શોધખોળ કરો

Budget 2023: સરકાર એવું શું બદલશે જેનાથી ઈલેક્ટ્રિક ગાડીઓના ભાવમાં થશે જબ્બર ઘટાડો

આ બજેટમાં સરકાર દ્વારા ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે કઈ ખાસ ભેટ આપવામાં આવી છે.

Electric Vehicles: કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા કેન્દ્રીય બજેટ 2023માં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે એક મોટું પગલું જોવા મળ્યું છે. સરકાર હવે ઇલેક્ટ્રિક વાહનો માટે બેટરી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો (પાર્ટ્સ) પર કસ્ટમ ડ્યુટી વસૂલશે નહીં. જેની સીધી અસર ઇલેક્ટ્રિક વાહનોની કિંમતો પર જોવા મળશે. જાહેર છે કે, આ બજેટમાં સરકાર દ્વારા ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે કઈ ખાસ ભેટ આપવામાં આવી છે.

હવે કસ્ટમ ડ્યુટી ચૂકવવી નહીં પડે 

બજેટ 2023માં ઓટો સેક્ટર માટે સૌથી મોટી જાહેરાત ઇલેક્ટ્રિક વાહનો માટે જોવા મળી છે. સરકારે ઇલેક્ટ્રિક વાહનોમાં વપરાતી લિથિયમ-આયન બેટરી બનાવવા માટે વપરાતી સામગ્રી પરની કસ્ટમ ડ્યુટી હટાવી દીધી છે. પરંતુ ભારતમાં બેટરી બનાવતી કંપનીઓને જ આનો લાભ મળશે.

ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા 35,000 કરોડ

આ જંગી ભંડોળ દ્વારા હવે સરકારનું ગ્રીન મોબિલિટીનું લક્ષ્ય સ્પષ્ટપણે જોઈ શકાય છે. હવે સરકારનો પ્રયાસ પરંપરાગત પેટ્રોલ-ડીઝલ વાહનો પરની નિર્ભરતા ઘટાડવા અને બાયો-ફ્યુઅલ તરફ ઝડપથી આગળ વધવાનો છે. જેના માટે સરકારે ઝીરો-કાર્બન ન્યુટ્રાલિટીનું લક્ષ્ય નક્કી કર્યું છે.

ગ્રીન હાઇડ્રોજન માટે 19,700 કરોડ અપાશે

બજેટમાં ઈલેક્ટ્રિક વાહનોની સાથે ગ્રીન હાઈડ્રોજન માટે પણ 19,700 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ દ્વારા સરકારનો પ્રયાસ વર્ષ 2030 સુધીમાં 50 લાખ ટન ઉત્પાદન ક્ષમતાના લક્ષ્યને પૂર્ણ કરવાનો છે.

2022 માં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ગયા વર્ષે એટલે કે 2022માં ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ અને ઉત્પાદન બંનેમાં સારી ગતિ જોવા મળી છે. ગયા વર્ષે ભારતમાં લગભગ 10 લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું હતું.

Budget 2023 : શું છે એકલવ્ય સ્કૂલ? શું છે તેની ખાસીયત? કેમ મોદી સરકાર વધારશે સંખ્યા?

સામાન્ય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે આગામી વર્ષોમાં સાત હજારથી વધુ એકલવ્ય શાળાઓ ખોલવાની વાત કરી હતી. આ શાળાઓ દ્વારા જ્યાં વિદ્યાર્થીઓને વધુ સારા અભ્યાસની તક મળશે. તેની સાથે જ લગભગ 8 હજાર શિક્ષકો અને સહાયક કર્મચારીઓને પણ રોજગારી મળશે. શું તમે જાણો છો એકલવ્ય શાળાઓ શું છે અને તેનું મહત્વ શું છે? ચાલો જાણીએ કે કયા વિદ્યાર્થીઓ માટે એકલવ્ય શાળા ખાસ બનાવવામાં આવી છે.

આ વર્ષે થઈ હતી શરૂઆત

એકલવ્ય શાળાની સ્થાપના વર્ષ 1997-98માં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ (EMRS) તરીકે પણ થાય છે. આ શાળાઓ ખાસ કરીને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવી છે જેથી કરીને તેમને શિક્ષણની વધુ સારી તકો પૂરી પાડી શકાય. આ શાળાઓ માત્ર શિક્ષણ જ નહીં પરંતુ સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ શાળાઓ રાજ્ય સરકારો હેઠળ આવે છે, જે તેમની સ્થાપના માટે કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

5 લાખથી ઓછી કિંમતની આ 5 ધમાકેદાર કાર, માઈલેજમાં આપશે ભલભલી ગાડીઓને ટક્કર!
5 લાખથી ઓછી કિંમતની આ 5 ધમાકેદાર કાર, માઈલેજમાં આપશે ભલભલી ગાડીઓને ટક્કર!
માત્ર 1 લાખ રૂપિયા આપીને ઘરે લાવો નવી Innova Hycross, જાણો EMI અને ફાઇનાન્સનું પૂરું ગણિત
માત્ર 1 લાખ રૂપિયા આપીને ઘરે લાવો નવી Innova Hycross, જાણો EMI અને ફાઇનાન્સનું પૂરું ગણિત
Brezza vs Kiger, ઓછા બજેટમાં કઈ SUV ખરીદવી છે સૌથી બેસ્ટ?
Brezza vs Kiger, ઓછા બજેટમાં કઈ SUV ખરીદવી છે સૌથી બેસ્ટ?
1.5 લાખ ડાઉન પેમેન્ટ ભરવા પર કેટલો આવશે Tiago EV નો હપ્તો, જાણીલો સંપૂર્ણ વિગત
1.5 લાખ ડાઉન પેમેન્ટ ભરવા પર કેટલો આવશે Tiago EV નો હપ્તો, જાણીલો સંપૂર્ણ વિગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget