શોધખોળ કરો

તલગાજરડાથી મોરારી બાપુએ ચંદ્રયાન -૩ની સફળતાની ભવ્ય ઉજવણી કરી

 મહુવા: ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરની ખૂબ જ અપેક્ષિતક્ષણ બુધવારે સાંજે સામે આવી, જેના પર જાણીતા આધ્યાત્મિક ગુરુ અને રામચરિતમાનસના પ્રચારક મોરારી બાપુએ ખુશી જાહેર કરી હતી એટલું જ નહિ ચંદ્રયાન-3 મિશનની સફળતા માટે પ્રાર્થના પણ કરી હતી.

મહુવાના કૈલાશ ગુરુકુળ ખાતે તુલસી જન્મોત્સવમાં ભાગ લઈ રહેલા મોરારી બાપુએ જણાવ્યું હતું કે “અમારી તુલસી જયંતિની સમોરોહની વચ્ચે અમે એક મહત્વપૂર્ણ ઘટનાના સાક્ષી બન્યા કારણ કે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર હળવેથી નીચે ઉતર્યું અને અમારા હૃદયને ગર્વથી ભરી દીધું. બરાબર 400 વર્ષ પહેલાં પૃથ્વીએ તુલસીદાસજીના રૂપમાં ચંદ્રનો જન્મ જોયો હતો અને આજે તુલસી જયંતિના અવસરે ચંદ્રયાને ચંદ્રને ભેટી લીધો છે.

મોરારી બાપુએ એમ પણ કહ્યું હતું કે,  તેમને મિશનની સફળતા અંગે વિશ્વાસ હતો કારણ કે સાધુ અને સંતો સહિત સમગ્ર દેશ તેના માટે પ્રાર્થના કરી રહ્યો હતો. ચંદ્રયાન-૩ મિશનની સફળતા માટે ભગવાન હનુમાનના ચરણોમાં પ્રાર્થના કરતાં તેમણે કહ્યું, "હું ઈસરોના વૈજ્ઞાનિકો, ૧૪૦ કરોડ ભારતીયોને અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને મારા ખૂબ જ નિષ્ઠાપૂર્વક અભિનંદન આપું છું, જેમના નેતૃત્વમાં અમે આ ઐતિહાસિક માઇલ સ્ટોન હાંસલ કર્યો છે."

તલગાજરડાથી મોરારી બાપુએ ચંદ્રયાન -૩ની સફળતાની ભવ્ય ઉજવણી કરી

જ્યારે મોરારીબાપુએ સમારોહમાં દર્શકોનું નેતૃત્વ કર્યું ત્યારે જય સિયા રામ, વંદે માતરમ, ભારત માતા કી જય, જય હિંદ અને જય ભારતના નારાઓ  ગુંજી ઉઠ્યા હતા. આ પહેલા જાણીતા આધ્યાત્મિક ગુરુએ વિક્રમ લેન્ડરની સોફ્ટ લેન્ડિંગ અને ચંદ્રયાન-૩ મિશનની સફળતાપૂર્વક સમાપન માટે પ્રાર્થના કરી હતી.
 
ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરનું સફળ લેન્ડિંગ અવકાશ સંશોધનમાં ભારત માટે એક માઇલસ્ટોન છે.  ચંદ્ર દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત પ્રથમ દેશ છે.  મિશનની સફળતાનો અર્થ એ છે કે ભારત એવા દેશોના  વિશિષ્ટ ક્લબમાં જોડાય છે કે જેઓ ચંદ્ર પર સોફ્ટ લેન્ડ કરવામાં સફળ થયા છે. ક્લબના અન્ય સભ્યોમાં યુએસ, સોવિયેત યુનિયન અને ચીન છે.

Disclaimer: એબીપી નેટવર્ક પ્રા. લિ. અને/અથવા એબીપી લાઈવ કોઈપણ રીતે આ લેખની સામગ્રી અને/અથવા અહીં વ્યક્ત કરાયેલા વિચારોને સમર્થન/સબ્સ્ક્રાઇબ કરતું નથી. 

વધુ જુઓ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assembly Election 2024 Result Live Updates: મહારાષ્ટ્રમાં NDAની સુનામી, ઝારખંડમાં JMM રિપીટ, અમિત શાહે ફડણવીસને આપ્યા અભિનંદન
Assembly Election 2024 Result Live Updates: મહારાષ્ટ્રમાં NDAની સુનામી, ઝારખંડમાં JMM રિપીટ, અમિત શાહે ફડણવીસને આપ્યા અભિનંદન
Exclusive: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદન, આગામી CM કોણ? બતાવ્યો આગળનો પ્લાન
Exclusive: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદન, આગામી CM કોણ? બતાવ્યો આગળનો પ્લાન
Maharashtra Election 2024: આ રણનીતિએ મહારાષ્ટ્રમાં ભાજપને અપાવી પ્રચંડ જીત, આ પાંચ મોટા રહ્યા કારણો
Maharashtra Election 2024: આ રણનીતિએ મહારાષ્ટ્રમાં ભાજપને અપાવી પ્રચંડ જીત, આ પાંચ મોટા રહ્યા કારણો
Wayanad By Election Result 2024: કેરલની વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી 1 લાખથી વધુ મતથી આગળ 
Wayanad By Election Result 2024: કેરલની વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી 1 લાખથી વધુ મતથી આગળ 
Jharkhand Election Result: ઝારખંડમાં હેમંત સોરને 24 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આ પાંચ કારણોસર પાછળ રહી BJP
Jharkhand Election Result: ઝારખંડમાં હેમંત સોરને 24 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આ પાંચ કારણોસર પાછળ રહી BJP
Vav By Election: વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? છઠ્ઠા રાઉન્ડ બાદ જાણો કોણે મેળવી લીડ
Vav By Election: વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? છઠ્ઠા રાઉન્ડ બાદ જાણો કોણે મેળવી લીડ
Maharashtra: મુખ્યમંત્રીની ખુરશી માટે લડાઈ શરૂ, પોસ્ટરો લાગ્યા,જાણો ફડણવીસ,અજિત પવાર,શિંદેની સીટનું પરિણામ
Maharashtra: મુખ્યમંત્રીની ખુરશી માટે લડાઈ શરૂ, પોસ્ટરો લાગ્યા,જાણો ફડણવીસ,અજિત પવાર,શિંદેની સીટનું પરિણામ
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન મોટી જીત તરફ, કોણ બનશે આગામી મુખ્યમંત્રી?
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન મોટી જીત તરફ, કોણ બનશે આગામી મુખ્યમંત્રી?
Embed widget