શોધખોળ કરો

કોમનેટ (COMnet) ગુજરાતમાં રોજગારીની તકો લાવશે, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીધામ, ભૂજના યુવાનોને મળશે નવી નોકરીઓ

કોમનેટ (COMnet)નો ઉદ્દેશ્ય ગ્રાહકોની વૃદ્ધિ, ગ્રાહક સંતોષ અને ટેકનોલોજી સેવાઓના ક્ષેત્રમાં સતત શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતા છે

નવી દિલ્હી : ગુજરાતમાં IT ક્ષેત્રે નવી તકોને આગળ વધારવા કોમનેટ (COMnet) તૈયાર છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂકેલી કોમનેટ (COMnet) ની નવી ઓફિસની શરૂઆત અમદાવાદમાં 22 જૂનના રોજ વસ્ત્રાપુરમાં ITC નર્મદાની સામે, શિવાલિક શિલ્પ 2માં શરૂ થવા જઈ રહી છે. લોકલ ફોર વોકલના સિદ્ધાંત તેમજ રોજગારને સપોર્ટ કરવાના હેતુસર કેન્દ્ર અને રાજ્ય સરકારની સૂચનાને અનુસરીને નવી તકો સર્જશે. ગુજરાત રાજ્યમાં સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીધામ, ભૂજ સહિતના વિવિધ શહેરોના યુવાધન માટે IT ક્ષેત્રે નોકરીની સંભાવનાઓ પેદા કરશે. 

કોમનેટ (COMnet)નો ઉદ્દેશ્ય ગ્રાહકોની વૃદ્ધિ, ગ્રાહક સંતોષ અને ટેકનોલોજી સેવાઓના ક્ષેત્રમાં સતત શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતા છે. રોજગાર સર્જનની સાથે સાથે કૌશલ્ય વિકાસ, આર્થિક વૃદ્ધિ, તકનીકી પ્રગતિ અને ઉદ્યોગસાહસિકતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપશે. સાથે જ અમદાવાદના સામાજિક અને આર્થિક વિકાસમાં પણ ફાળો આપશે. સ્થાનિક IT સમુદાય સાથે જોડાવા માટે અને શહેરમાં ટેક ઇકોસિસ્ટમમાં યોગદાન આપવા માટે કંપની વ્યવસ્થાપિત સેવાઓ સાથે અનેક આયોજનો કરશે. ટેક ઇવેન્ટ્સમાં પોતાની હાજરી ઉપરાંત સ્પોન્સર અને પાર્ટનરશીપ પણ યોગદાન આપશે. 

ગુજરાતમાં કંપની તેના વિઝન અને મિશન સાથે કાર્ય કરશે

કોમનેટ (COMnet) એ અમદાવાદની ઓફિસ માટે એક વ્યાપક વિસ્તરણ યોજના ઘડી છે જે તેના 5-વર્ષના વિકાસ માર્ગ સાથે સંરેખિત છે. અમદાવાદ શહેરમાં પણ કંપની તેના વિઝન અને મિશન સાથે ટેક્નોલોજી પહેલને ગુજરાતના શહોરો માટે વ્યૂહાત્મક રીતે સક્ષમ બનાવશે. કંપની તેના વિસ્તરણ ઉદ્દેશ્યોની અનુભૂતિની ખાતરી કરવા માટે વિવિધ સીમાચિહ્નો પર વ્યૂહાત્મક રીતે રોકાણ કરશે. કોમનેટ (COMnet) અમદાવાદની ઓફિસમાં અનેક તકો અને ઘણી લોકઉપયોગી સર્વિસ મળશે. જેમાં ક્લાઉડ સોલ્યુશન્સ, ડેટા સેન્ટર સોલ્યુશન, એન્ડ પોઇન્ટ સોલ્યુશન, નેટવર્કિંગ સોલ્યુશન, સાયબર સિક્યુરીટી, HPE નાણાકીય સેવાઓ, વ્યવસ્થાપિત સેવાઓ જેવી પ્રાથમિક સેવાઓ અથવા ઉત્પાદનો ઓફર કરશે. સફળતાના અનેક પગલાઓમાં અને તેની વૃદ્ધિ વ્યૂહરચનામાં એક મહત્ત્વપૂર્ણ ડગલું છે. આ ઉપરાંત તેના વિવિધ ખાસ ક્ષેત્રોની વાત કરીએ તો ફાર્માસ્યુટિકલ્સ, મેન્યુફેક્ચરીંગ, હિરાઉદ્યોગ, કાપડ અને નાના તેમજ મધ્યમ કદના સાહસો (SMBs) જેવા વ્યવસાયો માટે વિશ્વસનીય તકનીકી ભાગીદાર તરીકે તેની સ્થિતિને મજબૂત કરવાનો હેતુ પણ છે.

