રોજના અંતર, રસ્તામાં ટ્રાફિક, પાર્કિંગની ઉપલબ્ધતા અને માસિક ખર્ચ જેવા પરિબળો ટૂ વ્હીલરની પસંદગીને અસર કરે છે. આના આધારે શ્રેષ્ઠ વાહન પસંદ કરી શકાય છે.
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
Best Two Wheeler: ઓફિસ જવા માટે Scooter, Bike કે Electric ટૂ વ્હિલરમાંથી શું ખરીદવું વધુ સારું છે? જાણો અલગ-અલગ જરૂરિયાત અને અપડાઉન મુજબ સાચો વિકલ્પ.

- દૈનિક પ્રવાસ, ટ્રાફિક, બજેટ મુજબ વાહન પસંદ કરવું જરૂરી.
- શહેરના ટ્રાફિક માટે સ્કૂટર, લાંબા અંતરે બાઇક યોગ્ય.
- ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સુવિધા સાથે દૈનિક ખર્ચ ઘટાડે.
- તમારા રૂટ, બજેટ, વપરાશ મુજબ શ્રેષ્ઠ વાહન પસંદ કરો.
Best Two Wheeler: રોજ ઓફિસ જવા માટે યોગ્ય વાહન પસંદ કરવું એ માત્ર પસંદગીનો સવાલ નથી. રોજ કેટલું અંતર કાપવાનું છે, રસ્તામાં કેટલો ટ્રાફીક મળે છે, પાર્કિંગ કેવું છે અને દર મહિને કેટલો ખર્ચ કરવા માંગો છો, આ બધી બાબતોની અસર પડે છે. પેટ્રોલ સ્કૂટર (Petrol Scooter), પેટ્રોલ બાઇક (Petrol Bike) અને ઇલેક્ટ્રિક વાહન (Electric Two-Wheeler) ત્રણેયના પોતાના અલગ અલગ ફાયદા છે.
સરકારી નેશનલ હાઉસહોલ્ડ ટ્રાવેલ સર્વે (National Household Travel Survey) મુજબ, 42.6 ટકા કામકાજી લોકો પોતાના નિશ્ચિત કાર્યસ્થળ સુધી પહોંચવા માટે ટૂ વ્હીલર વાહનનો ઉપયોગ કરે છે. એવામાં સાચા ટૂ વ્હીલર વાહનની પસંદગી રોજના સમય અને ખર્ચ બંને પર અસર પાડી શકે છે. જો તમારું કામ મોટે ભાગે શહેરની અંદર છે તો સ્કૂટર સરળ વિકલ્પ બની શકે છે, જ્યારે વધુ અંતર અથવા ખુલ્લા રસ્તાઓ માટે બાઇક વધુ સારી લાગી શકે છે. તો બીજી તરફ ચાર્જિંગની સુવિધા હોય તો ઇલેક્ટ્રિક ટૂ વ્હીલર વાહન દૈનિક વપરાશ ખર્ચ (Running Cost) ઓછો કરી શકે છે.
આ પણ વાંચો....નવી Toyota Fortuner થઈ લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણીને ઉડી જશે હોશ
શહેરના અપડાઉનમાં સ્કૂટર કેમ વધુ સારું?
જો તમારી ઓફિસ ઘરથી આશરે 5થી 20 કિલોમીટર દૂર છે અને રસ્તામાં ભારે ટ્રાફિક મળે છે, તો પેટ્રોલ સ્કૂટર ઘણો વ્યવહારુ વિકલ્પ બની શકે છે. ઓટોમેટિક ગિયર સિસ્ટમ હોવાના કારણે વારંવાર ક્લચ અને ગિયર બદલવાની જરૂર નથી પડતી. સીટ નીચેની જગ્યામાં ઓફિસ બેગ કે નાની જરૂરિયાતનો સામાન પણ રાખી શકાય છે. હોન્ડા એક્ટિવા 125, ટીવીએસ જ્યુપિટર 125 અને સુઝુકી એક્સેસ 125 જેવા સ્કૂટર્સ આ જ પ્રકારના રોજના ઉપયોગ માટે લોકપ્રિય વિકલ્પ છે. સ્કૂટરનો બીજો ફાયદો એ છે કે તેને ચલાવવું અને પાર્કિંગ કરવું સરળ હોય છે. જોકે, જો તમારા રોજના રસ્તામાં ખરાબ રસ્તા કે લાંબા હાઈવે છે, તો બાઇક વધુ સ્ટેબલ અનુભવાઈ શકે છે.
વધુ અંતર માટે બાઇક કે ઇલેક્ટ્રિક વાહન?
