શોધખોળ કરો

ફુલ ચાર્જ પર 696 km રેન્જ: આ 2 શાનદાર ઇલેક્ટ્રિક કાર ભારતમાં લોન્ચ થશે

12 ઓક્ટોબર 2026ના રોજ Volvo EX90 SUV અને ES90 સેડાન માર્કેટમાં મારશે એન્ટ્રી, જાણો દમદાર ફિચર્સ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વોલ્વો EX90 અને ES90 ઇલેક્ટ્રિક કાર 2026માં આવશે.
  • EX90 SUV 7-સીટર, 608 કિમી રેન્જ, આધુનિક ફીચર્સ મળશે.
  • ES90 સેડાન 5-સીટર, 700 કિમી રેન્જ; પ્રીમિયમ સુવિધાઓ ધરાવે છે.
  • આ બંને કાર જર્મન લક્ઝરી EV બ્રાન્ડ્સને ટક્કર આપશે.

Volvo EX90 India launch: સ્વીડનની જાણીતી લક્ઝરી કાર નિર્માતા કંપની 'વોલ્વો' (Volvo) ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં મોટો ધમાકો કરવાની તૈયારીમાં છે. કંપની ભારતમાં પોતાની બે નવી ફ્લેગશિપ ઇલેક્ટ્રિક કાર્સ રજૂ કરવા જઈ રહી છે. સત્તાવાર માહિતી અનુસાર, વોલ્વોની 'EX90' ઇલેક્ટ્રિક SUV અને 'ES90' ઇલેક્ટ્રિક સેડાન આગામી 12 ઓક્ટોબર, 2026 ના રોજ ભારતમાં લોન્ચ થશે. આ બંને પ્રીમિયમ કાર્સ આધુનિક ટેકનોલોજી, લક્ઝુરિયસ કેબિન, લાંબી ડ્રાઇવિંગ રેન્જ અને અત્યાધુનિક સેફ્ટી ફિચર્સથી સજ્જ હશે.

કેવી છે નવી Volvo EX90 SUV?

વોલ્વો EX90 એ ખરેખર તો કંપનીની લોકપ્રિય 'XC90 SUV' નું જ સંપૂર્ણ ઇલેક્ટ્રિક વર્ઝન છે. તેને એક પ્યોર ઇલેક્ટ્રિક કાર તરીકે નવેસરથી ડિઝાઇન કરવામાં આવી છે.

ડિઝાઇન અને ઇન્ટિરિયર: કારના આગળના ભાગમાં એન્જિન ગ્રિલને બદલે ક્લોઝ્ડ (બંધ) ડિઝાઇન આપવામાં આવી છે. સાથે જ વોલ્વોની સિગ્નેચર 'થોર હેમર' (Thor's hammer) સ્ટાઇલ વાળી LED હેડલાઇટ્સ તેનો લુક વધારે છે. કારની વિન્ડસ્ક્રીન પર સેન્સર અને રડાર સેટઅપ લગાવવામાં આવ્યું છે.

કેબિન: અંદરની તરફ 14.5 ઇંચની મોટી વર્ટિકલ ટચસ્ક્રીન છે, જે ગૂગલ (Google) આધારિત સિસ્ટમ પર કામ કરે છે. તે નેવિગેશનથી લઈને એન્ટરટેઇનમેન્ટ સુધીનું બધું જ કંટ્રોલ કરે છે. મોટા પરિવારો માટે આ 7-સીટર કાર એક બેસ્ટ ઓપ્શન છે.

બેટરી અને રેન્જ: આ કાર 92 kWh અને 106 kWh બેટરી વિકલ્પો સાથે આવશે. 106 kWh બેટરીવાળા ડ્યુઅલ-મોટર વર્ઝનમાં ફુલ ચાર્જ પર લગભગ 608 કિલોમીટરની શાનદાર રેન્જ મળવાનો દાવો કરાયો છે.

ES90 સેડાન: 5-સીટર લક્ઝરી અને જબરદસ્ત રેન્જ

બીજી કાર 'વોલ્વો ES90' છે, જે કંપનીની 'S90 સેડાન' નું ઇલેક્ટ્રિક રૂપ છે. ભારતમાં S90 નું વેચાણ બંધ થયા પછી, વોલ્વો આ કાર દ્વારા પ્રીમિયમ સેડાન સેગમેન્ટમાં ફરીથી દબદબો બનાવવા માંગે છે.

સ્પેસ અને ડિઝાઇન: આ 5-સીટર લક્ઝરી કારમાં ક્લોઝ્ડ ફ્રન્ટ ગ્રિલ અને એરોડાયનેમિક ડિઝાઇન જોવા મળશે. તેમાં પાછળ બેસનારા પેસેન્જર માટે પુષ્કળ જગ્યા, મોટી બૂટ સ્પેસ અને આગળની તરફ એક નાનો 'ફ્રંક' (ફ્રન્ટ સ્ટોરેજ સ્પેસ) પણ આપવામાં આવ્યો છે.

700 કિમીની જંગી રેન્જ: વોલ્વો ES90 ની સૌથી મોટી ખાસિયત તેની રેન્જ છે. વૈશ્વિક આંકડાઓ મુજબ, 92 kWh બેટરીવાળું મોડેલ 664 કિલોમીટર (WLTP) ની રેન્જ આપે છે, જ્યારે 106 kWh બેટરીવાળું મોડેલ 696 કિલોમીટર સુધીની રેન્જ ધરાવે છે. એટલે કે, આદર્શ સ્થિતિમાં આ કાર ફુલ ચાર્જ પર લગભગ 700 કિલોમીટર સુધી દોડી શકે છે!

આ પણ વાંચોઃ 10 મિનિટ ચાર્જિંગ અને 161 km ની રેન્જ! આ ફેમિલી સ્કૂટરની માર્કેટમાં છે જબ્બર ડિમાન્ડ

પ્રીમિયમ ફિચર્સ અને સેફ્ટી

વોલ્વોએ આ બંને કારને માત્ર લોંગ-રેન્જ જ નહીં, પણ હાઇ-ટેક પણ બનાવી છે. બંને કારમાં નીચે મુજબના ફિચર્સ જોવા મળશે:

4-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, ડિજિટલ કી, 5G કનેક્ટિવિટી અને ઓવર-ધ-એર (OTA) અપડેટ્સ.

પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ, પેનોરેમિક ગ્લાસ રૂફ, 360-ડિગ્રી કેમેરા, પાવર્ડ સીટ્સ, ઓટો પાર્કિંગ અને વાયરલેસ ચાર્જિંગ.

સલામતી: વોલ્વો પોતાની સેફ્ટી માટે દુનિયાભરમાં વખણાય છે. EX90 માં લેવલ-3 ADAS (એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ) આપવામાં આવી છે. ઉપરાંત, ફાસ્ટ ચાર્જિંગ અને બહેતર સેફ્ટી માટે તેમાં 800V ઇલેક્ટ્રિકલ આર્કિટેક્ચરનો ઉપયોગ થયો છે.

કોની સાથે થશે સીધી ટક્કર?

ભારતમાં લોન્ચ થયા બાદ વોલ્વો EX90 ની સીધી સ્પર્ધા 'BMW iX' અને 'Mercedes-Benz EQS SUV' સાથે થશે. જ્યારે, ES90 સેડાન માર્કેટમાં 'BMW i5' અને 'Mercedes-Benz EQS' જેવી લક્ઝરી કાર્સને ટક્કર આપશે.

આ પણ વાંચોઃ સ્પીડના શોખીનો માટે 10 લાખની અંદર આવતી સૌથી ફાસ્ટ કાર! પિકઅપ જોઈને તમે પણ ચોંકી જશો

Frequently Asked Questions

વોલ્વો EX90 અને ES90 ભારતમાં ક્યારે લોન્ચ થશે?

આ બંને ઇલેક્ટ્રિક કાર્સ 12 ઓક્ટોબર, 2026 ના રોજ ભારતીય બજારમાં લોન્ચ થવાની છે. વોલ્વો આ કાર્સ દ્વારા ઓટોમોબાઇલ માર્કેટમાં ધમાકો કરવા માંગે છે.

વોલ્વો EX90 કઈ કારનું ઇલેક્ટ્રિક વર્ઝન છે?

વોલ્વો EX90 એ કંપનીની લોકપ્રિય XC90 SUV નું સંપૂર્ણ ઇલેક્ટ્રિક વર્ઝન છે, જેને એક પ્યોર ઇલેક્ટ્રિક કાર તરીકે નવેસરથી ડિઝાઇન કરવામાં આવી છે.

વોલ્વો EX90 કેટલા સીટર છે અને તેની રેન્જ કેટલી છે?

