શોધખોળ કરો

Car Insurance: શું વાવાઝોડા દરમિયાન કાર પર ઝાડ પડે તો વીમો મળે? જાણો પોલીસી અંગેની તમામ વિગતો

Tree Fell on Car Insurance Claim: શું વાવાઝોડા દરમિયાન તમારી કાર પર ઝાડ પડે તો વીમા કંપની નુકસાની ભરપાઈ કરશે? કઈ પોલિસીઓ કવરેજ આપે છે, દાવાની પ્રક્રિયા શું છે અને તમારે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કમ્પ્રેહેન્સિવ વીમો વાવાઝોડાથી ઝાડ પડવાનું નુકસાન કવર કરે છે.
  • ઝાડ પડ્યા પછી તરત જ ઘટનાની તસવીરો, વીડિયો લો.
  • ઇન્સ્યોરન્સ કંપનીને જાણ કરો, સર્વેયર આવે ત્યાં સુધી રાહ જુઓ.

Tree Fell on Car Insurance Claim: દિવસમાં તેજ તડકો અને સાંજે અચાનક વાવાઝોડું, બદલાતા હવામાનનો પ્રકોપ બધી તરફ જોવા મળી રહ્યો છે. આવા સમયે જરા વિચારો, તમે તમારી કાર લઈને બહાર નીકળ્યા અને હવામાન બિલકુલ સાફ હોય, પરંતુ અચાનક તેજ વાવાઝોડું શરૂ થઈ જાય. આ દરમિયાન એક ઝાડ તમારી પાર્કિંગમાં ઊભેલી કાર પર આવીને પડી જાય. આવા સમયે આ હેરાન કરી દેનારો નજારો જોઈને એક જ વાત મગજમાં આવે છે કે શું ઇન્સ્યોરન્સ કંપની આ નુકસાનનો ક્લેમ આપશે, કે પછી બધો ખર્ચ તમારે પોતાના ખિસ્સામાંથી આપવો પડશે? આવા સમયે ચાલો તમને જણાવીએ કે ઇન્સ્યોરન્સ પોલિસી શું કહે છે.

 

ક્યા ઇન્સ્યોરન્સમાં મળશે ક્લેમ?

તમારી ગાડી પર ઝાડ પડવાથી જે નુકસાન થયું છે, તેના પૈસા મળશે કે નહીં, તે સંપૂર્ણપણે તમારી ઇન્સ્યોરન્સ પોલિસીના પ્રકાર પર આધાર રાખે છે. તમને જણાવી દઈએ કે જો તમે પૈસા બચાવવા માટે માત્ર થર્ડ-પાર્ટી વીમો લીધો છે, તો આ દરમિયાન તમારે તમારા ખિસ્સામાંથી જ પૂરો ખર્ચ આપવો પડશે. વળી આ પોલિસી માત્ર ત્યારે જ કામ આવે છે જ્યારે તમારી કારથી કોઈ બીજી વ્યક્તિ કે તેની સંપત્તિનું નુકસાન થયું હોય. તમારી પોતાની કારનું ડેમેજ આમાં કવર થતું નથી. જ્યારે બીજી તરફ જો તમારી પાસે કમ્પ્રેહેન્સિવ એટલે કે Zero Dep કે બમ્પર-ટુ-બમ્પર ઇન્સ્યોરન્સ છે, તો તમારે ગભરાવાની બિલકુલ જરૂર નથી. આ પોલિસીમાં કુદરતી આફતો જેવી કે વાવાઝોડું, તોફાન, પૂર, ભૂકંપ અને ઝાડ પડવાથી થતા નુકસાનને સ્પષ્ટપણે કવર કરવામાં આવે છે. કંપનીએ તમારા નુકસાનની ભરપાઈ કરવી જ પડશે.

આ પણ વાંચો...માત્ર 10 લાખના બજેટમાં ખરીદો આ શાનદાર 7-સીટર કાર: મોટા પરિવાર માટે બનશે બેસ્ટ ઓપ્શન

ઝાડ પડતા જ સૌથી પહેલા શું કરવું?

જો તમારી કાર પર ઝાડ પડી જાય તો ઉતાવળમાં ગાડી હટાવવાનો પ્રયાસ ન કરો. સૌથી પહેલા ઘટનાની તસવીરો અને વીડિયો અલગ-અલગ એંગલથી લો. આ સૌથી મોટો પુરાવો હશે કે નુકસાન વાવાઝોડા અને ઝાડ પડવાને કારણે જ થયું છે. આ પછી તમારી ઇન્સ્યોરન્સ કંપનીને તરત જ જાણ કરો. જ્યાં સુધી વીમા કંપનીના સર્વેયર આવીને કારની તપાસ ન કરી લે, ત્યાં સુધી કારની ઉપરથી ઝાડ કે ડાળીઓ ન હટાવો. ઇન્સ્યોરન્સ કંપની સામાન્ય રીતે કારની તપાસ માટે સર્વેયર મોકલે છે, જેમના આવ્યા પછી ક્લેમ પ્રક્રિયા આગળ વધે છે. આ દરમિયાન RC, ડ્રાઇવિંગ લાયસન્સ, ઇન્સ્યોરન્સ પોલિસી અને અન્ય જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો. સાચી માહિતી આપવાથી ક્લેમ જલ્દી મંજૂર થવાની સંભાવના વધી જાય છે.

Frequently Asked Questions

મારી કાર પર ઝાડ પડવાથી થયેલા નુકસાન માટે કયા પ્રકારનો વીમો ક્લેમ આપે છે?