જો તમારુ રોજનું અપડાઉન લાંબુ છે અને રસ્તામાં ખુલ્લો રસ્તો કે હાઈવેનો ભાગ પણ આવે છે, તો 125-160 સસીની સામાન્ય બાઇક વધુ યોગ્ય બની શકે છે. હોન્ડા શાઇન 125, હીરો સુપર સ્પ્લેન્ડર અને ટીવીએસ રાઈડર જેવા મોડેલ રોજ આવવા-જવા માટે જ બનાવવામાં આવ્યા છે. બીજી તરફ ઇલેક્ટ્રિક ટૂ વ્હીલર વાહન શહેરની અંદર વધુ આકર્ષક હોઈ શકે છે. તેમાં ગિયર અને ક્લચ નથી હોતા અને ચાર્જિંગની સુવિધા ઘરે કે ઓફિસમાં હોય તો રોજનો ઉપયોગ સરળ રહે છે. ઇલેક્ટ્રિક વાહનનો દૈનિક વપરાશ ખર્ચ પેટ્રોલ ટૂ વ્હીલર વાહન કરતાં ઘણો ઓછો હોઈ શકે છે, પરંતુ વાસ્તવિક બચત વીજળીના દર, ચાર્જિંગ અને તમારા રોજના અંતર પર નિર્ભર કરશે. સાથે જ, ખરીદતા પહેલા કંપની દ્વારા દાવો કરાયેલી ક્ષમતાના બદલે પોતાના રોજના અંતર અને ચાર્જિંગ સુવિધાને જોવી જરૂરી છે.
કોના માટે કયું ટૂ વ્હીલર વાહન યોગ્ય?
જો તમારી ઓફિસ નજીક છે અને ટ્રાફિક વધુ છે, તો પેટ્રોલ સ્કૂટર વ્યવહારુ વિકલ્પ છે. જો રોજ 30-50 કિલોમીટર કે તેથી વધુ ચાલવાનું છે અને રસ્તામાં હાઈવે કે ખુલ્લો રસ્તો પણ આવે છે, તો પેટ્રોલ બાઇક વધુ સારો વિકલ્પ બની શકે છે. તો બીજી તરફ જો તમારો મોટાભાગનો ઉપયોગ શહેરમાં છે, રોજનું અંતર નક્કી છે અને ઘર કે ઓફિસમાં ચાર્જિંગની સુવિધા ઉપલબ્ધ છે, તો ઇલેક્ટ્રિક સ્કૂટર કે ઇલેક્ટ્રિક બાઇક દૈનિક વપરાશ ખર્ચ ઓછો કરવામાં મદદ કરી શકે છે. પરંતુ ઇલેક્ટ્રિક વાહન ખરીદતા પહેલા ચાર્જિંગનો સમય, સર્વિસ નેટવર્ક અને બેટરીની વોરંટી જરૂર તપાસો. તેથી સૌથી સારો વિકલ્પ દરેક વ્યક્તિ માટે અલગ હશે. માત્ર માઇલેજ કે રેન્જ જોઈને વાહન ખરીદવાના બદલે પોતાના રોજના માર્ગ, બજેટ અને ઉપયોગને પ્રાથમિકતા આપવી એ વધુ સાચો નિર્ણય છે.
Frequently Asked Questions
ટૂ વ્હીલર પસંદ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ?
શહેરના ટ્રાફિક અને ઓછા અંતર માટે કયું વાહન શ્રેષ્ઠ છે?
જો ઓફિસ 5-20 કિલોમીટર દૂર હોય અને ભારે ટ્રાફિક હોય, તો પેટ્રોલ સ્કૂટર સારો વિકલ્પ છે. તેમાં ઓટોમેટિક ગિયર સિસ્ટમ અને સીટ નીચે સામાન રાખવાની જગ્યા હોય છે.
લાંબા અંતરના પ્રવાસ અથવા હાઈવે પર કયું વાહન વધુ યોગ્ય છે?
જો રોજનું અપડાઉન લાંબુ હોય અને તેમાં ખુલ્લો રસ્તો કે હાઈવેનો ભાગ આવતો હોય, તો 125-160 સીસીની સામાન્ય પેટ્રોલ બાઇક વધુ યોગ્ય બની શકે છે.
ઇલેક્ટ્રિક ટૂ વ્હીલરના ફાયદા શું છે અને શું ખરીદતા પહેલા તપાસવું જોઈએ?
ઇલેક્ટ્રિક વાહનોનો દૈનિક વપરાશ ખર્ચ ઓછો હોઈ શકે છે અને તે ગિયરલેસ હોય છે. ખરીદતા પહેલા ચાર્જિંગ સમય, સર્વિસ નેટવર્ક અને બેટરી વોરંટી તપાસવી જોઈએ.






















