શોધખોળ કરો
આ સરકારી બેંકની 51 બ્રાન્ચ થશે બંધ, જાણો શું થશે તમારા ખાતાનું.....
1/3

આ બંધ કરવામાં આવેલ શાખાઓના આઈએફએસસી કોડ અને એમઆઈસીઆર કોડ રદ્દ કરવામાં આવ્યા છે અને તમામ બચત, ચાલુ અને અન્ય ખાતાઓને મર્જ કરવામાં આવેલ શાખાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. બંધ કરવામાં આવેલ શાખાઓના ગ્રાહકોને તેમને પહેલા જારી કરવામાં આવેલ ચેકબુક 30 નવેમ્બર સુધીમાં જમા કરાવીને નવી શાખાના આઈએફએસસી/એમઆઈસીઆર કોડ સાથેની નવી ચેકબુક લઈ લેવા નિર્દેશ આપ્યા છે.
2/3

જે બ્રાન્ચ બંધ કરવામાં આવી છે તે એવી બ્રાન્ચ છે જે ખોટમાં ચાલી રહી હતી. અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, આ 51 શાખાઓને બંધ કરીને તેનું મર્જર નજીકના શાખા સાથે કરવામાં આવશે. જાહેર ક્ષેત્રની કોઈ બેંક દ્વારા મહારાષ્ટ્રમાં ઉઠાવવામાં આવેલ આ મોટુ પગલું છે. બીઓએમની દેશભરમાં 1900 શાખાઓ છે. બીઓએમે સોમવારે પોતાની જાહેરાતમાં કહ્યું કે, બેંકે લોકોની સુવિધા આ શાખાઓ મર્જ કરી છે.
Published at : 04 Oct 2018 12:20 PM (IST)
View More





















