શોધખોળ કરો

દમણમાં 27મી મેના રોજ શોર ફેસ્ટ - બોલિવૂડનો સૌથી મોટો નાઇટ બીચ ફેસ્ટનું આયોજન

દમણના જામપોર બીચ પર આગામી 27મી મેના રોજ 'શોર ફેસ્ટ'  ધ બિગેસ્ટ બોલિવૂડ નાઇટ બીચ ફેસ્ટનું ભવ્યઆયોજન કરવામાં આવ્યું છે.

દમણના જામપોર બીચ પર આગામી 27મી મેના રોજ 'શોર ફેસ્ટ'  ધ બિગેસ્ટ બોલિવૂડ નાઇટ બીચ ફેસ્ટનું ભવ્ય
આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ વખત બોલિવૂડના સાત સેલિબ્રિટી કલાકારો સ્ટેજ પર લાઇવ પરફોર્મન્સ આપશે.
સાથે જ ફૂડ, ફન અને મસ્તી સાથે ઘણું બધું સામેલ હશે. વડોદરા સ્થિત એજન્સી અનવર્ક મીડિયા દ્વારા પ્રસ્તુત અને દમણ
ટુરિઝમ દ્વારા સમર્થિત આ ફેસ્ટમાં બોલિવૂડ ઉદ્યોગના પ્રખ્યાત સંગીતકારો હાજર રહેશે અને આ દિવસની રાતને એક યાદગાર
રાત બનાવશે. 

દમણના સૌથી સ્વચ્છ દરિયાકિનારા અને મંત્રમુગ્ધ કરી દે તેવા સ્થાન તરીકે ઓળખાતા જમ્પોર બીચ પર આયોજિત બીચ ફેસ્ટ
સમગ્ર ભારત અને વિદેશના પ્રેક્ષકોને આકર્ષિત કરી રહ્યો છે. ફેસ્ટમાં ઉપસ્થિત રહેનાર ગાયકોમાં બોલિવૂડના  બહુમુખી પ્રતિભા
ધરાવતા ગાયક મિથુન શર્માનો પણ સામેલ હશે, કે જેઓ ફિર ભી ના હાફ ગર્લફ્રેન્ડમાં ફિર ભી તુમકો ચાહુંગા,  કબીર સિંઘનું તુઝે
કિતના ચાહને લગે અને આશિકી 2 માંથી તુમ હી હો જેવા હિટ ગીતો આપ્યા છે. ત્યારે આ ઇવેન્ટની શરૂઆત પણ તેઓ આ
સુપર હિટ ગીતો સાથે કરશે. આ ઉપરાંત સ્ટેજ પર જાવેદ અલી દ્વારા પુષ્પાના શ્રીવલ્લીની ધૂન પર, અસીસ કૌર દ્વારા
શેરશાહના રાતા લામ્બિયાન, એશ કિંગના ભેડિયાના ઠુમકેશ્વરી, યાસર દેસાઈ દ્વારા મખ્ના, હુક્કા બાર જેવા ગીતોનું પ્રસ્તુતિ
પર પ્રેક્ષકો પોતાની જાતને ઝૂમતા રોકી શકશે નહીં.  નૃત્ય કરવામાં ભીડ પ્રતિકાર કરી શકશે નહીં.

આ આયોજન અંગે અરુણ ગુપ્તાએ જણાવ્યું હતું કે દમણ ખાતેનો જંપોર બીચ 'શોર ફેસ્ટ' સાથે  મંત્રમુગ્ધ કરી દેનારા આ
સ્થાન પર  સાત સેલિબ્રિટી કલાકારોની સ્ટાર- સ્ટડેડ લાઇન- અપ સાથે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવા માટે તૈયાર છે. વડોદરાના
અનવર્ક મીડિયા દ્વારા પ્રસ્તુત અને દમણ ટુરિઝમ દ્વારા સમર્થિત, આ સૌથી મોટો બોલિવૂડ નાઇટ બીચ ફેસ્ટ સંગીત, ભોજન
અને અનંત આનંદથી ભરપૂર એક અવિસ્મરણીય અનુભવનું વચન આપનારો બની રહેશે. જેથી 27 મે, 2023 ના રોજ અમારી
સાથે જોડાઓ કારણ કે અમે બોલીવુડના પ્રખ્યાત સંગીતકારોને એકસાથે લાવી તમારા માટે મનોરંજન અને આશ્ચર્યની
આહલાદક શ્રૃંખલા ઓફર કરી રહ્યા છીએ.

