શોધખોળ કરો
7th Pay Commission: લવાસા સમિતિએ જેટલીને અહેવાલ સોંપ્યો, 52 ભથ્થાં બંધ કરવાની ભલામણ
1/4

લવાસાએ કહ્યું કે કર્મચારીઓને સુધારેલાં ભથ્થાં આપવાની તારીખ પર અંતિમ નિર્ણય સરકાર લેશે. ઉલ્લેખનીય છે કે સાતમા પગારપંચની ભથ્થાં સંબંધિત ભલામણો સંપૂર્ણ લાગુ કરવાથી સરકારી તિજોરીને 29,300 કરોડ રૂપિયાનો બોજ પડવાનો અંદાજ છે.
2/4

રિપોર્ટ સોંપ્યા પછી લવાસાએ કહ્યું કે સમિતિએ વિવિધ અશંધારકોના સૂચન પર ધ્યાન આપ્યું છે. આ સમિતિની રચના ગત વર્ષે જૂન મહિનામાં સાતમા પગારપંચની ભલામણો લાગુ કરાયા પછી કરવામાં આવી હતી. લવાસા સમિતિના રિપોર્ટની સમીક્ષા હવે સચિવોની અધિકાર પ્રાપ્ત સમિતિ દ્વારા કરાશે. ત્યારબાદ તેને કેબિનેટ સમક્ષ મૂકવામાં આવશે.
Published at : 28 Apr 2017 08:20 AM (IST)
View More























