શોધખોળ કરો

શ્રીયમ નેશનલ ટીએમટીની ગુણવત્તા પર મહોર મરાઇ, સીએમના હસ્તે સન્માન

આ એવોર્ડ ચેરમેન વિશેષ શાહરા અને મેનેજિંગ ડિરેક્ટર દેવેશ ખંડેલવાલ દ્વારા સ્વીકાર કરાયો હતો

અમદાવાદ:  સ્ટીલ ઉદ્યોગમાં અગ્રણી સ્થાન ધરાવતી શ્રીયમ નેશનલ ટીએમટીને મંગળવારે અમદાવાદમાં આયોજિત પ્રતિષ્ઠિત કચ્છ બિઝનેસ એક્સેલન્સ એવોર્ડ 2.0 માં 'એક્સિલન્સ ઇન મેન્યુફેક્ચરિંગ- લાર્જ કોર્પોરેશન્સ' કેટગરીમાં સન્માનિત કરવામાં આવી છે. આ એવોર્ડ ચેરમેન વિશેષ શાહરા અને મેનેજિંગ ડિરેક્ટર દેવેશ ખંડેલવાલ દ્વારા સ્વીકાર કરાયો હતો. કચ્છ મિત્ર અને ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ફોકિયા) દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પ્રદેશના અગ્રણી ઉદ્યોગપતિયોંના યોગદાનનું સન્માન કરવામાં આવ્યું છે.

શ્રીયમ નેશનલ ટીએમટીની ગુણવત્તા પર મહોર મરાઇ, સીએમના હસ્તે સન્માન

કર્ણાવતી ક્લબ ખાતે યોજાયેલા ભવ્ય એવોર્ડ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂત, સંસદીય બાબતોના પ્રધાન પ્રફુલ પાનશેરિયા, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, IFFCOના અધ્યક્ષ દિલીપ સંઘાણી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ ગેસ્ટ ઓફ ઓનર તરીકે વિશેષ હાજર રહ્યા હતા.

કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગા, ગાંધીધામના ધારાસભ્ય માલતી મહેશ્વરી અને રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના સન્માનિત મહેમાનોએ પણ એવોર્ડ આપતી વખતે હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

શ્રીયમ નેશનલ ટીએમટીએ FE 550 અને FE 550D સહિત શ્રેષ્ઠ-ગુણવત્તાવાળા TMT બારની શ્રેણી સાથે  સ્ટીલ ઉદ્યોગમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. કંપની પોતાના 200 એકરમાં ફેલાયેલા અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટમાં આયર્ન ઓરમાંથી ટીએમટી ઉત્પાદન કરવા માટે જાણીતી છે. કંપની લેડલ રિફાઇનિંગ ફર્નેસ (LRF) અને બ્લોક મિલ (રોલિંગ મિલ) જેવી અદ્યતન તકનીકનો ઉપયોગ કરે છે. આ ઇનોવેશન્સને કારણે  કંપનીના પ્રોડક્ટ્સની ગુણવત્તા ઇન્ટરનેશનલ કક્ષાની છે.

કંપની સસ્ટેનેબિલિટી તેમજ કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા અને ઇકો-ફ્રેન્ડલી બાંધકામ સોલ્યુશન્સમાં યોગદાન આપવા માટે પણ સમર્પિત છે. શ્રીયમ નેશનલ ટીએમટી પોતાના ઉદ્યોગની સાથે-સાથે  કચ્છમાં રોજગાર સર્જન, સીએસઆર પહેલ અને મજબૂત સમુદાય સંબંધો દ્વારા વિસ્તારના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

શ્રીયમ નેશનલ ટીએમટી એક મજબૂત ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક અને એથિકલ બિઝનેસ પ્રેક્ટિસ સાથે સમગ્ર ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ કરી રહી છે જે તેની પ્રતિષ્ઠામાં સતત વધારો કરે છે.

શ્રીયમ નેશનલ ટીએમટી બાર્સે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ 2023 પણ મેળવ્યો છે. આ એવોર્ડ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા આપવામાં આવ્યો હતો. ગયા વર્ષે કંપની ગુજરાતની પ્રથમ ગ્રીન પ્રો સર્ટિફાઇડ કંપની બની હતી, જેને CII-ગ્રીન પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસ કાઉન્સિલ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું, જે કંપનીની પર્યાવરણ પ્રત્યેની ઉચ્ચ કક્ષાની નિસ્બતને પ્રદર્શિત કરે છે.

(Disclaimer: ABP Network Pvt. Ltd. and/or ABP Live does not in any manner whatsoever endorse/subscribe to the contents of this article and/or views expressed herein. Reader discretion is advised.)
વધુ જુઓ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ
Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ
નવા વર્ષ પર નવી ઓફર,  Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
નવા વર્ષ પર નવી ઓફર, Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
શિયાળામાં વોટર હીટરથી ગરમ કરો છો પાણી, તો આ બાબતોનું  રાખો ધ્યાન, નહી તો થશે દુર્ઘટના
શિયાળામાં વોટર હીટરથી ગરમ કરો છો પાણી, તો આ બાબતોનું રાખો ધ્યાન, નહી તો થશે દુર્ઘટના
Brain: ભૂખ લાગવા પર મગજ કેમ કામ કરતું નથી, 99 ટકા લોકો નથી જાણતા જવાબ
Brain: ભૂખ લાગવા પર મગજ કેમ કામ કરતું નથી, 99 ટકા લોકો નથી જાણતા જવાબ
WPL 2025 Auction: 16 વર્ષની ક્રિકેટર કમલિની બની કરોડપતિ, મહિલા પ્રીમિયર લીગની પાંચ ટીમોએ ખરીદી 19 ખેલાડી
WPL 2025 Auction: 16 વર્ષની ક્રિકેટર કમલિની બની કરોડપતિ, મહિલા પ્રીમિયર લીગની પાંચ ટીમોએ ખરીદી 19 ખેલાડી
Embed widget