સાથે જ ટેટૂ અને મહેંદી માટે લાઇવ કાઉન્ટર્સ,  દમણ અને બહારથી સ્વાદિષ્ટ વાનગીઓ ઓફર કરતા ફૂડ સ્ટોલ, ક્રિએટિવ ફોટો
બૂથ અને ટેક- હોમ અહીં ઉપલબ્ધ હશે જે જીવનનું અનેરું સંભારણું બની રહેશે.

આ ઇવેન્ટ વિશે વાત કરતાં, મિથુને  એ જણાવ્યું હતું કે "હું દમણ આવવા અને ગુજરાત અને દમણના લોકો સામે લાઇવ
પર્ફોર્મન્સ આપવા માટે આતુર છું અને આટલા દિવસની રાહ જોઇ શકતો નથી. મેં આ સ્થળની વાઇબ્રેન્સી વિશે ઘણું સાંભળ્યું
છે, આ ઐતિહાસિક રાત્રિએ આત્માની લય દમણના તરંગો સાથે ભળી જવાની રાહ જોઈ રહ્યા છે ત્યારે આ અવસર આપવા
બદલ હું અનવર્ક મીડિયા અને દમણ ટુરિઝમનો હૃદયપૂર્વક આભાર માનું છું. સૌ કલાકારો વતી હું ખાતરી આપું છું  કે આ
બોલિવૂડ નાઈટની ધૂન લોકોને મંત્રમુગ્ધ કરશે અને આવનારા વર્ષો સુધી દમણના કિનારો, અને તારાઓ હેઠળની આ રાત ફેસ્ટમાં
આવનારા લોકો માટે શ્રેષ્ઠ અને યાદગાર બની રહેશે."
 
પ્રખ્યાત દરિયાકાંઠાનું શહેર, દમણ, આ બોલિવૂડ સંગીતકારોને તેના પ્રકારના પ્રથમ 'શોર ફેસ્ટ'માં આવકારવા માટે તૈયાર છે.દમણના ઈતિહાસમાં તે ઐતિહાસિક રાત્રે 20,000 થી વધુ લોકો આ ઘટનાના સાક્ષી બનશે. 

આ યાદગાર રાત્રિમાં સામેલ થવા  માટે બુક માય શો પર ટિકિટ લાઇવ છે, જેની શરૂઆત માત્ર 649/- થી થાય છે.
ઑફલાઇન ટિકિટ માટે +91 82645 41717  પર સંપર્ક કરી શકો છો.

વધુ વાંચો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
અમેરિકન મહિલા જ્યોતિષની ડરામણી ભવિષ્યવાણી: 2026 માં લાખો લોકોની જશે નોકરી,ભૂકંપ અને યુદ્ધનો ખતરો
અમેરિકન મહિલા જ્યોતિષની ડરામણી ભવિષ્યવાણી: 2026 માં લાખો લોકોની જશે નોકરી,ભૂકંપ અને યુદ્ધનો ખતરો
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
Cricket History: જ્યારે 21 વર્ષના બેટ્સમેને 6 બોલમાં બનાવ્યા 48 રન! ક્રિકેટના દિગ્ગજો પણ હેરાન
Cricket History: જ્યારે 21 વર્ષના બેટ્સમેને 6 બોલમાં બનાવ્યા 48 રન! ક્રિકેટના દિગ્ગજો પણ હેરાન
Embed widget