કોમનેટ (COMnet) ગુજરાતમાં રોજગારીની તકો લાવશે, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીધામ, ભૂજના યુવાનોને મળશે નવી નોકરીઓ

કોમનેટ (COMnet) આપે છે વૈશ્વિક કક્ષાએ ટેકનોલોજી ક્ષેત્રની સંપૂર્ણ સર્વિસ

કોમનેટ (COMnet) કંપની દેશભરમાં તેના સંતોષકારક અને વિશ્વસનીય ગ્રાહકોની વિવિધ શ્રેણી ધરાવે છે. ત્યારે હવે કંપનીનો ઉદેશ્ય ગુજરાતમાં વ્યવસાયો સાથે ભાગીદારી પ્રાપ્ત કરી સપોર્ટ કરવાનો છે. કોમનેટ (COMnet)  વૈશ્વિક કક્ષાએ ટેકનોલોજી ક્ષેત્રની સંપૂર્ણ સર્વિસ આપવામાં માને છે. જેમાં ક્લાઉડ, સિક્યુરિટી, ડેટા સેન્ટર સોલ્યુશન, નેટવર્કિંગ સોલ્યુશન્સ, એન્ડપોઇન્ટ સોલ્યુશન્સની મેનેજ્ડ સર્વિસનો સમાવેશ થાય છે. જે હવે ગુજરાતમાં પણ મળી રહેશે. કોમનેટ (COMnet) પાસે હંમેશા જવાબદાર કોર્પોરેટ ગ્રાહકો રહ્યા છે. કોમનેટ (COMnet) ની વિચારધારા અને ધ્યેય હંમેશા મૂલ્યવાન ગ્રાહકોની અપેક્ષાઓ સાથે કામ કરી ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ આપવાનો છે. 

ડિજિટલ ઈન્ડિયા પહેલે માત્ર જાહેર સેવાઓની ગુણવત્તામાં જ વધારો કર્યો નથી પરંતુ IT ઉદ્યોગના વિકાસ માટે રોજગારીને પણ મોટું સ્થાન મળ્યું છે. જેમાં કોમનેટ (COMnet)એ પણ અગ્રણી કંપનીઓમાં આ વાતને સાકાર કરી છે.

સામાજિક સેવામાં પણ કંપની હંમેશા આગળ રહે છે અને સીમાચિહ્નરૂપ પ્રેરણાદાઈ કાર્યો કરે. જેમ કે, સ્વચ્છ પીવાનું પાણી અને ચિલ્ડ્રન્સ એજ્યુકેશન આપવું, આ તેના CSR કાર્યક્રમના ભાગ રૂપે સરાહનીય કામગીરી કરી છે. સમાનતાની દુનિયા બનાવવાની શોધમાં, સમાજના વંચિત વર્ગોને સાથે લઈ જઈ કામ કરવામાં કંપની માને છે. આમ સર્વિસની સાથે સમાજને મદદ કરવામાં માને છે. 

વધુ માહિતી માટે અમારી વેબસાઇટની મુલાકાત લો : https://comnetinfo.com/

વધુ જુઓ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે IPO, જુઓ યાદી
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક અને કાર વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
Embed widget