કોમ્પ્રેહેન્સિવ એટલે કે Zero Dep કે બમ્પર-ટુ-બમ્પર ઇન્સ્યોરન્સ કુદરતી આફતોથી થતા નુકસાનને કવર કરે છે. થર્ડ-પાર્ટી વીમો પોતાની કારના નુકસાનને કવર કરતો નથી.

કાર પર ઝાડ પડ્યા પછી તરત જ શું કરવું જોઈએ?

સૌ પ્રથમ, ઘટનાની તસવીરો અને વીડિયો અલગ-અલગ એંગલથી લો. પછી તરત જ તમારી ઇન્સ્યોરન્સ કંપનીને જાણ કરો અને જ્યાં સુધી સર્વેયર ન આવે ત્યાં સુધી ઝાડ કે ડાળીઓ હટાવશો નહીં.

શું થર્ડ-પાર્ટી વીમો મારી પોતાની કારને થયેલા નુકસાનને કવર કરે છે?

ના, થર્ડ-પાર્ટી વીમો ફક્ત ત્યારે જ કામ આવે છે જ્યારે તમારી કારથી કોઈ બીજી વ્યક્તિ કે તેની સંપત્તિને નુકસાન થયું હોય. તમારી પોતાની કારનું ડેમેજ આમાં કવર થતું નથી.

વીમા ક્લેમ પ્રક્રિયા માટે કયા દસ્તાવેજો તૈયાર રાખવા જોઈએ?

ક્લેમ માટે RC, ડ્રાઇવિંગ લાયસન્સ, ઇન્સ્યોરન્સ પોલિસી અને અન્ય જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા જોઈએ. સાચી માહિતી આપવાથી ક્લેમ જલ્દી મંજૂર થવાની સંભાવના વધી જાય છે.

ટોપ સ્ટોરી

Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
EV Service Revenue Drop: ઇલેક્ટ્રિક વાહનોનો બિઝનેસ બન્યો ખોટનો સોદો, જાણો આખી રમત
EV Service Revenue Drop: ઇલેક્ટ્રિક વાહનોનો બિઝનેસ બન્યો ખોટનો સોદો, જાણો આખી રમત
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
Toll Plaza Free Fuel: હાઈવે પર પેટ્રોલ પૂરું થઈ જાય તો શું કરશો? જાણો આ જરૂરી નિયમ
Toll Plaza Free Fuel: હાઈવે પર પેટ્રોલ પૂરું થઈ જાય તો શું કરશો? જાણો આ જરૂરી નિયમ

વિડિઓઝ

કેદારનાથ મંદિરના કપાટ થયા બંધ, રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન
શેર બજારમાં તેજી, ઓપનિંગમાં આજે હરિયાળી, સેંસેક્સ નિફ્ટીમાં ઉછાળો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં તહેવારોની મોજ
Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે પણ પરંપરા યથાવત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Ambaji Visit: પીએમ મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે, 14 તારીખે અંબાજીમાં કરશે દર્શન
PM Modi Ambaji Visit: પીએમ મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે, 14 તારીખે અંબાજીમાં કરશે દર્શન
Kirti Azad: ટીએમસી સાંસદ કીર્તિ આઝાદનો રામ ભગવાન અંગે બફાટ, કહ્યું- 'શું માત્ર રામ જ ભગવાન છે?'
Kirti Azad: ટીએમસી સાંસદ કીર્તિ આઝાદનો રામ ભગવાન અંગે બફાટ, કહ્યું- 'શું માત્ર રામ જ ભગવાન છે?'
શું HDFC બેન્કમાં ચાલી રહી છે તમારી લોન? બેન્કે વધાર્યા વ્યાજ દરો, વધશે EMI
શું HDFC બેન્કમાં ચાલી રહી છે તમારી લોન? બેન્કે વધાર્યા વ્યાજ દરો, વધશે EMI
Train Accident: અસમમાં મોટી ટ્રેન દુર્ઘટના, કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
Train Accident: અસમમાં મોટી ટ્રેન દુર્ઘટના, કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
સુરતમાં ચોંકાવનારી ઘટના! ચાલુ લક્ઝરી બસમાંથી પટકાયું માસૂમ બાળક
સુરતમાં ચોંકાવનારી ઘટના! ચાલુ લક્ઝરી બસમાંથી પટકાયું માસૂમ બાળક
8th Pay Commission: આઠમું પગાર પંચ લાગુ થતા અગાઉ નિવૃત થઈ જાવ તો ?એરિયર-પેન્શનનો નિયમ સમજો
8th Pay Commission: આઠમું પગાર પંચ લાગુ થતા અગાઉ નિવૃત થઈ જાવ તો ?એરિયર-પેન્શનનો નિયમ સમજો
IPL 2027 Trade: હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની થઈ ટ્રેડ, 18 કરોડ રૂપિયામાં ડીલ કન્ફર્મ
IPL 2027 Trade: હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની થઈ ટ્રેડ, 18 કરોડ રૂપિયામાં ડીલ કન્ફર્મ
સંરક્ષણ મંત્રી હેગસેથને હટાવવાનો પ્રયાસ નિષ્ફળ, અમેરિકન સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ ફગાવાયો
સંરક્ષણ મંત્રી હેગસેથને હટાવવાનો પ્રયાસ નિષ્ફળ, અમેરિકન સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ ફગાવાયો
Embed widget