર દમદાર સુવિધાઓ ધરાવે છે, પરંતુ તેની કિંમત ઘણી ઊંચી રાખવામાં આવી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • Toyotaએ ભારતમાં પ્રથમ ઇલેક્ટ્રિક SUV Urban Cruiser Ebella લોન્ચ કરી.
  • Urban Cruiser Ebella ₹23.6 લાખની કિંમતે માત્ર એક જ વેરિઅન્ટમાં ઉપલબ્ધ.
  • 61kWh બેટરી, ADAS, 360 કેમેરા જેવા પ્રીમિયમ ફીચર્સ સાથે.
  • Maruti eVitara કરતાં ઊંચી કિંમત અને BAAS વિકલ્પનો અભાવ.

Toyota Launched First EV In India:  ટોયોટાએ આખરે ભારતીય બજારમાં તેની પ્રથમ ઇલેક્ટ્રિક SUV Urban Cruiser Ebella લોન્ચ કરી દીધી છે. કંપનીએ તેની કિંમત 23.6 લાખ રૂપિયા રાખી છે, જેને લોન્ચિંગની સાથે જ ચર્ચા જગાવી છે. ખાસ વાત એ છે કે હાલમાં આ EV માત્ર એક જ ફુલી લોડેડ વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે. Toyota એ તેમાં 61kWh બેટરી પેક આપ્યું છે અને કંપનીનો દાવો છે કે તે ફીચર્સ અને ટેકનોલોજીની દ્રષ્ટિએ પ્રીમિયમ અનુભવ આપશે.

જોકે, સૌથી વધુ ચર્ચા તેની કિંમતને લઈને થઈ રહી છે કારણ કે આ જ પ્લેટફોર્મ શેર કરનારી Maruti eVitara તેના કરતા ઘણી સસ્તી છે. એવામાં હવે સવાલ એ જ ઉઠી રહ્યો છે કે શું ટોયોટાની બ્રાન્ડ વેલ્યુ અને ફીચર્સ આ ઊંચી કિંમતને યોગ્ય સાબિત કરી શકશે કે નહીં.

આ પણ વાંચો.. Maruti, Honda કે Toyota, કઈ હાઇબ્રિડ કાર આપે છે સૌથી વધુ માઇલેજ?

ફીચર્સમાં દમદાર, પણ કિંમતે વધારી ચિંતા
Urban Cruiser Ebella માં કંપનીએ અનેક પ્રીમિયમ ફીચર્સ આપ્યા છે. જેમાં ADAS, 360 ડિગ્રી કેમેરા, વેન્ટિલેટેડ સીટ્સ, સનરૂફ અને 8 વર્ષની બેટરી વોરંટી જેવા ફીચર્સનો સમાવેશ થાય છે. આ કાર માત્ર E3 ગ્રેડમાં આવશે અને તેમાં 61kWh બેટરી પેક આપવામાં આવ્યું છે. Toyota નું કહેવું છે કે દેશભરમાં 500 થી વધુ BEV સર્વિસ ટચ પોઈન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા છે જેથી ગ્રાહકોને વેચાણ પછીનો બહેતર સપોર્ટ મળી શકે.

ડિઝાઇનની વાત કરીએ તો, તેનો ફ્રન્ટ લુક એકદમ અલગ અને મોર્ડન રાખવામાં આવ્યો છે, જોકે કેબિનનું લેઆઉટ eVitara ને ઘણું મળતું આવે છે. પાંચ સિંગલ અને ચાર ડ્યુઅલ ટોન કલર ઓપ્શન પણ આપવામાં આવ્યા છે, જેનાથી આ SUV પ્રીમિયમ ફીલ આપી રહી છે.

eVitara કરતા Ebella આટલી મોંઘી કેમ?
Toyota Urban Cruiser Ebella માટે સૌથી મોટો પડકાર તેની કિંમત બની શકે છે. જ્યાં Maruti eVitara ની શરૂઆતી કિંમત 15.9 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે, જ્યારે તેનું ટોપ મોડલ અંદાજે 20 લાખ રૂપિયા સુધી જાય છે. બીજી તરફ, Ebella સીધી 23.6 લાખ રૂપિયાની કિંમતે લોન્ચ થઈ છે.

એટલું જ નહીં, eVitara માં BAAS એટલે કે 'બેટરી એઝ અ સર્વિસ' (Battery as a Service) નો વિકલ્પ પણ મળશે, જ્યારે Ebella માં હાલમાં આ સુવિધા આપવામાં આવી નથી. આ કારણે કિંમતનો તફાવત વધુ વર્તાઈ રહ્યો છે. એક્સપર્ટ્સ માને છે કે જો ટોયોટા ભવિષ્યમાં તેના વધુ વેરિઅન્ટ્સ લાવશે તો તે વધુ લોકો સુધી પહોંચી શકે છે. હાલમાં કંપનીએ તેને પ્રીમિયમ અને ફુલી લોડેડ EV તરીકે રજૂ કરી છે, પરંતુ ભારતીય બજારમાં કિંમત હંમેશા મોટું ફેક્ટર રહે છે.

Frequently Asked Questions

Toyota Urban Cruiser Ebella ની કિંમત કેટલી છે?

Toyota Urban Cruiser Ebella ની કિંમત 23.6 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

Toyota Urban Cruiser Ebella માં કયું બેટરી પેક આપવામાં આવ્યું છે?

Toyota Urban Cruiser Ebella માં 61kWh બેટરી પેક આપવામાં આવ્યું છે.

Toyota Urban Cruiser Ebella માં કયા પ્રીમિયમ ફીચર્સ ઉપલબ્ધ છે?

Ebella માં ADAS, 360 ડિગ્રી કેમેરા, વેન્ટિલેટેડ સીટ્સ, સનરૂફ અને 8 વર્ષની બેટરી વોરંટી જેવા ફીચર્સ છે.

Toyota Urban Cruiser Ebella, Maruti eVitara કરતાં મોંઘી કેમ છે?

Ebella, eVitara કરતાં મોંઘી છે કારણ કે તેમાં 'બેટરી એઝ અ સર્વિસ' (BAAS) નો વિકલ્પ હાલમાં નથી અને તેને પ્રીમિયમ EV તરીકે રજૂ કરવામાં આવી છે.

Advertisement

ટોપ સ્ટોરી

Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Next-Gen Creta હશે આટલી ધાંસૂ ? Tucsonએ બતાવી ઝલક
Next-Gen Creta હશે આટલી ધાંસૂ ? Tucsonએ બતાવી ઝલક
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Advertisement

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget