બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર, કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
આ મુદ્દો ગાંધીનગર મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે. આજે કોળી સમાજના ધારાસભ્યો અને સાંસદ સભ્ય ગાંધીનગર પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાંથી મુખ્યમંત્રીને મળવા માટે પહોંચ્યા.

ગાંધીનગર: બગદાણામાં કોળી યુવકને માર મારવામાં આવતા આ મુદ્દો છેલ્લા એક સપ્તાહથી ગરમાયો છે. કોળી સમાજના નેતાઓ દ્વારા જે યુવકને માર મારવામાં આવ્યો તે નવનીત બાલધિયાની મુલાકાતે પણ પહોંચ્યા હતા. હવે આ મુદ્દો ગાંધીનગર મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે. આજે કોળી સમાજના ધારાસભ્યો અને સાંસદ સભ્ય ગાંધીનગર પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાંથી મુખ્યમંત્રીને મળવા માટે પહોંચ્યા હતા.
કોળી સમાજના દિગ્ગજ નેતાઓ બેઠકમાં હાજર
પરશોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, સાંસદ નિમુબેન બાંભણિયા, ધારાસભ્ય હિરા સોલંકી, સાંસદ રાજેશ ચુડાસમા, સાંસદ
ચંદુ સિહોરા, આર.સી. મકવાણા સહિતના નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા હતા.
Bagdana Controversy | બગદાણા વિવાદને લઈ મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી બેઠક પૂર્ણ, યોગ્ય પગલા લેવા માટે અપાયું આશ્વાસન#BagdanaControversy pic.twitter.com/ZXzeEvTTp6
— ABP Asmita (@abpasmitatv) January 5, 2026
બગદાણા વિવાદને લઈ મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી બેઠક પૂર્ણ થઈ છે. કોળી સમાજના આગેવાનો અને મુખ્યમંત્રી વચ્ચેની બેઠક પૂર્ણ થઈ ગઈ હતી. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ સાથે બેઠક પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે વીડિયો કૉન્ફરન્સથી બેઠક કરવામાં આવી હતી. યોગ્ય પગલા લેવા માટે આશ્વાસન આપવામાં આવ્યું છે. આ બેઠકમાં ભાજપ, કોંગ્રેસ, AAPના કોળી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.
બગદાણામાં થયેલી મારામારીની ઘટનાના સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા
ભાવનગર જિલ્લાના બગદાણામાં થયેલી મારામારીની ઘટનાના સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા છે. બગદાણાના નવનીત બાલધિયા નામના વ્યક્તિ પર આઠ શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરાયો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવની ગંભીરતાને જોતા ફરિયાદમાં BNS કલમ 109 (IPC 307)ની કલમનો ઉમેરો કરાયો છે. જોકે, આ મામલે ઘણા નવા વળાંકો આવ્યા છે. કોળી સમાજ પણ મેદાને આવ્યો છે.
પોલીસે હોસ્પિટલ બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો
નવનીત બાલધિયા પર થયેલા હુમલાને લઈ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો, પૂર્વ મંત્રી, કોળી સમાજના આગેવાનો મહુવાની હનુમંત હોસ્પિટલે દોડી આવ્યા હતા. જ્યાં નવનીત બાલધિયા સારવાર હેઠળ છે. કોઈ અઘટિત બનાવ ન બને તે માટે પોલીસે હોસ્પિટલ બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. ભાજપ નેતાઓ હુમલાખોરોને સજા અપાવવાની ખાતરી આપી રહ્યા છે ત્યાં કોંગ્રેસે કાયદો વ્યવસ્થા અંગે સવાલ ઉઠાવ્યા છે.





