વોલ્વો EX90 એક 7-સીટર SUV છે, જે મોટા પરિવારો માટે ઉત્તમ છે. 106 kWh બેટરીવાળા વર્ઝનમાં તે ફુલ ચાર્જ પર લગભગ 608 કિલોમીટરની રેન્જ આપે છે.

વોલ્વો ES90 ની મહત્તમ રેન્જ કેટલી છે?

વૈશ્વિક આંકડાઓ મુજબ, 106 kWh બેટરીવાળું વોલ્વો ES90 મોડેલ 696 કિલોમીટર સુધીની રેન્જ ધરાવે છે. આદર્શ સ્થિતિમાં તે ફુલ ચાર્જ પર લગભગ 700 કિલોમીટર સુધી દોડી શકે છે.

વોલ્વો EX90 માં કયા મુખ્ય સલામતી ફીચર્સ છે?

વોલ્વો EX90 માં લેવલ-3 ADAS (એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ) આપવામાં આવી છે. ઉપરાંત, ફાસ્ટ ચાર્જિંગ અને બહેતર સેફ્ટી માટે તેમાં 800V ઇલેક્ટ્રિકલ આર્કિટેક્ચરનો ઉપયોગ થયો છે.

Advertisement

ટોપ સ્ટોરી

30 દિવસમાં 6.46 લાખ વાહનોનું વેચાણ! આ કંપનીના સ્કૂટર-બાઇક ખરીદવા પડાપડી
30 દિવસમાં 6.46 લાખ વાહનોનું વેચાણ! આ કંપનીના સ્કૂટર-બાઇક ખરીદવા પડાપડી
CNG vs EV કાર: રોજ 50 કિમીનું ડ્રાઇવિંગ હોય તો શેમાં વધુ બચત થશે? સંપૂર્ણ ગણિત સમજો
CNG vs EV કાર: રોજ 50 કિમીનું ડ્રાઇવિંગ હોય તો શેમાં વધુ બચત થશે? સંપૂર્ણ ગણિત સમજો
બાઇક કરતાં પણ સસ્તી પડશે આ 6 EV કાર: બજેટ કિંમતમાં મેળવો શ્રેષ્ઠ રેન્જ અને શાનદાર ફીચર્સ
બાઇક કરતાં પણ સસ્તી પડશે આ 6 EV કાર: બજેટ કિંમતમાં મેળવો શ્રેષ્ઠ રેન્જ અને શાનદાર ફીચર્સ
પેટ્રોલનો ખર્ચ અડધો! 28 kmpl માઇલેજ આપતી આ હાઇબ્રિડ કાર બની માઇલેજ કિંગ
પેટ્રોલનો ખર્ચ અડધો! 28 kmpl માઇલેજ આપતી આ હાઇબ્રિડ કાર બની માઇલેજ કિંગ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી ખર્ચનો હિસાબ કે મજાક ?
Hun To Bolish : હું તો બોલીશ : વકીલો અને મહેસૂલ કર્મચારીઓ નારાજ કેમ ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા થયો મોટો વિવાદ
Unjha Umiya Mataji Sansthan: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા હોદ્દેદારો, પૂર્વ IAS મહેન્દ્રભાઈ પટેલ પ્રમુખ
Gujarat Monsoon 2026: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, 2018 બાદ સૌથી ઓછો વરસાદ, સૌરાષ્ટ્રમાં 23% ખાધ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Post Officeની ધમાકેદાર સ્કીમ, 5 વર્ષમાં માત્ર વ્યાજથી 450000 રુપિયાની કમાણી
Post Officeની ધમાકેદાર સ્કીમ, 5 વર્ષમાં માત્ર વ્યાજથી 450000 રુપિયાની કમાણી
Aaj Nu Rashifal: આજે ગજકેસરી અને સર્વાર્થ સિદ્ધિ યોગથી 3 રાશિઓને બંપર ધન લાભ અને મળશે પ્રમોશન!
Aaj Nu Rashifal: આજે ગજકેસરી અને સર્વાર્થ સિદ્ધિ યોગથી 3 રાશિઓને બંપર ધન લાભ અને મળશે પ્રમોશન!
8th Pay Commission: જો આઠમા પગારપંચમાં થશે વિલંબ, તો આ કર્મચારીઓને મળશે 18 લાખ રૂપિયા
8th Pay Commission: જો આઠમા પગારપંચમાં થશે વિલંબ, તો આ કર્મચારીઓને મળશે 18 લાખ રૂપિયા
Embed widget