એક્ટિવા 4જીમાં BS-IV નોર્મ્સવાળું 110ccનું HET, એર કૂલ્ડ, ફોર સ્ટ્રોક એન્જિન લાગેલ હશે. આ એન્જિન 8bhpના પાવર 7500rpm પર અને 9Nmનો ટોર્ક 5500rpm પર જનરેટ કરે છે. હોન્ડાની એક્ટિવા પોતાના સેગમેન્ટમાં સૌથી વધારે વેચાતા 110ccનું સ્કૂટર છે અને ઘણાં સમયથી ભારતમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. ભારત જ નહીં પરંતુ વિશ્વના સૌથી વધારે વેચાતું સ્કૂટર બની ગયું છે.
2/4
સુરક્ષા અને વધારે વિઝિબિલિટી માટે નવા એક્ટિવા 4જીમાં ઓટોમેટિક હેડલેમ્પ ઓન (AHO)ની સુવિધા આપવામાં આવી છે. તેની સાથે જ આ સ્કૂટરમાં મોબાઈલ ચાર્જિંગ સોકેટની પણ સુવિધા મળશે. તેના ફ્રન્ટ લુક પણ નવા ડિઝાઈનમાં છે. હોન્ડા એક્ટિવાના નવા વર્ઝનના સાઈડ પેનલમાં 4જીનું સ્ટિકર જોવા મળશે જ્યારે હવે તેમાં હેડલેમ્પ સ્વિચ નહીં હોય.
3/4
દિલ્હીમાં આ સ્કૂટરની એક્સ શોરૂમ કિંમત 50730 રૂપિયા છે. આ પહેલા HMSIએ ચાલુ વર્ષે ન્યૂ જનરેશન હોન્ડા એક્ટિવા 125 લોન્ચ કીરી હતી. એક્ટિવા 4જી હાલના રંગો ઉપરાંત બે નવા વિકલ્પ મેટ સિલ્વર મેટેલિક અને મેટ એક્સિસ ગ્રે મેટેલિક કલમાં મળશે.
4/4
નવી દિલ્હીઃ હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI)એ બુધવારે નવી એક્ટિવા 4જી લોન્ચ કરી છે. તેનું એન્જિન BS-IV માનપદંડો અનુસાર હશે અને તે જૂના મોડલનું અપગ્રેડેડ વર્ઝન છે. એક્ટિવા 4જીમાં કેટલાક નવા ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે.